________________
એકયિાળી
विवेकविहीनाः पशुभिः समाना ।
વિવેકવિકલ મનુષ્યા પશુ સમાન છે” એ આ આúકિતના સામાન્યા છે. પણ આ વાત આપણે આપણા જીવનમાં વિચારવી છે કે, આપણી કાઇપણ પ્રવૃત્તિ કેવા ભાવથી કરવામાં આવે છે ? વિવેક પૂર્વક કરવામાં આવે છે કે વિવેક રહિત પણે!
વિવેક રહિતપણે સારી પણ પ્રવૃત્તિ કરવામાં આવે તે તે રત્નજડિત પણ મેાજડી માથે ન ચઢાવાય તેની જેમ શાભાસ્પદ બનતી નથી.
વિવેકપૂવ ક ચંપકનું પુષ્પ ભગવાનના માથે કેવુ' શેલે છે !!
દુનિયાની પ્રવૃત્તિમાં પણ વિવેક વિકલતાને કોઇ જ વખાણતું નથી. સભ્ય લાક પણ જાણતા કે અજાણતા કોઈને પગ લાગી જાય તા પણ ‘Sorry-Pardon' આઢિ શબ્દોથી તરત જ એકરાર કરે છે.
જયારે ધર્માંના વિષયમાં વિવેક રહિતપણુ તા અત્યંત લજજાસ્પદ ગણાય તેમાં બેમત નથી. તેમાં પણ ભકત જેવુ. અનુષ્ઠાન તા વિવેક વિનાનું કેવું બને ? જે દેવ ગુરૂ-ધર્મીની ભકિત ભવના નિસ્તાર કરનારી છે તે ભક્તિમાં દેખાદેખીતું, હુંસાતુ સીનુ' સારા દેખાવાની વૃત્તિનું જોર વધે તા તે ભકિત પણ સાચા અર્થમાં ભકિત કહેવાય ખરી ? અતિ સર્વાંત્ર વચૈત્' આ વાત બધે જ લાગુ પડે ને? દુનિયા પણ ઘેલછાપણાની ભકિતને વખાણતું નથી પણ વખાડે છે! આજે માટે ભાગે ભકિત પણ શ્રીમ'તાઈનુ પ્રદેશÖન કે દેખાડાનુ' સાધન લાગતી હોય તે તેનુ કારણ સાચા વિવેકના અભાવ છે. જો વિવેકતત્ત્વ તેમાં ભળે તે તે જ ભકિત સાળે કળાએ દીપી ઉઠે, સર્વત્ર અનુમેદનીય અને.
વિવેકરહિતની ભકિત પશુતાને પમાડે છે અને વિવેકપૂર્વકની ભકિત માનવતાને ખીલની પ્રભુતાને પમાડે છે.
તે। આત્મન્ ! તું જ વિચારી લે કે તારે કયા માર્ગે જવુ' છે !
—પ્રજ્ઞાંગ.