________________
તા. ૨૭–૮–૯૧ વર્ષ ૪ અંક ૩-૪
તે હું ગચ્છ છોડવા પણ તૈયાર છું. ત્યારે આપે એમને પણ સત્ય સલાહ આપી હતી કે : “એકતા ખાતર સત્યને કદી છોડાય નહી.” ૦ આપની સેવામાં રહેવું બહુ કપરૂ કામ ગણાતું હતું. કેવળ શાસન-સિદ્ધાંત આંખે
જ ચાલવાની તૈયારી ઘરાવતે જ વર્ગ તાત્વીક રીતે આપની સાથે રહી શકતે
૦ અવસરે એકલા રહીનેય સત્યને જીવંત-જવલંત રાખવાના આપના દઢ નિર્ધારને કારણે જ આપની પાછળ ફના થઈ જવાની તૈયારીવાળા સત્યપ્રેમીઓ આપને સારી
એવી સંખ્યામાં મળ્યા હતાં. ૦ સમજાવી, પટાવી, પંપાળીને ભકત બનાવનારા હજી દુનિયામાં ઘણાં જોવા મળે છે. પણ સહજ રીતે બની ગયેલ ભકતને પણ અવસરે અવસરે કટુસત્ય પણ સંભળાવતા આપે કયારેય ખચકાટ અનુભવ્યું ન હતું. • શ્રી હસ્તગિરીજી મહાતીર્થની પ્રતિષ્ઠા સમયે – “તીર્થની આશાતના હવેથી નહી
થાય એવી શ્રી સંઘ સમક્ષ આપને ખાત્રી આપ્યા પછી પણ એ તીર્થના વહીવટદારે એનું પાલન કરતાં ન હોવાથી આપે “આ કાર્યમાં મારી સંમતિ નથી.” એ
સ્પષ્ટ ખુલાસે આપી આપે આપનું સ્પષ્ટ વ્યક્તિત્વ પ્રગટ કર્યું હતું. ૦ વચનસિદ્ધ ઉપાધ્યાયજી શ્રી વીરવિજ્યજી મહારાજ સાહેબનાં અંતરના આશીર્વાદથી આપના પ્રવચનની શરૂઆત થઈ હતી. આપે છવનમાં કયારેય તૈયારી કરીને વ્યાખ્યાન કર્યું ન હતું એથી આપના ઉરમાંથી સહજરૂપે પ્રગટેલા શબ્દો માણસના હદયનું પરિવર્તન કરવામાં અમેઘ ગણતા હતા. ૦ આપના પ્રવચનમાં વાકયે-વાકયે શાસ્ત્ર, સંયમ અને મેક્ષ શબ્દ સાંભળવા મળતું
હતે. • આપ દુઃખીઓને એનું દુખ ભુલાવતા હતા, સુખીઓના સુખને કેદ ઉતારતા હતા. આપ ખરેખર દરેક વાતે અદ્દભુત હતા,
જગતમાં મર્યા પછી માત્રામાં મળી જઇને ભૂતકાળમાં ખોવાઈ જનારા માણસે ઘણાં છે. આપે તે જીવતાં જીવતર અજમાવ્યું હતુ અને મરતાં મૃત્યુને પણ મહત્સવરૂપ બનાવ્યું હતુ. મર્યા પછી પણ અમર બની જનારા નોખી માટીના આપ મનેખા મહામાનવ હતા. અમારું અંતર એક જ ઉપકાર કરે છે ?
ગુરુદેવ,
આ૫ અમર રહે,
અમર રહો,
અમર રહો,