________________
૫૭૮ :
: જૈન શાસન (અઠવાડિક)
નાથ ભગવાનને ઈન્દ્ર દેવતાઓ એ વિનંતિ કરવાથી (આ વિનંતિ વ્યવહારની દૃષ્ટિથી થાય છે કારણ શ્રી તિર્થંકર દેવ જન્મથી જે ત્રણ જ્ઞાન સહિત હોવાથી તે જ્ઞાનના ઉપયોગથી પોતે જ પોતાના દીક્ષાને સમય જાણે છે ) જયારે દીક્ષા માટે તૈયારી કરે છે ત્યારે દિક્ષાની પહેલા ભગવાન ખૂબ સારી રીતે સ્નાન કરી, દિવ્ય વસ્ત્ર અને આભરણ પરિધાન કરે છે અને સ્વગૃહત્યમાં આવેલા તીર્થકરોનાં પ્રતિમાની પૂજા કરી દેવે દ્વારા નિર્મિત સુપ્રભા નામની શિબિકામાં આરૂઢ થાય છે. એવું શાસ્ત્રોમાં વર્ણન આવે છે. તીથકરને આત્મા જે રાજકુલમાં જન્મે છે તે કુટુંબ જિન ધર્મો પાસક હોય છે અને તેમના રહેવાના મહેલમાં જિનમંદિર અવશ્ય હોય છે, ભગવાન મહાવીરના પિતાશ્રી સિદ્ધાર્થ રાજા શ્રી પાર્શ્વનાથ ભગવાનના બારવ્રતધારી શ્રાવક હતા એમ આચારાંગસૂત્રમાં કહ્યું છે, અર્થાત તેઓ અને તેમના સાથે રહેવાવાળા તેમના કુટુંબીજને રોજ શ્રી જિનેશ્વર પ્રતિમાની પૂજા કરતા હોય, એમાં આશ્ચર્ય નથી. ભગવાન મહાવીર સ્વામીજી રાજપુત્ર અવસ્થામાં કાઉસગ્ગ ધ્યાનમાં અલંકાર પહેરેલા ઉભા રહેતા હતા તે રીતની તેમની કાષ્ટની મૂર્તિ વિધુમાલી દેવે બનાવી અને ચંદન-કાષ્ટની પેટમાં પધરાવીને વીત્તભયપટ્ટન નામના નગરમાં મુકી હતી તેમજ આવશ્ય ચુર્ણ, નિશિધચુર્ણ, અને વસુદેવ હિન્ડી વગેરે પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે કે ભગવાન મહાવીર સ્વામીના જિવિત અવસ્થામાં ગૃહસ્થપણાની દીક્ષાના પહેલા એક જ વર્ષ પૂર્વે ભગવાન રાજવાડામાં અલંકાર પહેરેલા ઉભા રહીને ધ્યાન કરતા હતા તેવી જ આબેહુબ મુતિ ચંદનના કાણમાં બનાવેલી સિધુ સૌવીર ગામના ઉદાયન પાસે હતી. આ મૂતિ ઉજ્જૈનના પ્રદ્યોતરાજાએ ઉદાયન પાસેથી લઈ લીધી અને તેને ઠેકાણે બીજી તેની પ્રતિકૃતિ વિત્તભયપટ્ટન ગામમાં મુકી દીધી આ મૂર્તિ તે ગામમાં વાવાઝોડું આવવાથી રીતી નીચે દટાઈ ગઈ, કુમારપાળ રાજાના રાજવટના વખતે પ. પૂ. આચાર્ય હેમચંદ્રાચાર્યજીના કહેવાથી તે મૂર્તિ ઉતખનન કરીને કાઢવામાં આવી હતી અને અણહીલ પાટણમાં બહુમાનપૂર્વક પધરાવવામાં આવી હતી, મુળ ચંદન કાછની મુરતિ રાજા પ્રદ્યોતે જે ઉદાયન પાસેથી લઈ લીધી હતી તે પ્રદ્યોતે પોતાના રાજ્યમાં વિદિશા (ભેલસા) ગામામાં પ્રતિષ્ઠિત કરાવી હતી. આવા પ્રકારની ભગવાન મહાવીર સ્વામીની મુગુટ અને બીજા અલંકાર પહેરેલી કાષ્ઠ અને ધાતુ (બ્રોઝ)ની ઉભી મૂર્તિઓ જીવિત સ્વામી નામથી પ્રસિદ્ધ થઈ આવી ઉભી મૂર્તિઓ સિહી (રાજસ્થાન) ગામમાં આવેલા શ્રી અજિતનાથ ભગવાનના મંદિરના મુળ ગભારાના બહાર બન્ને બાજુ મુગટ માથા પર, ગળામાં કઠી હાર તથા હાથમાં કડા, બાજુબંધ વગેરે અલંકારોથી વિભૂષિત ઉભી કાઉસગીયાં પાંચ ફુટ ઉંચાઈના આજ પણ સારી સ્થિતિમાં ઉભા છે. તેમ વડોદરાના મ્યુઝીયમમાં પણ જીવિત સ્વામીની બ્રોઝની ઉભી અલકત મૂતિઓ આજપણ મૌજુદ છે. જે હર કેઈ ત્યાં જઈને જોઈ શકે છે. સારાંશ તીર્થકર દેવેની મૂર્તિઓ અનંતા અનાદિકાળથી પૂજાતી આવી છે. મેહન