________________
रागादिक्लेशगणनादनन्तदुःखप्रदाद्विमोचयति ।
यः सदुपदेश दानादुपकारी कोऽपरस्तस्मा ।। અનન્ત દુખોને આપનાર રાગ-દ્વેષાદિ કલેશોની જાળથી, સદુપદેશના દાનથી જે જગતને ? ર મૂકાવે છે તેના સમાન આ જગતમાં બીજો કેણ ઉપકારી છે?
આપણે આત્મા અનંતકાળથી આ સંસારમાં શાથી ભટકે છે તેનું સચોટ નિદાન છે આ સુભાષિતમાં મહાપુરુષે કર્યું છે તેમ તેનાથી મુકત થવાને ઉપાય પણ દર્શાવ્યો છે. છે
ખરેખર આત્માને સંસારમાં જે કંઈ ભટકાવનારા હોય, સાચું સમજવા ન દેનાર હોય, ને સમજવા છતાં પણ પકડાયેલી મમત ઢીલી ન મૂકવા દેનાર હોય અને તેથી જ લાખો .
દુરના દાવાગ્નિમાં બાળનારા હેય તે રાગ-દ્વેષ-મોહ-અજ્ઞાન આદિ કલેશે જ છે ને? આ રાગાદિને પરવશ પડેલા આત્માઓની શી હાલત છે તે માટે દુનિયામાં પણ કહેતી છે કે
ભૂખ ન જુએ એઠે ભાત
રાગ ન જૂએ જાત કજાત ! ” અને આ વાત સંસારવતી સર્વ જીવોને અનુભવ સિદધ છે. 3 આ રાગાદિએ અનંતશકિતના ધણું એવા આપણુ આત્માને કે પામર ! કે ? બિચાર! કે ગુલામ બનાવી દીધું છે?
આ રાગાદિની ભયાનકતા જગતને જે કઈ સગજાવનાર હોય તે શ્રી વીતરાગ છે છે પરમાતમાઓ અને શ્રી વીતરાગ પરમાત્માના શાસનને પામેલા અને સમજેલાં આત્માઓ છે જ છે. કે જેઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવેની તારક આજ્ઞા મુજબ એકાંતે ઉપકાર બુદ્ધિથી છે 4 શ્રી જિનવાણીના અમૃત છાંટણાથી રાગાદિથી સંતપ્ત જાના હૈયાની આગને શીતલ– શાંત કરી રહ્યા છે. તે તેમના જેવો બીજે ઉપકારી કેઈ મનાય પણ ખરો?
આજે બીલાડીના ટેપની જેમ ઉપદેશ કે ફૂટી નીકળે છે. પવચન શ્રેણિઓ પણ છે { ગોઠવાય છે. પણ જો તેમાં રાગાદિને જ પિષવામાં આવે, રાગાદિ વધે તેવી જ પ્રવૃતિ ન સમજાવવામાં આવે છે તે ખરેખર ઉપદેશક નથી જ તેમ કહેવામાં વાધ આવે ખરે છે છે જે વક્તાઓ પણ આત્માના રાગાદિ ઘટવાને બદલે વકરે વધુ વિકૃત અવસ્થાને પામે 8 છે તેવા ઉપદેશ દે તે ક્ષત ઉપર ક્ષારક્ષેપ જ કર્યો ગણાય ને? તે માટે “તેજીને ટકોરે” અને “શાણાને શિખામણ સાનમાં સમજી સૌના
રાગાદિ કલેશે સર્વથા નાશ પામે તેવાજ ઉપદેશો અપાય તે આ જગત સર્વથા છે દુઃખથી મુકાય અને આત્માના અદ્વૈતાનંદની અનુભૂતિમાં મગ્ન બને સૌ. તેવા જ પ્રયત્ન T કરે તે જ ભાવના.
-પ્રજ્ઞાંગ