________________
શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની ગહેલી
ગુરૂરાજ હતા સૂરિરાજ હતા, અમ આતમના આધાર હતા, ગુરૂરાજ ગયા સૂરિરાજ ગયા, અમ ધારાના આધાર ગયા. ૧ આગમ કમ શાસ્ત્રોના જ્ઞાતા હતા,
હસ્તગિરિના ઉદ્ધારક હતા. વ્યાખ્યાન વાચસ્પતિ હતા,
નવકાર મંત્રના સાધક હતા. વિજય પ્રેમસૂરિજીના શિષ્ય હતા,
જેને જગતમાં પ્રસિદ્ધ નામે શ્રી રામચંદ્રસૂરિજી હતા,
શ્રી સિદ્ધિસૂરિજીના પ્રાણપ્રિય હતા. ૩ કલિકાલે કલ્પતરૂ હતા,
અંધકારમાં સૂર્ય સમાન હતા, શાસનદેવ સદા સુપ્રસન્ન હતા,
સાતસે સાધુ સાધ્વીજીના સાથે વાહ હતા. રાજનગરે ચાતુર્માસ હતા,
એ શાસનના શણગાર હતા, એવા ગુરૂજી જગમાંથી સીધાવી ગયા,
જેન જગતમાં હાહાકાર મચી ગયા. ગામનગરે સમાચાર મળતા હતા,
| સાંભળી સૌ સંઘ વિહરદ: અપાર હતા. ગુરુરામ અમૃત જિદ્ર, નમી સૌ જેન જૈનેતર ગાતા હતા,
આંખમાંથી અશ્રુ વહેતા હતા. ૬ સંવત વીશ ચાર સાત વદી ચઉદસ અષાડે ગયા,
શુક્રવારે રાજનગરે સ્વર્ગે સીધાવી ગયા. સી સંઘ સાથે ધનસુખ, વીરહ દુઃખથી રડતા હતા,
જૈન શાસનમાં હાહાકાર મચા હતા. ૭
– ધનજીભાઈ સુખલાલ બારભાયા કારીયાણીવાળા
મલાડ-મુંબઇ