________________
; ગુરુ ગુણ સ્તુતિ |
–પૂ. સાધ્વીશ્રી તત્ત્વરત્નાશ્રીજી તારણહારા રક્ષણહારા અમ જીવનના આધાર... છોડી ચાલ્યા ગુરૂરાજ, થયા અમે નિરાધાર.... દહેવાણની પુણ્યભૂમિ પર, જેહનું જન્મ સ્થાન સહાય, પિતા છેટાલાલભાઈ, માતા સમરબેન, ત્રિભુવન નામ ધરાય, બાલ્યવયથી આતમ એને, ધમ રંગે રંગાય છોડી...૧.
જ્યારે ભરવૌવન વય આવે, સંયમના સ્વાંગ સજાવે, ગુરૂ પ્રેમસૂરિ મહારાજા, રામવિજયજી નામ ધરાવે, જ્ઞાન ધ્યાનની અપૂર્વ મસ્તીએ, સહુના મન ડેલાવે છોડી...૨ નિહિતા, નિસ્પૃહતા, નિડરતાથી દીપતા, સમતા, સરળતા, સંયમીતા, ત્રિવેણી સંગમે એપતા, રમ્ય, સૌમ્ય, મધુર સ્વભાવે, સૌના મન બહેલાવતાછેડી..૩ નહીં માન અને અપમાન, હતું શાસ્ત્રનું ઉંડુ જ્ઞાન, રાખે નહીં અભિમાન, હતી હૈયે જિનની આણ, પ્રસન્નતાની મૂર્તિ તમારી, કદીયે ન વિસરાય છોડી...૪ તપાગચ્છના કેહીનૂર હીરા, જૈન શાસનના સિતારા, હજારોના તારણહાર, શ્રી સંઘમાં હતા સહારા, હતે આતમ એને ત્યારે, સંયમના સથવારા છોડી...૫ કમલ કાયામાં વેદના ભારી, પણ અપૂર્વ સમતાધારી, નમે અરિહંતાણું કરતાં કરતાં, અરિહંત બોલતા બોલતા, માયું* મેહની સામે તીર, આતમને ઉગારી લીધે છોડી ૬ નિષ્ફર એ યમરાજ ! શું કહીએ તને ઘણું આજ અમ સહુના શિરતાજ, તે છીનવી લીધા સૂરિરાજ, યાદ કરતાં ચાલે સહુની આંખે, આજે અશ્રુધાર છોડી...૭ સ્વર્ગવાસી એ દિવ! વરસાવે આશિષ એવા, અમ અંતરને એક અવાજ, કરીએ જિનશાસનની સેવા, કરૂં વંદન શિવપુર લેવા, વીકાર એ સૂરિદેવા !...છોડી...૮