SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ] આશીવાદ જૂન ૧૯૬૭ ઓમ 'ની અખંડ ઉપાસનાને લીધે તેમને ય થી ઋત, ભૂમાં કે પૃષન તરીકે વર્ણવાયેલા પરમ સત્ય ૪ સુધીના બધા અક્ષરાનું સ્વયં જ્ઞાન પ્રાપ્ત સ્વરૂપી બ્રહ્મતત્ત્વને ઓળખાવનાર જે વિવિધ જ્ઞાનથયું હતું; અને ત્યારે જ તેમનામાં સિસૂત શક્તિનું ગાન કર્યા હતાં તેને વેદગાન કહે પ્રટન થયું હતું. આ પતિના પ્રતાપે તેમણે મુખ્ય ચાર ભાગ પાડવામાં આવ્યા છે. પ્રયાગ તીર્થ ક્યાં આવેલું છે? મનુષ્યનું જીવન ત્રણ અંગોનું બનેલું છે. જ્ઞાન, ભક્તિ અને કર્મ. જ્ઞાન એટલે બુદ્ધિ. વધુ ભણેલે, વિદ્વાન, પંડિત, વકીલ, બેરિસ્ટર–આ બધામાં બુદ્ધિને વિકાસ છે. ભક્તિ એટલે લાગણી અથવા પ્રેમ. જેનામાં આ લાગણીનું અંગ શુદ્ધ અને બળવાન હોય છે તે માણસ દયાળુ, પરેપકારી, સત્ય અને નીતિને અનુસરનાર હોય છે. જ્ઞાન અને લાગણું એ બંનેમાં, માણસમાં જે બળવાનપણે રહેલ હોય તે અનુસાર કર્મો થાય છે. કેવળ બુદ્ધિશાળી માણસ પાપી અને ઘાતકી કામ કરતાં અચકાશે નહીં અને કેવળ લાગણીશીલ માણસ વેવલાઈ ભરેલો, કાયર, પિોકળ અને વિહ્વળ બની જશે. પણ મનુષ્યની અંદર જે બુદ્ધિ અને લાગણીનું જોડાણ થાય-બુદ્ધિ જે હૃદયની સાથે જોડાઈને ચાલે તે મનુષ્યનું જીવન પૂરેપૂરું શુદ્ધ અને વિકસિત બની શકે છે. અને ત્યારે તેનાં કર્મો પણ વિવેક અને પ્રીતિથી ભરેલાંશુદ્ધ અને યજ્ઞમય બને છે. જ્ઞાન એ મનુષ્ય જીવનની અંદર વહેતી ગંગા નદી છે, અને પ્રેમ અથવા લાગણી એ યમુના નદી છે. એ બંનેને સંગમ થવાથી જ પ્રયાગરૂપ એટલે યજ્ઞમય કમૅરૂપ તીર્થ ઉત્પન્ન થાય છે. જે મનુષ્યમાં ગંગા-યમુનાને સંગમ છે-જ્ઞાન અને લાગણીને સુમેળ છે તે મનુષ્ય પ્રયાગ તીર્થ સમાન છે. તેઓ પોતાનાં સત્કર્મો દ્વારા જગતને પવિત્ર કરે છે. આવા પુરુષની બુદ્ધિ આકાશ જેવી નિરભિમાની, પાપક અને સંકુચિતતાથી રહિત બની જાય છે અને તેમનાં હૃદય માખણ જેવાં કમળ અને કાચ જેવાં પારદર્શક તથા તેમનાં કર્મો વરરાદના જેવાં જગતનાં પ્રાણીઓને માટે જીવનપ્રદ બની રહે છે. આવા તીર્થ સ્વરૂપ મનુષ્યના જીવનમાં પરમાત્મા ઓતપ્રોત બની રહે છે અથવા આવા તીર્થસ્વરૂપ મનુષ્યના જીવન પરમાત્મામાં ઓતપ્રેત બની રહે છે. તેમનામાં પરમાત્માને પ્રત્યક્ષ અનુભવ પ્રકટ થાય છે. તેમનું જીવન સંસારનાં સુખદુઃખ, બંધન, વાસનાઓ અને પાપથી પર બની જાય છે. તુલસીદાસ કહે છે કે શ્રીરામચંદ્રજીનું આ ચરિત્ર તીર્થરાજ પ્રયાગ સમાન છે. બુદ્ધિ, હૃદય અને કર્મને મળને દૂર કરનાર આ અલૌકિક જડીબુટ્ટી છે. મનુષ્યના દૂષિત જીવનને શુદ્ધ કરનાર આ પારસમણિ છે. શ્રી “મધ્યબિંદુ
SR No.537008
Book TitleAashirwad 1967 06 Varsh 01 Ank 08
Original Sutra AuthorN/A
AuthorM J Gordhandas, Kanaiyalal Dave
PublisherAashirwad Prakashan
Publication Year1967
Total Pages25
LanguageGujarati
ClassificationMagazine, India_Aashirwad, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy