________________
૩૬૦ :
જૈન શાસન (અઠવાડિક)
જેરભેર થઈ રહી હતી તે કાળમાં “સંસાર માટે ધર્મ ન જ કરાય માટે જ ઘર્મ કરાય તેવું પ્રતિપાદન કરી અનેક ભવ્યાત્માઓને મોક્ષમાર્ગ માં સ્થિર કર્યા તે ઉપકાર આપનો કયારે પણ વિસરી શકીશું નહિ. ગમે તેવા પ્રલે ભનોમાં આ મોક્ષમાર્ગથી જરા પણ ચુત ન થઈએ તેવી દિવ્ય આશિષ હે પરમ કૃપાલુ ગુરુદેવ ! અમ ધારા ઉપર વરસાવ્યા કરે. આપને આ ગુણ અમારામાં પણ અસ્થિમજજા બને કે જેથી આપના ઉપકારના આંશિક ઋણ મુકિતને સંતોષ પણ લઈ શકીએ. આપની જેમ મુકિતનું રટણ જ અમારો વાસ–વિશ્વાસ-આશ્વાસ છે, આપની જેમ મુકિત જ અમારો પર્યાય બની રહે !
“શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.ની ગંહુલી” અમર રહો ઘણું ઘણું આ જગમાં મહારાજા શ્રી રામચંદ્રસૂરિરાજ રે,
ગુરૂજી જુગ જુગ અમર રહો (૧) ગુર્જર દેશમાં ગુરૂજી જનમ્યા, “પાદરા” શહેર મોજાર રે. ગુરૂજી (૨) માતા સમરથબેનના લાડીલા,
પિતા છે. ટાલાલના લાડીલા નંદકીર રે. ગુરૂજી (૩) બાળવયમાં વૈરાગ્ય થયે ને,
દીક્ષા લીધી ગંધાર ગામે હર્ષ અપાર રે. ગુરૂજી (૪) શ્રી પ્રેમસૂરિજીના શિષ્ય થાયને,
નામ રામવિજયજી સુખકાર રે. ગુરૂજી વ્યાખ્યાન વાચસ્પતિ પદ ધરાવેને,
ગચ્છાધિપતિ શાસનના શણગાર રે. ગુરૂજી (૬) સત્તર વરસે દીક્ષા લીધી, ઓગણએંશી વરસ સુધી
ચારિત્ર પાળીને, આયુ વરસ છનુ ધરનાર છે. ગુરૂજી (૭) એહવા ગુરૂજી જગમાંથી સીધાવી જાય છે,
જૈન જગતમાં હાહાકાર અપરંપાર છે. ગુરૂજી (૮) વિશ સડતાલીશ, અષાઢ વદી ચૌદસના,
- રાજનગરે સીધાવે સ્વર્ગ મજાર રે. ગુરૂજી (૯) શ્રી ગુરુરામ અમૃત જિનેન્દ્ર નમી સૌ જૈન જૈનેતર ગાવે,
સૌ સંઘ સાથે ધનસુખની આંખે અશ્રુધાર રે. ગુરૂજી (૧૦) કરિયા ધનજી સુખલાલ કારિયાણીવાળા (મલાડ)