________________
1 પામવાની ભાવનાવાળાએ શ્રી સંઘપૂજા જેવા સુકૃત્યને શકિત મુજબ આચરવું જોઈએ, | શકિત મુજબ કરાતી એવી શ્રી સંઘપૂજાને શાસ્ત્રમાં બહુ ગુણકારી વર્ણવી છે.
ર-સાધમિક ભક્તિઃ સમાન ધમવાળા સાધર્મિક કહેવાય. તેવા સાધમિકેને ! નિમંત્રણ આપી યથાશકિત વિશિષ્ટ પ્રકારની ભકિત કરીને આસન અને વસ્ત્રાદિક આપવાં તથા આપત્તિમાં ડુબી ગયેલા તે ભાગ્યશાલિએને પિતાના ધનનો વ્યય કરીને પણ ઉદ્ધાર કરે. કહ્યું છે કે જે આત્માએ દીન આત્માઓને ઉદ્ધાર નથી કર્યો, સાધર્મિકોનું વાત્સલ્ય નથી કર્યું અને હૃદયમાં શ્રી વીતરાગદેવને ધારણ નથી કર્યા, તે આમાં પોતાને જન્મ હારી ગયેલ છે.
૩-યાવાત્રિક પ્રતિવર્ષ વધુ વખત ન બને તે એક વાર પણ (૧) શ્રી જિનમંદિરમાં અઠ્ઠાઈ મહોત્સવ રૂપ અષ્ટાબ્લિકા યાત્રા (૨) ભગવાનના બિંબને રથમાં પધરાવી યથાશકિત મહોત્સવ પૂર્વક આખા નગરમાં ફેરવવા રૂપ રથયાત્રા, અને (૩) શ્રી છે
શત્રુંજય, શ્રી ગિરનારજી આદિ તથા શ્રી તીર્થકર દેવાની જન્મ આદિથી પવિત્ર બનેલી છે ઇ કલ્યાણક ભૂમિએની કરવી જોઈએ. | ક-સ્નાત્ર મહોત્સવ : સર્વ પર્વોમાં અને તે ન બને તે દરેક વર્ષે એક વાર તો છે
ત્યમાં મહોત્સવ પૂર્વક શ્રી પેથડમંત્રીની જેમ સ્નાત્ર મહોત્સવ યેજ જોઈએ.
પ-દેવદ્રવ્યની વૃદ્ધિઃ ઋદ્ધિમાન શ્રાવકેનું આ એક પરમ કર્તવ્ય છે. જ્ઞાનિઓએ યોજેલા આ પરમ કર્તવ્યના પ્રભાવે આજે આપણે અનેક તીર્થોને ઉદ્ધાર થયે છે અને આ થઈ રહ્યો છે. અનેક જીર્ણ મંદિરોનો ઉધ્ધાર થયું છે અને થઈ રહ્યો છે. અનેક નૂતન છે. મંદિરોનાં નિર્માણ થઈ રહ્યા છે. દેવદ્રવ્યની વૃદ્ધિ અને રક્ષા અનેક પ્રકારે કરવાની શારામાં 8 જણાવેલી છે. તેની કોઇપણ પ્રકારે વર્તમાનમાં કે ભાવિમાં પણ હાનિ થાય, એવું કેઈ ! પણ કાર્ય આ કર્તવના મહત્વને સમજનારે મહાનુભાવ કરી શકે નહિ. આની રક્ષા ૬ અને વૃદ્ધિના લાભ અપરંપાર છે, તે એની હાનિના કે એને મનઘડંત ઉપયોગ કરવાના છે. કે કરવાનો ઉપદેશ આપવાના નુકશાન પણ અપરંપાર છે.
૬-મહાપૂજા : શાસ્ત્રમાં દર્શાવેલી વિવિ મુજબ વર્ષમાં એક વાર પણ છેવટે છે રીત્યમાં “મહાપૂજા અવશ્ય કરવી જોઈએ. તે સમ્યક્ત્વની નિર્મલતા અને શાસનની પ્રભાવના આદિનું કારણ છે.
૭-રાત્રિજાગરણ : અર્થ અને કામની સાધના માટે અનેક રાત્રિઓમાં જાગૃત રહેનારા આત્માએ તે વિશેષે કરીને પર્વના દિવસોમાં તથા તીર્થના દર્શન વખતે, પ્રભુના કલ્યાણકાદિ દિવસોમાં તથા ગુરૂનિર્વાણ દિવસાદિમાં રાત્રિ જાગરણ કરવું જોઈએ. રાત્રિજાગરણમાં ધર્મધ્યાન, ધર્મવિચારણા, પ્રભુભકિત, મહાપુરૂષોના ગુણગાન વગેરેને સમાન વેશ થાય છે. તેમાં આજે જે અનેક પ્રકારની વિકૃતિઓ પેદા થઈ ગઈ છે, તેને તે કદી પ્રોત્સાહન આપવા જેવું નથી. (જુઓ અનું. પેજ ૨૫૪ અને પછી ૨૬પ ઉપર) 8