SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અસત્યનુ પરિણામ સામાન્ય કથનમાં પણ કહેવાય છે કે, સત્ય એ આ સૃષ્ટિ ધારણ છે; અથવા સત્યના આધારે આ સૃષ્ટિ રહી છે. એ કથનમાંથી એવી શિક્ષા મળે છે કે, ધ, નીતિ, રાજ અને વ્યવહાર એ સત્ય વડે પ્રવર્તન કરી રહ્યાં છે; અને એ ચાર દ્વાય તે! જગતનું રૂપ કેવું ભયંકર હાય ! એ માટે થઈ તે સત્ય એ સૃષ્ટિનું ધારણ છે એમ કહેવું એ કઈ અતિશયાક્તિ જેવું કે નહિ માનવા જેવું નથી. વસુરાજાનું એક શબ્દનુ અસત્ય ખેલવુ કેટલું દુઃખદાયક થયું હતું તે તત્ત્વવિચાર કરવા માટે અહી હું કહુ છું. વસુરાજા, નારદ અને પર્યંત એ ત્રણે એક ગુરુ પાસેથી વિદ્યા ભણ્યા હતા. પત અધ્યાપકતા પુત્ર હતેા. અધ્યાપકે કાળ કર્યાં, એથી પર્વત તેની મા સહિત વસુરાજાના દરબારમાં આવી રહ્યો હતા. એક રાત્રે તેની મા પાસે એડી છે; અને પર્યંત તથા નારદ શાસ્ત્રાભ્યાસ કરે છે. એમાં એક વચન પર્યંત એવું ખેાક્લ્યા કે, અજા હ।તવ્ય.' ત્યારે નારદ ખાલ્યા : ' અજ તે શું, પર્યંત ?' પંતે કહ્યું : ‘અજ તે એકડા.’ નારદ ખેલ્યા : ‘આપણે ત્રણે જણ તા પિતા કને ભણતા હતા, ત્યારે તારા પિતાએ તે અજ” તે ત્રણ વર્ષની “ત્રીહિ” કહી છે; અને તું અવળુ' શા માટે કહે છે ?' એમ પરસ્પર વચનવિવાદ વચ્ચેા. ત્યારે પરંતે કહ્યું : ‘આપણને વસુરાજા કહે તે ખરું. એ વાતની નારદે પણ હા કહી અને જીતે તેને માટે અમુક શરત કરી. પતની મા જે પાસે બેઠી હતી, તેણે આ સાંભળ્યુ’. ‘અજ’ એટલે ‘ત્રીહિ' એમ તેને પણુ યાદ હતું. શરતમાં પેાતાના પુત્ર હારશે એવા ભયથી પતની મા રાત્રે રાજા પાસે ગઈ અને પૂછ્યું : ‘રાજા ! “ અજ” એટલે શુ ?' વસુરાજાએ સબધપૂર્વક કહ્યું : એટલે ' શ્રીહી.'' ' અજ "" શ્રીમદ્ રાજચંદ્ર ત્યારે પર્વતની માએ રાજાને કહ્યું : ‘ મારા પુત્રથી “ ખેટકડા ' કહેવાયા છે, માટે તેનેા પક્ષ કરવા પડશે. તમને પૂછવા માટે તેઓ આવશે.’ વસુરાજા મલ્યેા : ‘હું અસત્ય કેમ કહુ? મારાથી એ બની શકે નહિ.' પતની માએ કહ્યું : ‘ પણ જો તમે મારા પુત્રને પક્ષ નહિ કરે। તા, તમને હુ` હત્યા આપીશ ’ રાજા વિચારમાં પડી ગયા કે : ‘સત્ય વડે કરીને હું મણિમય સિંહાસન પર અધ્ધર બેસું છું; લેાકસમુદાયને ન્યાય આપુ છું. લે.ક પણ એમ જાણે છે કે, રાજા સત્યગુણે કરીને સિંહાસન પર અંતરીક્ષ એસે છે. હવે કેમ કરવું ? જો પર્યંતના પક્ષ ન કરુ તેા બ્રાહ્મણી મરે છે, એ વળી મારા ગુરુની સ્ત્રી છે.' ન ચાલતાં છેવટે રાજાએ બ્ર.હ્મણીને કહ્યું : ‘તમે ભલે જાએ. હું પર્વતના પક્ષ કરીશ.' આવે। નિશ્ચય કરાવીને પર્વતની મા ઘેર આવી. પ્રભાતે નારદ, પત અને તેની મા વિવાદ કરતાં રાજા પાસ આવ્યા. રાજા અજાણુ થઈ પૂછ્યા લાગ્યા કે :‘ પર્વત, શુ છે?’ 'તે કહ્યું : ‘ રાજાધિરાજ ! “ અજ” તે શું ? કહેા.’ તે રાજાએ નારદને પૂછ્યું : ‘ તમે શું કહે। છે। ?' નારદે કહ્યું : ‘ ‘અજ’ તે ત્રણ વર્ષની “ ત્રાહ’”, તમને કર્યા ના સાંભરતુ ? ’ . * વસુરાજા ખાલ્યેા : ‘અજ' એટલે ખેાકડા”, પણ “ત્રીહિ” નહિ.’ તે જ વેળા દેવતાએ વસુરાજાને સિ ંહાસનથી ઉકાળી ડુંડા નાખ્યા; વસુ કાળ પરિણામ પામ્યા. આ ઉપરથી આપણે સધળાએ સત્ય, તેમ જ રાજાએ સત્ય અને ન્યાય અને ગ્રહણ કરવા રૂપ છે, એ મુખ્ય ખેધ મળે છે. જૈ પાંચ મહાવ્રત ભગવાને પ્રણીત કર્યાં છે; તેમાંના પ્રથમ મહાવ્રતની રક્ષાને માટે, બાકીનાં ચાર વ્રત વાડ રૂપે છે. અને તેમાં પણ પહેલી વાડ તે સત્ય મહાવ્રત છે. એ સત્યના અનેક ભેદ સિદ્ધાન્તથી નક્કી કરવાના છે. * પાંચ મહાવ્રત—અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મય અને અપરિગ્રડ,
SR No.537030
Book TitleAashirwad 1969 04 Varsh 03 Ank 06
Original Sutra AuthorN/A
AuthorM J Gordhandas, Kanaiyalal Dave
PublisherAashirwad Prakashan
Publication Year1969
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Aashirwad, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy