________________
૨૭૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ઈન્કમટેક્ષ, ઉસ્માનપુરા, શાંનિનગર, વાડજ થઈ સાબરમતી આયંબીલ ભવન નજીક અગ્નિસંસ્કાર સ્થળે પહોંચી હતી.
પાલખીયાત્રા આ માર્ગો પરથી પસાર થઈ ત્યારે હજારે માણસે એ આચાર્યશ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજના અશ્રુભીની આંખે અંતિમ દર્શન કર્યા હતા. અને ભાવાંજલિ આપી હતી. માર્ગ ઉપર ઠેર ઠેર ઉકાળેલા ગરમ પાણીની પરબ અને સરખતેની પર માંડવામાં આવી હતી. જેમાંથી આ યાત્રામાં જોડાનારાઓને તેનું અમૃતપાન કરાવવામાં આવતું હતું.
યાત્રા દરમિયાન માર્ગ ઉપર મુંબઈથી ખાસ આવેલી શ્વેત વસ્ત્રધારી બુદ્ધિસાગર બેન્ડની સુરાવલીઓ ધીર-ગંભીર અવાજની તેની ધૂન રેલાવતી હતી.
પાલખીયાત્રા દરમિયાન માર્ગ ઉપર મહારાજશ્રીના અનુયાયીઓ પ્રસાદરૂપે ગુલાલની છોળો ઉડાડતા હતા. દેણું લઈને આગળ ચાલતા યુવાનની પાછળ ઊંટગાડીમાં બેઠેલાં જનેને રસ્તા પરથી દર્શનાર્થે ઊભેલી જનમેદની રૂપિયા વગેરે આપતી હતી. આ રૂપિયાના સિકકાઓને વષીદાનરૂપે દર્શનાર્થીઓની જનમેદનીને આપવામાં આવતા હતા.
ગચ્છાધિપતિની પાલખીની આસપાસ બૂટ-ચંપલ પહેરીને આવનારાઓને રોકવા માટે મજબૂત કેર્ડન કરવામાં આવી હતી. જેમાં પોલીસે પૂરતે સહકાર આપ્યો હતો.
મુંબઈથી આવેલા ભકતે સફેદ વસ્ત્રો પરિધાન કરીને ઉઘાડા પગે આગળ ચાલતા હતાં જે લોકોનું ધ્યાન ખેંચતા હતા. જયારે આ પાલખીયાત્રા સાબરમતી નગરમાં પ્રવેશી ત્યારે હજારો જેન–જેનતએ “જય જય નંદા... જય જય ભદ્દા”ના ગગનભેદી નારાઓ લગાવ્યા હતા. આ યાત્રા જેમ જેમ આગળ ધપતી જતી હતી તેમ તેમ હૈયે- હૈયુ દળાય તેવી ભીડ જામતી જતી હતી.
ગચ્છાધિપતિનું ચાતું માસ સાબરમતીમાં આવેલા શ્રી પુખરાજ આરાધના ભવનમાં હતું. તેથી સદ્દગતની પાલખીને આરાધના ભવન પાસે લાવવામાં આવી હતી. આ યાત્રા રામનગર જૈન દેરાસર ઉપાશ્રય પાસે આવી પહોંચી ત્યારે રામનગર ઉપાશ્રયમાં ચાતુ માસ બીરાજમાન ગચ્છાધિપતિ આચાર્યશ્રી સુબોધસાગર સૂરીશ્વરજી મહારાજ તથા તેમના શિષ્ય પરિવારે દર્શન કર્યા હતા.
આગળ વધી રહેલી આ પાલખીયાત્રા રામનગર નજીક આયંબીલ ભવનમાં આવી હતી જ્યાં તેમની પાલખી ફેરવવામાં આવી હતી.
આયંબીલ ભુવનની નજીકમાં આવેલા ખુલ્લા પ્લેટમાં બરાબરા છ વાગ્યે પાલખીયાત્રા આવી પહોંચી હતી જ્યાં હકડેઠઠ જનમેદનીએ મહારાજશ્રીના ભાવવિભોર હૃદયે અંતિમ દર્શન કર્યા હતા.