________________
આ બધી વાતા ઉપરથી કલ્યાણકામી દરેક આત્માએ એ વાત સારી રીતે સમજે છે અને હૈયામાં માને છે કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવના ધમ મરજી મુજબ કરાય જ નહિ પરન્તુ આજ્ઞા મુજબ જ કરાય. આજ્ઞા મુજબ કરનાર આત્માં જ સઘળાય દુ:ખશ્રી મુકત થઇ સાચા અને વાસ્તવિક સુખાનું ભાજન બને છે. અન્યત્ર ણુ મહાપુરૂષએ કહ્યું છે કે—
"भमिड भवो अणतो तुह आणाविरहिएहिं जीवेहिं । पुण भमियव्दो तेहिं जेहिं नंगीकया आणा. ।। "
અર્થાત્-હે પરમતારક શ્રી વીતરાગ દેગ ! આપની આજ્ઞારહિત એવા પુરૂષા અનંતકાળ સુધી સંસારમાં ભટકયા છે. અને જેએએ આપની આજ્ઞા પણ અંગીકાર કરી નથી તેઓ પણ ઘણા કાળ સુધી સંસારમાં ભટકશે.’’
માટે હે આત્મન્ ! આ બધી વાતા ઉપર શાંતચિત્તે વિચાર કરી, તારૈ સસારમાં ન ભટકવુ... હાય, કોઇની આજ્ઞા માથે ન ઉપાડવી હોય તે। શ્રી જિનેશ્વરદેવને અને તેમની તારક આજ્ઞાના હૈયાપૂર્વક સ્વીકાર કર તે અલ્પકાળમાં ત્રિભુવન માન્ય—
પૂજ્ય ખનીશ.
તે અંગે પણ કહ્યું છે કે—
"जो न कुणई तुह आणं, सो आणं कुणइ तिहुअणजणस । जो पुण कुणइ जिणाणं तस्साणा तिहुअणे चेवं ॥ "
જે માણસે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને માથે નથી ચઢાવતા અર્થાત્ તેમની આજ્ઞાને માનતા નથી કે સ્વીકારતા પણ નથી તેમને ત્રણે લેાકના લેાકેાની આજ્ઞાને માનવી-સ્વીકારવી પડે છે અર્થાત્ અનેકના દાસપણાને માનવુ પડે છે.
અને જે આત્માએ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને માથે ચઢાવે છે, આજ્ઞા મુજબ પેાતાના જીવનને બનાવે છે, શકય આજ્ઞાનું પાલન કરે છે અને જે આજ્ઞા પ્રમાણે વત્તી ન શકાય તેની શ્રદ્ધા રાખે અને દુઃખ અનુભવે છે, તે પુરૂષની આજ્ઞા ત્રણ ભુવનનું લેાક માને છે અર્થાત્ આજ્ઞા મુજમ જીવી અલ્પ સમયમાં ત્રિભુવન પૂજય બની જાય છે.
માટે ભાગ્યશાલીએ ! હું યામાં એ વાત કાતરી રાખેા કે, ભગવાનની આજ્ઞા મુજબ જીવવામાં જ ધમ છે, મરજી મુજબ જીવવામાં નહિ, માટે કમમાં કમ આજ્ઞાના પ્રેમી તે ખના જ. અને આજ્ઞા મુજબ જીવવાના પુણ્ય પ્રયત્ન આદરી. આજ્ઞા મુજબ જીવાય તેના આનંદ, આજ્ઞા મુજખ ન જીવાય તેનું દુ:ખ અનુભવે. તે રીતે આજ્ઞાના જ પ્રેમી અને વિરાધનાના ડરવાળા બની સાચા આરાધક ભાવને કેળવી અલ્પકાળમાં જ આત્માની સુકિતને પામેા તે જ મૉંગલ ભાવના.