________________
જયll
वसणं गरुयंपि नरालंघति गुणोण संनिहाणेण ।
विउलोऽवि हु नीरनिही लंधिज्जइ पवरपोएण ।। ટા વ્યસનો-દુખે પણ મનુષ્ય ગુણી પુરુષોની સહાયથી પાર પામી જાય છે જેમ મેટો સમુદ્ર શ્રેષ્ઠ જહાજ વડે લંઘે છે તેમ.
હંમેશા ગુણવાન પુરુષોને જ સંગ કરવો જોઇએ. ગુણીજનેની સંગતિ પણ ઘણું ગુણેની જનની બને છે. દુનિયામાં પણ જેઓ રાજા આદિ મોટાપુરૂષોનું શરણું સ્વીકારે છે તેમને કોઈ જ ચિંતા કરવાની રહેતી નથી એટલું જ નહિ તેઓ પણ રાજાની નિકટતા પામ્યા હોવાથી લોકમાં તેવો જ છે. આદર-સત્કાર પામે છે.
તે જેઓ ત્રણે લોકના નાથ એવા શ્રી તીકર પરમાત્માનું સાચા છે ભાવે શરણું સ્વીકારે તેને કઈ જ ચિંતા પીડે ખરી? જેઓની તારક | આજ્ઞા મુજબની સેવા-ભકિત સંસારના સઘળા ય દુખેથી-કલેશોથી મુકિત છે. આપવા સમર્થ છે. તેમની સેવા કરનારને એક પણ દુ:ખ હેરાન કરી શકે છે ખરૂ? શ્રી જિનને ચરણે રહેનાર જીવને દુ:ખ, દુઃખ જ નથી લાગતું. હું
પૂર્વકૃત-કર્મોના યોગે દુ:ખ આવે તો પણ તેને મજેથી વેઠવાનું બળ બને છે જ છે અને દુખ “બિચારૂ બની તેનાથી કંટાળીને અનેક સાથીદારોની સાથે છું. રવાના થઈ જાય છે તેના માટે સઘળા ય સાચા સુખના દરવાજા બેલી આપે છે. હું
નાની પણ નાવ જે સમુદ્ર પાર પાડી શકે તો શ્રી જિનેશ્વરદેવનું છે શું સાચા ભાવે શરણ સ્વીકારનાર આ ભવસમુદ્ર લંઘી જાય અને મુકિતની ! છેમંજીલે પહોંચી જાય તેમાં નવાઈ છે ખરી?
| માટે હે આત્મન્ ! સર્વગુણ સંપન્ન એવા ત્રિલોકબંધુ શ્રી જિનેશ્વરદેવના છે ચરણે તારા જીવનનું સુકાન સોંપી દે જેથી તારી પ્રજ્ઞા નિર્મળ બનશે જેના છે પ્રકાશના પંથે ચાલીશ તે તું પણ તેઓ સમાન બની આત્માની અનંતછે અક્ષય ગુણ લહમીમાં મહાલીશ. તો વિચાર કરી લે. બાજી હજી હાથમાં છે.
-પ્રજ્ઞાંગ