________________
સર્વ સુક્ત્તિન: સ
q : ૧]
સસ્થાપક
વેન્દ્રવિજય
“જય ભગવાન'
*
અધ્યક્ષ કૃષ્ણાકર શાસ્ત્રી
સપાદનસમિતિ એમ. જે. ગણનાય નૈયાલાલ છે
માનદ્ વ્યવસ્થાપક
( શિવરાક્તિ –
કાર્યાલય ભાઉની પે।ળની મારી પાસે,
રાયપુર, અમદાવાદ–૧. ફોન ન. પ૩૪૭૫
વાર્ષિક લવાજમ ભારતમાં રૂા. ૩-૦૦ વિદેશમાં શિલિંગ ૬-૦૦
सत्यम् शिवम् सुंदरम् ।
માશીર્વાત
સવત ૨૦૨૩ વૈશાખ-જે : જૂન ૧૯૬૭
[ c** : ૮
પ્રકાશ અથવા પ્રસાદની પ્રાપ્તિ
रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् । आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ॥ ७ માણસ જે ખૂમ તાલાવેલીથી ઇંદ્રિયાને ભાગવવાના પદા ઉપર તૂટી પડે છે, તે એનામાં રહેલી તૃષ્ણા, વાસના, માસક્તિ, ગરીબાઈ અથવા દીનતા ખતાવે છે. જે માણસ તૃષ્ણા વિનાના, ભરલા અને સ્વાધીન ઈંદ્રિયાવાળા હૈાય છે તે સમતાથી પદ્માનિ સ્વીકારે છે. ગાયાને શ્વાસ નાખતા હૈાય એ રીતે ઇંદ્રિયા દ્વારા પદાર્થોના ઉપભાગ કરે છે.
ખૂબ આસક્તિથી ઇંદ્રિયાના ભાગે ભાગવનારા માણસ એમ સમજે છે કે હું' પાને ભાગવું છું, પરંતુ ખરી રીતે તા એમાં તૃષ્ણારૂપી ડાકણુ દ્વારા તે પાતે જ ભેગવાતા જતા હૈાય છે.
આખી જિંદગી ખૂબ આસક્તિપૂર્વક ભાગના આસ્વાદ લીધા કરનાર અને માયામમતામાં રચ્યાપચ્યા રહેનાર લેાકાની ઇંદ્રિયાની શક્તિ તા હણાઈ ગયેલી જોવામાં આવે જ છે, સાથે તેમની ખુદ્ધિ, સમજણુશક્તિ અને સ્મરણશક્તિ પણ દુરાઈ ગયેલી જોવામાં આવે છે. શરીરના નાશ પહેલાં જ સ્મૃતિભ્રંશ અને બુદ્ધિનાશરૂપે મૃત્યુના ગ્રાસ તે બની ચૂકયા હૈાય છે. શરીરના નાશ એ મૃત્યુ નથી, પણ માણુસ અત્યંત આસક્તિપૂર્વક ભાગે ભાગવીને જે પાતાના તેજના, પ્રકાશના, સ્વત્વના નાશ કરનારા મૃત્યુનું જાતે જ નિર્માણ કરે છે, તે મૃત્યુ ભયંકર છે. સ'સારમાં અનાસક્ત રહેનાર સ્વાધીન ઇંદ્રિચાવાળા મનુષ્ય છેક વૃદ્ધાવસ્થામાં પણ ઉત્કૃષ્ટ બુદ્ધિ અને સ્મૃતિથી યુક્ત રહી શ્રીકૃષ્ણ અને ગાંધીજીની જેમ આત્મપ્રકાશ અને આત્મપ્રસાદને અનુભવતા હાય છે અને તેને જ પ્રાપ્ત થતી હોય છે.