________________
શ્રા. ઓચ્છવલાલ ગોરધનદાસ શાહ ટાઈલ્સવાળા
ખાડિયા ચાર રસ્તા, અમદાવાદના સૌજન્યથી
સદૂભાવ પ્રસાદી : : પાપ અને પુણ્ય કેવળ આનંદના અનુભરનું નામ “પુણ્ય છે. અને દુર્બળતા, ભય તથા અશાન્તિના અનુભવનું નામ “પાપ” છે
સારા કામમાં આનદ થાય છે તેથી તે પુણ્ય છે અને બૂરા કામમાં ભય થાય છે, અશાતિ થાય છે, દુર્બળતા ઉત્પન્ન થાય છે તેથી તે પાપ છે.
પ્રયકાર્યમાં આનંદ થાય છે તેનો અર્થ એ છે કે તેમાં આપણે આનંદસ્વરૂપ ભગવાનનો સ્પર્શ પામીએ છીએ. આ આનંદને જબરજસ્તીથી કયાંયથી લાવવો પડતો નથી. એ આનંદ આપે જ અંદરથી પ્રવાહિત થઈને ચંદનીની પેઠે ચારે તરફ ફેલાઈ જાય છે. જે કામમાં સાચો આનંદ નથી મળતો, જે કામ પરલોકમાં ફળ મળવાની આશાથી કરવામાં આવ્યું હોય છે, તે કામ પુણ્યકર્મ નથી પણ પુણ્યથી ઠગાવાની જાળ છે.
હું પાપ કરી રહ્યો છું એવું ભાન રહે તે પણ પાપનું ભાન ન થાય તેના કરતાં સારી અવસ્થા છે. તે આમ બતાવે છે કે પાપનું ભાન પણ ન થાય એટલું હજુ મન કઠેર બની ગયું નથી. ખરાબ કામો કરતાં કરતાં મનમાં એટલી જડતા આવી જાય છે કે પછી તેમાં પાપને અનુભવ નથી થતો. આ અવસ્થા ખૂબ જ કઠોર (અધમ) અવરથા છે.
ખરાબ વસ્તુને મનુષ્ય જ્યારે ખરાબ તરીકે સમજી શકે છે ત્યારે તે અવસ્થા બહુ સારી છે, પરંતુ ખરાબ વસ્તુને મનુષ્ય જ્યારે સારી ગણીને તેમાં પ્રવૃત્ત થાય છે ત્યારે તેનાથી વધુ ભયાનક અવસ્થા ક૯પી શકાતી નથી.
પરનું કલ્યાણને ઇરછતા નુષ્યને માટે પાપ જેમ ત્યાજ્ય છે, તેવી જ રીતે પુણ્યફળ પણ છોડવા યોગ્ય છે. પુણ્યફળ પણ એક પ્રકારનું બંધન છે. મનુષ્ય જ્યારે પરલોકમાં સ્વર્ગ મળવાની આશા રાખીને કામ કરે છે ત્યારે તે પોતાને હજ વાસનાઓની સાંકળમાં જકડી લે છે. પરંતુ આ બંધનને ખોલ્યા વગર છૂટકે થતો નથી. નિષ્કામ કર્મ બંધનને ખેલે છે. પુણ્યકાર્યો કરવા જોઈએ, પરંતુ તેમને નિષ્કામ ભાવથી કરવાની જરૂર છે. સંયમ.
મન હમેશાં ભોગ તરફ જવા માગે છે તેને ખેંચીને પોતાના વશમાં કરવું એનું નામ “સંયમ’ છે. સંસારમાં બધા મનના ગુલામ છે પરંતુ મન જેનું ગુલામ છે તે જ સાચા મનુષ્ય છે.
જીવનના વિકાસ માટે મુખ્ય કામ એ કરવાનું છે કે “મન આપણે આધીન રહે, આપણે મનને આધીન ન રહીએ.'
મનની અંદર બે પ્રકારની ભાવના છે. એક પ્રવૃત્તિ તરફ લઈ જનારી અને બીજી નિવૃત્તિ તરફ લઈ જનારી. ભોગ કરતાં કરતાં પ્રવૃત્તિ વધી જાય છે અને સંયમ કરતાં કરતાં નિવૃત્તિ બળવાન બને છે.
જેના જીવનમાં કશો સંયમ નથી તેનું જીવન મોટે ભાગે હવાના આધારે ચાલનારી નાવ જેવું છે. પરતુ ધારેલે સ્થળે તે ત્યારે જ જઈ શકાય છે કે નાવિક જ્યારે પિતે હલેસાં લઈને તેને હંકારે છે.
મનુષ્યનું મન તરફ ભમતું રહે છેઆ જ એની દુર્બળતા છે, સંયમની લગામ ખેંચીને ચાર તરફ વેરાઈ જતા મનને એકઠું કરવું જોઈએ મન જેટલું એકઠું (એકાગ્ર) થાય છે તેટલું જ તે શક્તિશાળી બને છે
રયમનું વ્રતની માફક પાલન કરવાથી મનુષ્ય મહાન થાય છે, પરંતુ આ સંયમ મનુષ્ય સ્વેચ્છાએ (રાજીખુશીથી) સ્વીકારેલો હોવો જોઈએ.