________________
સંગ તેવા રંગ
संतप्तायसि संस्थितस्य पयसो नामापि न ज्ञायते, मुक्ताकारतया तदेव नलीनीपत्रस्थितं राजते । स्वाती सागर शुक्ति सम्पुट गतं तंज्जायते मौक्तिकं, प्रायेणाऽधममध्यमोत्तमगुणः संसर्गतो दृश्यते ।।
તપેલા લાઢા ઉપર પડેલાં પાણીનું નામ નિશાન પણ રહેતુ' નથી, એજ પાણીના બિંદુએ જો કમલિનીના પત્ર ઉપર પડે તે મેાતીની જેમ શાલે છે, સ્વાતિ નક્ષત્રમાં પડેલું પાણી સાગરમાં રહેલ શુક્તિમાં જઇને પડે તેા મેતી થાય છે. એનું એજ પાણી સસના કારણે ભિન્ન ભિન્ન અવસ્થાઓને પામે છે એજ રીતિએ જગતમાં પ્રાયે કરીને અધમ, મધ્યમ અને ઉત્તમ ગુણુ સ'સગ'થી દેખાય છે,
જૈન શાસનને હાર્દિક શુભેચ્છા...