________________
નિત્ય યાદ રાખો પરીક્ષામાં પાસ થયા છે તે ફુલાશે નહિ. ભવિષ્યમાં પરિશ્રમ કરવાનું ચૂકશે નહિ. નાપાસ થયેલા મિત્રો પ્રતિ સહાનુભૂતિ
દાખવવાનું ભૂલશે નહિ. સુખમાં કુલાશે નહિ. સફળતામાં ફુલાશો નહિ. સંપત્તિમાં ફેલાશે નહિ. અધિકારમાં કુલાશે નહિ.
સુખમાં ભગવાનને ભૂલશે નહિ સુખમાં ધર્મને ભૂલશે નહિ. સુખમાં દુખીઓની સેવા ચૂકશે નહિ.
સુખમાં મૃત્યુને ભૂલશો નહિ. ફૂલોથી શોભતું વૃક્ષ પણ પાનખરમાં ઠૂંઠું બની જાય છે ખીલેટાં પુષ્પો ખરી પડે છે. પૂરમાં ફાલેલી નદી ફરીથી સુકાઈ જાય છે.
સફળતામાં કુલાયેલે માનવી અહંકારી બની જાય છે. અહંકારી મનુષ્ય પરિશ્રમ કરી શક્તા નથી.
પરિશ્રમ ન કરનારો માનવી નિષ્ફળ નીવડે છે. સંપત્તિમાં કુલા માનવી દુ:ખીઓને તિરસ્કાર કરે છે. દુઃખી-દુર્બલેને આત્મા એને શાપ આપે છે. દુઃખી જનોના નિસાસાં તથા શાપથી સંપત્તિ અને સુખને
નાશ થાય છે. ક્યારેય ફુલાશો નહિ. ક્યારેય ગર્વ કરશે નહિ કોઈને તિરસ્કાર કરશો નહિ. દીન-દુઃખીઓની સેવા કરવી ભૂલશો નહિ.
ભગવાનનું સ્મરણ કરવું ચૂકશો નહિ દુઃખમાં સ્મરણ સૌ કઈ કરે, સુખમાં કરે ન કેય જે સુખમાં સ્મરણ કરે, તેને દુઃખ કદી ના હોય.