________________
તા. ર૭-૮-૯૧ વર્ષ ૪ અંક ૩-૪ :
૨૧૭. ચૂડામણિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાનાં પટ્ટાલંકાર, પરમ શાસન પ્રભાવક તપગચ્છ ગગનદિનમણિ, જ્ઞાન-પર્યાય અને વયસ્થવિર, સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજનું અજોડ પ્રભાવક વ્યકિતત્વ આપણા સૌની નજરે ચઢી આવે તેવું છે. ત્રિભુવનપતિ શ્રી મહાવીર પરમાત્માની ૭૭મી પાટને આજે તેઓ અલંકૃત કરી રહ્યા છે. ૯૬ વર્ષના સુદીર્ઘ જીવનપંથમાં ૭૮ વર્ષને દીર્ઘ સંયમપર્યાય અને તેમાં ૫૪ વર્ષને સૂરિપદપર્યાય. પ્રભુશાસનની આરાધના, રક્ષા અને પ્રભાવનાના એટલા બધા પ્રસંગોથી ભરચક બનેલો છે કે કેઈ ભવિષ્યનો ઇતિહાસકાર તેની નોંધ લેવા બેસશે ત્યારે એ ઉજજવલ ઇતિહાસથી કેટલાં સુવર્ણ પૃષ્ઠો ભરાશે તે કલ્પનાતીત છે. આ કાળે અજોડ દેશના લબ્ધિના સ્વામી કહી શકાય એવા આ મહાપુરૂષે પિતાના સમગ્ર જીવન દરમ્યાન શ્રી વિતરાગ પરમાત્માના પ્રવચનની સુવિશુદ્ધ ધર્મદેશનાના ઘધ વરસાવી હજારો જનોના હૈયાને શ્રી વીતરાગદેવના ધર્મથી વાસિત બનાવ્યા છે. રાગ-દ્વેષની તીવ્ર ગથિને ભેદવા માટે અતિ તીક્ષણ કુઠારાઘાત જેવી તેઓશ્રીની મર્મસ્પર્શ વાણીનો મુખ્ય વનિ “સંસાર સુખનો રાગ ભૂંડે, દુખને
ષ મૂંડે, સાંસારિક- સુખ છેડવા જેવું, દુઃખ મજેથી વેઠી લેવા જેવું, છોડવા જે સંસાર મેળવવા જેવો માણા અને તેને માટે લેવા જેવું સંયમ...” આવાં અનેક ટંકશાળી વચનેની આસપાસ ઘૂમરાતે હોય છે. અદભુત તર્કશકિત અને અકાટય દલીલથી ઘુંટાઈને નીકળતી અર્થ ગંભીર વાણી દ્વારા શાસનનાં સત્યે તેઓશ્રી જે રીતે પ્રકાશિત કરે છે ત્યારે તેની સામે કટ્ટરમાં કટ્ટર વિરોધી પણ પ્રશ્ન ઉઠાવવાની હામ કરી શકતું નથી. કદાચ કરે છે તે તે વખતે એને એ સચોટ રદી મળે છે કે જે પ્રશ્ન કરનારનાં અને શ્રોતાઓના પણ સંશયને મૂળથી છેદી નાંખે છે. શ્રી જિનવાણીને યથાર્થ સ્વરૂપે રજુ કરવાની તેઓશ્રીની બેનમૂન કળા વર્તમાન કાળે ભાગ્યે જ કયાં જોવા મળશે.
આ મહાપુરૂષને વધુ સારી રીતે ઓળખવા માટે આપણે પચાસ-પંચાવન વર્ષ પહેલાનાં ભૂતકાળ ઉપર નજર નાંખવી જરૂરી છે. વિ. સં. ૧૯૮૫-૮૬ને એ સમય હતે. પૂજ્યશ્રી પિતાના તારક ગુરૂદેવની નિશ્રામાં એ કાળે મુંબઈ પધાર્યા ત્યારે શાસન સામે અનેક પડકારો ઊભા થઈ ચૂકયા હતા જડવાદ, સુધારાના નામે કુધારાવાદ, બાલદક્ષિાના નામે દીક્ષા માત્ર સામે રૂકાવટ, તારક ઘર્માનુષ્ઠાનની અટકાયત, દેવદ્રવ્યને યથેચ્છ ઉપયોગ જાતજાતની વિપરિત પ્રરૂપણાઓ ઈત્યાદિ અનેક શાસનવિરોધી પ્રવૃત્તિએને પ્રચંડ વાયરે ચારે તરફ વાઈ રહ્યો હતે. ભયંકર આધિને એ કાળ હતો. ધમી વગ ગુંગળાઈ રહ્યો હતો કે સમથે મહાપુરુષ આ આક્રમણને સામને કરવા આવી પહોંચે તેની પ્રતિક્ષા કરી રહ્યો હતે. એવામાં એ ધમી વર્ગના પુજે આ મહાપુરૂષો આ મુંબઈ નગરીમાં પધાર્યા, ત્યારે તેમના માર્ગમાં વિદનોની હારમાળા ઉભી કરવામાં વિરેવીઓએ કચાશ ન રાખી. પરંતુ અતિ દઢ મનોબળ, અખૂટ ધીરજ અને પ્રસન્નતા