SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૪ અંક ૧-૨ ચતુર્થવર્ષારંભ વિશેષાંક ? • ગીત-સંગીતને વ્યસની, સુમધુર સ્વરમાં–લયબદ્ધ રીતે-સુરમ્ય સંગીત સાથે ગવાતા ગીતને સાંભળતાં અને એના આરાધ્ય ગાયક કે પ્રિય સંગીતકારની પ્રશંસા કરતાં કરતાં કેવો ભાવવિભોર બની જાય છે.. - અભિનયની દુનિયાને આશિક, એના માનીતા અભિનેતાની એકિટંગને નિહાળતી વેળા અને એની અદાકારીની વિશિષ્ટતાઓને વર્ણવતી વેળા કે રસતરબળ બની જાય છે.• ૦ રાજકારણના બંધાણીઓ, રાજનેતાઓની ચાણકય-ચાલ પર ચર્ચાવિચારણા કરતાં કેવા ગુમભાન-એકતાન બની જાય છે. ૦ હિમાચ્છાદિત ગિરિમાલા, નીલવર્ણ જલતરંગ આકાશને આંબી જતાં મહાસાગરનાં જાં, પહાડની ટોચ પરથી લીલીછમ વનરાજીની વચ્ચેથી મન્દ ગતિએ વહી જત: ઝરણ, પૂનમના ચાંદને ચૂમવા મથતી નારિયેળીના વૃક્ષોની હારમાળા, પંખીડાંઓનાં રંગબિરંગી વૃ, કેફિલને કલશેર, મયૂરનૃત્ય, હરિણયુગલ, મલયાનિલ, જળધોધ, સાંધ્યરંગ, મેઘધનુષ. આ અને આવાં પ્રકૃતિ સ્વરૂપોને માણતે પ્રકૃતિપ્રેમી, એ સ્વરૂપમાં જ, કે એવાઈ જાય છે... ૦ મિષ્ટાન કે પફવાનને પામીને કેક સ્વાદલપ, અને પુછ્યું કે પરફયુમ્સને પામીને કેક સુવાસ પ્રેમી એ સ્વાદિષ્ટ ને સુવાસિત વસ્તુ તરફ-બધું જ ભુલાવી દે એવું-કેવું અજબ ગજબનું આકર્ષણ અનુભવે છે. ૦ લેટેસ્ટ સ્ટાઈલનાં અને મેડન ડિઝાઇન્સનાં ફેશનેબલ વસ્ત્રો પહેરીને પસાર થતી વ્યકિતને આજના તરૂણ-તરૂણી કેવા એકીટસે નીરખી રહે છે. તે તમે સમજી શકયા હશે કે ગુણેને-ગુણિયલ આત્માઓને, સુકૃતેને-સુકૃતેના સ્વામીઓને નિહાળતાં અને એ બધાની અનુમોદના કરતાં કરતાં કલ્યાણ-કામી આત્મા, મહા આનન્દના ઘુઘવતા મહાસાગરમાં જજ જન-નિમજજનની અણમેલ ક્ષણે કેવી રીતે પસાર કરતે હશે...! : જમ્યા છે તે જગમાં તે નકકી કરનાર ખીલ્યા છે જે કુલડા તે નકી ખરનાર, જગમાં શું હી રહ્યો, મુઢ થઇને ગમાર અંતે તું હારી ગયો શો નહી કંઈ સાર.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy