________________
“સૂરિરામચંદ્ર ગુણકાય કવન” (રાગ-એ કરૂણાના કરનારાં...તારી કરૂણાને કઈ પાર નથી) એ સ્વર્ગલે કે જનારાં, સૂરિ રામચંદ્ર હમારા.. એ ભવિજન નયન તારા.... શ્રી રામચંદ્રસૂરિ પ્યારા...
તમે આ પ્રેમ ગુરૂ અમને ! નિ:સ્વાર્થને નિરીહપણે,
અંત સમયે ભૂલી જનાર.... સૂરિ રામચંદ્ર હમારા....૧ સૌને તારૂં એ તુજ ભાવ... પણ જાતાં ભૂલ્યાં મુજ સાવ.. અરિહંત સ્મરણ કરનારાં... શ્રી રામચંદ્રસૂરિ પ્યારા...૨ ઉભાં શિષ્ય રહ્યાં વિનીત, તવ મુખનું ન બદલ્યું સ્મિત,
- સમાધિ શિખર ચઢનારા. સૂરિ રામચંદ્ર હમારા....૩ બને ભારત સંઘ અનાથ, તું જાતાં એ મુનિનાથ !
સદા સત્ય માર્ગ કહેનારા. શ્રી રામચંદ્રસૂરિ પ્યારા...૪ દુઃખ રૂડું તે જે બતાવ્યું, રણધીરે સહીને બતાવ્યું; * મહાદુઃખે સમતા ધરનારા... સૂરિ રામચંદ્ર હમારા...૫ સુખ ભૂંડું છે નાદ ગજ, નિલેપ નિ:સંગ ભાવ ભજવ્યું,
સમાને “અગર્વ કરનારા. શ્રી રામચંદ્ર સૂરિ પ્યારા ૬ તમે છોડી ઘો આ સંસાર, યે સંયમ “દેશના સાર,
મુકિતને સંદેશ વહેનાર સૂરિ રામચંદ્ર હમારા...૭ હવે ભજશું અમે પ્રભુ! કોને? તમે દર્શન સ્વર્ગથી ઘને !
નિરાશ કદિ ન કરનારા શ્રી રામચંદ્ર સૂરિ પ્યારા....૮ ભલે દર્શન નાપો મુજને, બસ ! લીન રહુ તુજ ભજને !
સન્માર્ગે સ્થીર રહેનારાં સૂરિ રામચંદ્ર હમારાં તુજ પગલે હું પણ ચાલું... ઉમાગે કદિ ન મહાલું.. આશિષ દે હે ! દિલ દેનારા... શ્રી રામચંદ્ર સૂરિ પ્યારા...૧૦
–શ્રી રાજેશ એસ્તવાલ સેલાપુર