________________
૩૭૨ ૪
: જૈન શાસન (અઠવાડિક) આ રીતે બીજા એક સમાચાર છાપામાં હતા કે નિકેબારના ટાપુઓમાં ઉંદરને ઉપદ્રવ વધતાં પર્યાવરણને નાશ થતા પર્યાવરણના રક્ષણ માટે ઘુવડના દશ યુગલે તૈયાર કરીને ત્યાં મોકલતાં એક મહિનામાં ઉંદરનો ઘણે નાશ કરીને પર્યાવરણનું રક્ષણ કર્યું હતું.
આ બે સમાચાર વાંચતાં થશે જ કે શું પર્યાવરણ એ જીવદયા કે જૈન ધર્મ છે ? એટલે જીવદયા અને જૈન ધર્મમાં પર્યાવરણ હોઈ શકે પરંતુ પર્યાવરણમાં જીવદયા કે જૈનધર્મ જ છે તે યોગ્ય જણાશે નહિ. સંજય વોરાના લખાણ અંગે ખુલાસા માટે “મુકિત દૂતને ધન્યવાદ.
એકબર ૧૦ ના મુકિત દૂતના અંકમાં ઉપર મુજબ ખુલાસે પૂ.પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ. ના નામથી ખુલસે છપાય છે તેમાં જણાવ્યું છે કે- તા. ૨૬ ઓગસ્ટ ૯૧ ના અભિયાન સાપ્તાહિકમાં પેજ ૧૨ ઉપર સંજય વેરાએ લખ્યું છે કે–ચંદ્રશેખર મહારાજે એક વખત આ લખનાર પાસે એવી કબુલાત કરી હતી કે- પુષ્કળ શારીરિક શ્રમને કારણે મને પણ વ્યાખ્યાન કરવા માટે માઈક વાપરવાનું મન થઈ જાય છે પણ રામચંદ્રસૂરિજી મહારાજને વિચાર આવતાં એ વિચારની વરાળ થઈ જાય છે.'
કેકને ગુણાનુવાદ કરવામાં સંજય વોરાએ મારી બાદ બેઈ કરવાનું કેમ પસંદ કર્યું હશે ? મેં આવી વાત કરી કરી નથી હું આજે પણ અને ભવિષ્યમાં કયારે પણ માઇકમાં બેલનાર નથી કેમકે મને તેનાથી મુનિ જીવનને થનારા ગંભીર નુકશાનની પુરી જાણકારી છે. આથી વધુ લખવું ઉચિત જણાતું નથી. –પં. ચંદ્રશેખરવિજયજી ' આ ખુલાસે વાંચીને ઘણો સંતોષ થયો છે અને પુ. પાદ સિદ્ધાંતમહાઇધિ આ. ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પરિવાર માટે એજ યેગ્ય છે. સ્વ. પૂ. પાદ આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની છાયામાં પણ એજ હતું. અને માઈક વાપરનાર સાથે કઈ વહેવાર રહેતું નથી. તે જ પ્રણાલિકા જળવાઈ રહે તે જરૂરી છે. સંમેલન વાદીઓની એકતા થતાં આ સામે ખતરે ઉભે થયે છે માઈક, લાઈટ, વહીલ ચેર, સંડાસ, બાથ વાપરનારાને સંકટ થયેલ છે તેમાં સાવધાન નહી રહે તે પૂ. પ્રેમ સૂ. મ. ને માર્ગ નાશ પામશે.
મુક્તિ દૂતને પણ સંમેલનમાં દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય, અને નિત્ય જિનપૂજા અદિ અંગે જે કરા થયા છે તે માટે પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ. ને ખુલાસે પ્રગટ થાય તે પૂ. પાદ પ્રેમ સ. મ. ની માન્યતાને આંચ ન આવે અને માઇકની જેમ આ વિષયમાં શંકા હોય તે દૂર થઈ જાય.
શ્રી જિન શાસન જયવંત વતે એજ જરૂરી છે. ૨૦૪૭ આસો સુદ ૧૦ . ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર,
-જિનેન્દ્ર સૂરિ