________________
કે ક્ષમા ભૂષણ કોને?
૬
દરેક શાસ્ત્રો કહે છે કે “ક્ષમા વીરસ્ય ભૂષણ ક્ષમા વીરનું ભૂષણ છે, પરંતુ આપણે ઘણાં ઘણાં શાઓ વાંચ્યા અને સાંભળ્યા પણ ખરા, છતાં પણ આપણને કઈ દિવસ એવું લાગ્યું ખરું કે ક્ષમા રાખવામાં વીરતા જોઈએ ? ક્ષમા તે સ્ત્રીલીંગ છે. તેને રાખવામાં વીરતા કયાંથી જોઈએ ? આપણે તે નરી કાયરતાની દ્રષ્ટીએ જ એને જોઈએ છે. “ક્ષમાં રાખવી એ તે બાયલ. એનું કામ છે, ખૂમારીપૂર્વક સામાવાળાને દાબી દેવા તેમાં જ અમારી કીર્તિ, આબરૂ છે” આવું વિચારનારા આજે ઘણું છે.
પણ સબૂર ! આપણું સૌને ખ્યાલ હશે જ !
બળવાન પાસે આપણે નગ્ન બની જઈએ છીએ. કેઈફ ઓફિસર, અમલદાર પાસે હાથ જોડીએ છીએ, કારણ કે જો હાથ નહી જોડીએ તે જાનથી મર્યા જ સમજે.
નેકર શેઠ પાસે જ ક્ષમા રાખે અને શેઠ ગ્રાહક પાસે જ ક્ષમા રાખે, પાપડતોડ પહેલવાન બળવાન પાસે જ ક્ષમા રાખે. આ સઘળી સત્ય હકીકતને શું કહેવાય ? નરી કાયરતા જ કહેવાય કે બીજું કાંઈ ?
ખરી ક્ષમા તે કયારે કહેવાય કે જ્યારે આપણું બધું ચાલતું હેય, અપરાધીને આપણે સજા કરી શકતા હે ઈએ, ત્યારે પણ તેને આપણે માફી આપી શકીએ તે જ ખરેખર ક્ષમા રાખવામાં શુરવીરતા આવી ગણાય.
આવી શુરવીરતા એક નાનકડા ગામમાં પ્રગટી હતી તે પ્રસંગ આપણે જોઈએ.
નાનકડા ગામની ભાગોળે એક વિધવા સ્ત્રી રહેતી હતી. તેને બે પુત્ર હતા. વિધવાસત્રી લેકેના કાર્યો કરી વ્યવહાર ચલાવતા હતી. અને પુત્ર તળાવની પાસે ખેલકુદ કરી મોટા થતા હતા. લાકડા કાપી લાવવાને તેઓએ વ્યવસાય બનાવી દીધું હતું. સમીસાંજે મેટેભાઈ ગામમાં જઈ લાકડાને ભારે વેચી આવે, જે આવે તેમાંથી તેઓ સંસાર ચલાવવા લાગ્યા.
એકદા મોટાભાઈની સાથે એક માનવીએ ઝઘડે કર્યો : બોલાચાલીને ઝઘડો એકાએક મારામારી ઉપર આવી ગયો ચરે બેઠેલાં લોકેએ તે બન્નેને મહામહેનતે છૂટા કર્યા, પરંતુ ખુનસબા જ માનવીએ વેરીની ગાંઠે બાંધવા માંડી.
બસ ! હવે તેને જીવથી મારું તે જ મારું નામ માનવી.
થોડાક દિવસ પસાર થયા ન થયા ત્યાં તે મોટાભાઈની લાશ ઘર આંગણે ઢળી પડી. નિષ્ઠુરતાભર્યું ખૂન જોઈને માતા ચેધાર આંસુએ રડી પડી. “વેરને બદલે વેરથી વાળવાની જક્કી ગાંઠે મનમાં બંધાઈ ગઈ.