________________
વષ ૪ અંક ૧૮૧૯ સંયમ અનુમોદન મહોત્સવ વિશેષાંક :
: પ૨૫
આવતા. શ્રોતાઓને થતું આ ગજબના પ્રવચનકાર છે. સાદા શબ્દો સરળ શૈલિ હયું હચમચી ઉઠે.
૦ તેઓ જયારે પ્રવચન કરતાં ત્યારે તે સમયના વિદ્યમાન આચાર્ય ભગવંતે પૂછતા આ બધું કયાંથી લાવે છે? ત્યારે આ પૂ.શ્રી સહજભાવે કહેતા પૂ. હરિભદ્ર સૂરિજીના ગ્રંથોમાંથી મળે છે. ત્યારે આનંદ સાથે તે પૂર્વે કહેતા કે તમે જે ભાવે કાઢીને આપે છે તે વાત તે પૂ. હરિભદ્રસૂરિજીને પણ ખબર નહિ હોય? કયારેય આ મહાપુરૂષે કેઈને પૂછયું નથી મારુ વ્યાખ્યાન કેવું ? કેઈ કહે સાહેબ આપનું પ્રવચન ખુબ સુંદર તે આ મહાપુરુષ કહેતાં મારુ નહિ પણ ભગવાનની વાણું સુંદર છે.
૦ ૧૭ વર્ષની ઉંમરે પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાગ્ય સમકિતના સડસઠ બેલની સજઝાય, કંઠસ્થ અર્થ સહિત-બે ટાઈમ પ્રતિક્રમણ પૌષધ. ઉકાળેલું પાણી વગેરે જૈનાચાર જીવનમાં વણાઈ ગયા હતા.
૦ સુખ ભંડું દુઃખ રૂડું આ વાત જીવનના શરુઆતથી અંત સુધી શ્વાસમાં વણાઈ ગઈ હતી.
- સં. ૨૦૪૦ માં માસું પાલીતાણા કર્યું ત્યારે તેના સૌ કઈ માણસે બેલતા આવા મહારાજ હમેશ આવશે. તેઓશ્રી ખૂબ જ ઉદાર વૃત્તિવાળા હતા.
૦ શાસન-સત્યસિદ્ધાંત-શાસ્ત્રની બાબતમાં કયારેક કંઈ આડું અવળું થાય ત્યારે લાલ આંખ કરી છે. બાકી ફુલક વાતમાં પડ્યા નથી.
૦ આ મહાપુરુષની ભેટ પુરી શકાય તેમ નથી. આવા પુણ્યવાન યુગપુરુષ છેલલા સૌકાઓમાં થયા નથી. જેના જીવનની પ્રત્યેક મિનિટે વિશ્વને એક જબ્બર આદર્શ પુરે પાડે છે.
અમારા તારણહાર બનજો. જેઓના લોહીને પ્રત્યેક કણમાં શાસ્ત્રની આજ્ઞા લખાયેલી, જેના કાનમાં કોતરાયેલી હતી શાસ્ત્રની વફાદારી, જેઓની આંખમાં આગમના દિવ્ય તેજ હતા, જેઓની જીભમાં જિનવાણી જડાઈ ગઈ હતી, જેએના મસ્તકમાંથી મિયા માન્યતાઓ સદા વિદાય થઈ ગઈ હતી, જેઓના સ્પર્શમાં છુપાયેલી હતી શિવ માર્ગની ધૂન સિવાય ગઈ હતી, જેઓના પગમાં નિત્ય શ્રી જિન શાસનની નવી ખુમારી પ્રગટતી હતી, એવા મહાન જૈન શાસનના મૂર્ધન્ય નેતા પૂ. આ. ભગવંત રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા અમારા ભવ ભવના તારણહાર બનજો, અમને ઉગારજે.