________________
mon
વ-૪ અ'ક-૪૭-૪૮ તા. ૨૧-૭-૯૨ :
જીવનમાં કેઇ આન'પવ આવે ત્યારે હના સદેશ લઈને કાઈ આવી વ્યકિત પાસે પહોંચે તે એને એ વ્યકિત જે થીજેલાં હસ્મતથી જુએ છે એ સ્મિતથી જ હ, હું ના સ‘દેશક બંને સ્તબ્ધ બની જાય છે. એ સ્મિતમાં એક જ સવાલ હોય છે. હવે આ બધાંને શે। અથ?' આ સવાલની પાછળ અમાસની રાતના વેરાન અંધકાર ખંઠા હોય છે. આકાશમાં હજજારા તારાઓ હાવાં છતા અમાસની રાતમાં સૂનકાર જેમ ફેલાયેàાં રહે છે તેમ આનન્દ પર્વોની હાજરીમાં પણ હૈયામાં સૂનકાર જ હોય છે. અમાસની રાત તેા એકમ આવતાં જ વિદાય લે છે. પણુ જીવન પર આવી પડેલી આ અમાસ કદી વિદાય લેતી નથી. વિદાય આપવાના પ્રયત્ના એ અંધકારને વધુ ને વધુ ઘટ્ટ કરતાં હોય છે. અહીં હીબકાં લથડિયા ખાઇને થંભી જાય છે ધ્રુસ્કા અવાચક થઇને ગતિ ગુમાવી દે છે. આત્માની કે અંતરની મહાવ્યથા આવા સમયે દેખાય છે.
: ૧૦૯૧
શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મના નિર્વાણ પછી ગણધરોત્તમ શ્રી ગૌતમ સ્વામીએ જે વિલાપ કર્યાં તે આવી મહાત્ચામાંથી જન્મ પામ્યા હતા. આ વિલાપનુ જે વણુન શાસ્ત્રામાં કે રાસમાં જોવાં મળે છે તે સાગરના એકાદ માજા–સમાન છે. આ મહાવ્યથા શાન્ત થઇ ત્યારે શ્રી ગૌતમ સ્વામીજી મહારાજા તા કેવળજ્ઞાન પામી ગયા. પણ એ વ્યથાની પળેામાં એમના અંતરમાં જે જબ્બર સૂનકાર છવાયા હતા તે કલ્પનાતીત છે.
સુવિહિત-પરપરામાં અગ્રેસર પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા એક વરસ પૂર્વે સ્વત બન્યા ત્યારે આવી જ વ્યથા ઘણાંએ અનુભવી હશે. લેાકાએ માનેલું એ કરતાં વધુ ઉન્નત પુણ્ય જેમ એમના પડછાયા હતુ. તેમ લેાકેાની ધારણા કરતાં પણ વધુ પુણ્ય એમનુ' પેાતાનું હતું. અને લેાકેાએ માણેલી એ કરતાં અનેક ગુણી બધુ શ્રેષ્ઠ મહત્તા એમની હતી. એમની ગુણુગંગામા સ્નાન કરનાર પાવન બની જ જાય. એવી એમની પવિત્રતા હતી. આજે એમના વિષે વિચાર કરવા બેસીએ તા દિવસેાના દિવસેા પસાર થઈ જાય એટલા પ્રસ`ગા કે ઇતિહાસે કે ઘટનાએ એમના જીવનમાં બની છે. એ ઘટનામાં ચિર’જીવ બની ગયેલુ. એમનું નામ આજે અસંખ્ય લેાકેા આદશ ભાવે લે છે.
એમની નિશ્રામાં રહીને ઘણું ઘણું' કામ કરવાનું હતું. હજી તેા ઘણા ઇતિહાસે એમની પાસેથી મેળવવાના હતાં, હજી તેા ઘણી તકથાઓ કે જનકથાએ વહેતી જોવાની હતી. ઘણા રામાંચક પ્રસંગો એમના દ્વારા સર્જી શકાવાના હતા આજે એ નથી. જાણે આકાશ આખુ આગ વરસાવે છે. (અમે એમને મહારાજજી કહીને સંઐાધતાં) ‘મહારાજજી ગયા' આ વાત છેક જ અણુધારી છે. મહારાજજી ગયાં એટલે જાણે જીવન