________________
એકયિાળી
अपथुई परनिंदा जिन्भावस्था कसाया य ।
“આત્મસ્તુતિ અને પરનિંદા એ જીભમાં ઉત્પન્ન થયેલા કષાયેા છે.” ક્રોધાદિ કષાયા તે બધાને અનુભવગમ્ય છે પણ આ બે એવામીઠા ઝેર રૂપ કષાયા છે તેનાથી બચવુ ઘણુ' મુશ્કેલ છે.
આજે આ રોગ લગભગ સત્ર વ્યાપ્ય બન્યા છે. તેમાંથી કેાણ બચુ' હશે-ખચતું હશે-તે કહેવુ' મુશ્કેલ છે.
ઉપડે છે કે જેના
દરેકને પેાતાની પ્રશ‘સા અને પાકી નિંદા કરવાની એવી ચળ પ્રતાપે સારાસારના વિવેક પણ નષ્ટપ્રાય: દેખાય છે. પાતાની પ્રશંસામાં પડેલા આત્માએની હાલત ફુલણજી દેડકાં જેવી થાય છે. પારકી નિ'દા કરવાવાળાઓએ તા એવા ઘાટ વાળ્યા છે કે જેનુ વર્ણન ન થાય તેનુ પરિણામ સ્વાનુભવ થવા છતાં પણ આ ચળ કેમ દૂર કરવાનુ` મન થતું નથી તે સમજાતું નથી. જ્ઞાનિએ તેા કહે છે કે આવા જીવા તા ધમ કરવા પણુ લાયક નથી અને છેક ઊંચે સ્થાને ચઢેલા પણુ જયારે આ એ દોષના નાદે ચઢી જાય છે ત્યારે એવી પરિસ્થિતિનું સર્જન થાય છે, જેથી સારા આત્માઓને દુઃખ થાય છે.
પેાતાની પ્રશ'સામાં જ ઇતિશ્રી માનનારા જીવ તા પોતે કરેલ એક નાનું પણ સારું કામ જ્યાં સુધી બધા જાણે નહિ ત્યાં સુધી ચેન પડે નહિ, હાથે કરીને કરેલ સુકૃત પણ બાળી નાંખે છે. આત્મ સ્તુતિમાં જ રાચનારાઓને લેાક ‘ખડાઇ ખાર' જેવા વિશેષણાથી નવાજે છતાં પણ જાગૃતિ આવતી નથીતે મેહની કારમી નિદ્રાના પ્રભાવ છે.
જેએએ આ બે દોષથી બચવુ' હાય તેણે આત્મા ઢાષાની નિંદા કરવી જોઇએ અને બીજાના નાના પણ ગુણની અનુમોદના કરવી જોઇએ.
આ એ દોષમાં જ આનંદ માનનારા એવી કારમી દશાને પામે છે કે અહી થી સીધા જ દુર્ગાંતિમાં ચાલ્યા જાય છે.
માટે આ એ દોષથી બચવાં સતત જાગૃત થવાની જરૂર છે.
—પ્રજ્ઞાંગ