________________
વર્ષ-૪ : અંક-૨૬ તા. ૧૧-૨-૯૨
* ૫૭૭ પામેલ હોય, આત્મદર્શન, પરમાત્મદર્શન, કરવું છે. તે આશ્રમ અને વર્ણ અનુસાર મે દરેકને માટે જે નિત્ય ક્રિયા, વિધિ વિધાન વગેરે બતાવ્યા છે. તેમને અમલ કરવાનો રહેશે. એના સિવાય બધી વાતે નકામી છે.”
સમ્યગૃષ્ટિ આત્મા સર્વજ્ઞ ભગવાને કહેલી બધી જ વાતે માન્ય રાખી યથાશકિત તેનું પાલન કરવાને પ્રયત્ન કરે છે. તેમાંથી એક પણ વાત અમાન્ય રાખે તે તે સાચે શ્રાવક નથી “આપણા હૃદયમાં પરમાત્મા છે અને આપણને કઈ પણ બાહ્ય અથવા અત્યંતર ક્રિયા કરવાની જરૂર નથી” એવી મિથ્યાત્વની વાતો આ દિવસમાં આપણું ભણ્યા ગણ્યા ભાઈઓ કહેતા નજરે પડે છે. તેમને તે તેમના વિલાસી જીવનમાંથી સર્વ પ્રણિત આધ્યાત્મિક જીવન પર ધ્યાન આપવામાં ફુરસદ જ કયાં છે ? નિશ્ચયનયના દષ્ટિથી બધાના હૃદયમાં ભગવાન જરૂર છે. પણ તે પોતાના પૂર્વનાં અનંત જન્મનાં પોતે કરેલા અનેક પાપ અને પુણ્યના કર્મોથી તે ભગવાન-આત્મા લિપ્ત થઈને તે તેમના કર્મોના બેજના નીચે દટાયેલ છે. તે આત્માનાં ઉપરને કર્મ રૂપી મેલ આપણે સાફ કર્યા વગર. તે આત્માને અનંતજ્ઞાનમય, અનંતશકિતમય, પરમાત્મા ભગવાન બનાવવો છે, તે કેવી રીતે શકય છે? તે માટે એક જ ઉપાય છે અને તે એ કે સર્વજ્ઞ ભગવાને બતાવેલ માર્ગ પર પુરી શ્રદ્ધા રાખી, તે જ પ્રમાણે આ પણે ચાલવું જોઈએ, દેશવિરતિ અને સર્વવિરતિનો માર્ગ અંગીકાર કરો, જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી ત્રિીરત્નમય ધર્મનું પાલન કરવું એ આપણું પરમ કર્તવ્ય છે.
શ્રાવકના નિત્યક્રમમાં ભગવાને દરેકને જિન દર્શન અને વિધિ સહિત જિન પ્રતિમાઓનું પૂજન કરવા કહ્યું છે, “જિન મૂરતિ જિનવર સમાન” આવું આગમવચન છે, અનંતલબ્ધિ સંપન્ન ગણધર શ્રી ગૌતમ સ્વામીજીએ ભગવાનને પુછયું “જિન મંદિર શા માટે જવું જોઈએ?” ભગવાને જવાબ આપ્યો “જ્ઞાન, દર્શન અને ચારિત્રની રક્ષા માટે જવું જોઈએ.” ફરીથી ગણધર ભગવાને પુછતાં શ્રી મહાવીરદેવે જવાબ આ જે કઈ શ્રવણોપાસક શ્રાવક ઉપાશ્રય, સ્થાનકમાં પૌષધવ્રતમાં રહી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાવાળો જે જિનમંદિર દર્શનને માટે ન જાય તે જેવી રીતે સાધુને પ્રાયશ્ચિત લાગે છે, તેવી જ રીતે શ્રાવકને પણ પ્રાયશ્ચિત લાગે છે, તે પ્રાયશ્ચિત છઠ્ઠ (બે ઉપવાસ) અથવા પાંચ ઉપવાસને આવે છે.
જિન પ્રતિમા પૂજવાની વિધિ વિધાન ઘણુ આગમ સૂત્રોમાં આવે છે શ્રી મહાક૯પસૂત્ર, શ્રી નેદિસૂત્ર, શ્રી ઉવવાઈસૂત્ર, શ્રી રાયપણી સુત્ર, શ્રી આવશ્યક સત્ર, શ્રી ભગવતી સૂત્ર, શ્રી જ્ઞાતાસૂત્ર, શ્રી ઉપાસકદશાંક સૂત્ર, શ્રી વ્યવહાર સૂત્ર, શ્રી મહાનિશીથસૂત્ર, આદિ ઘણાં આગમ સુત્રોમાં જિન મૂર્તિની વિધિ વિધાન સહિત અષ્ટપ્રકારથી નવઅંગી પૂજા શ્રાવકને કરવાની આવશ્યકતા પ્રતિપાલ છે પરમ તીર્થકર શ્રી અજિત