SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ર આ ટેકા, આ આધારે। દૂર કરવાની શકિત કેળવવા આ રચાવીશ કલાક માટે એકલા પડયા. પહેલાં તે એને ટેકાએ વિના ગમ્યું નહિ. અને એમ પ્રારભમાં તે। અને જ, તમે રાજ બીડી કે સિગારેટ પીતા હા તા એ ચાર દિવસ એના વિના તમને નહિ ગમે. પણ આઠ–દસ દિવસ જો નીકળી ગયા તેા પછી તમારામાં એવી સ્ફૂર્તિભરી તાકાત આવે, કે તમે જ હિંમતપૂર્ણાંક કહી શકે કે સારું થયું કે એક વ્યસન નીકળી ગયું. શિયાળાના દિવસેામાં જ્યાં સુધી ખાથમાં કૂદકા લગાવ્યા નથી, ત્યાં સુધી શરીર ધ્રૂજતું હાય છે, પણ ઠેકડા માર્યાં પછી ટાઢ બધી જ ઊડી જાય છે. એમ ટેકાએ જ્યાં સુધી છેાડયા નથી ત્યાં સુધી તમને બીક લાગે છે પણ એકવાર છેાડયા પછી ખસ મન મુકત બને છે. મુકિતના આનંદ ટેકાઓને છેડયા વિના મળતેા નથી. એક ભાઈએ મને પૂછ્યું: મહારાજશ્રી ! અમને આ આનંદના અનુભવ અહીં કેમ થતા નથી ? જવાબ આપ્યા: ભાઈ! તું અંધાયેલેા છે, ખંધાયેલાને મુકિતના આનંદ કેમ થાય ? ઉપર ગયા વિના નગરમાં શું થાય છે એ કેમ દેખાય ? શિખર ઉપર ગયા વિના શિખરની આસપાસનું અલૌકિક સૌન્દર્ય કેમ દેખાય ? તું જે ખીણમાં બેઠા છે ત્યાંથી તેા નહિ દેખાય. તારે બહાર જવું પડશે, મુકત થવું પડશે. આ માનસિક સ્વતંત્રતા (freedom) માણસને શકિતશાળી બનાવે છે. આ શકિતની અનુભૂતિ એ જ જીવનના આનંદ છે. મિત્રના કહ્યા પ્રમાણે આરે Listen દિવ્ય દ્વીપ carefully સાંભળવાના પ્રયત્ન કર્યાં. પણ જડવાદની વાતા એટલી બધી કાનમાં ઘૂસી ગઇ હતી કે અંદરના ઝીણા અવાજ જલી ન સંભળાયા. આજ આપણા કાન સુધી કાંઇ પહેાંચતુ નથી કારણ કે આપણું મન આખુ બગડી ગયું છે, મગજમાં ન ભરવાના વિચારે ભરાઈ ગયા છે. મન અને મગજ ન કરવાના વિચાર લઇ આવે છે. જે વિચારો નથી કરવાના એ આપણી સામે ફરી ફરીને આવે છે અને જે કરવા જોઈએ એ સ્મરણમાંય નથી આવતા. ગળ્યું ખાધા પછી ચા મેાળી લાગે છે, ચાના સ્વાદ લેવા ગળ્યાં અને ચાની વચ્ચે કાઇ તીખી વસ્તુ લેવી પડે છે; ભાજનના આ નિયમ છે. એવી જ રીતે જીવનના પણ એક નિયમ છે. તમે એટલું બધું ભૌતિક સાંભળ્યુ છે કે આત્માના અવાજને સાંભળવા માટે વચ્ચે શાંતિને, મૌનને break આવવે જોઇએ. પછી જ આત્માનુ ઝીણું ગુંજન તમારા કાન સુધી પહેાંચે છે. જડવાદના વિચારાની મન ઉપર થયેલી અસર લાંખા ગાળાની છે. આ અસર નીચે ટેવાયેલું મન વિચારોની પકડમાંથી છૂટતું નથી, છૂટી શકતુ નથી. આ પકડમાંથી છૂટવા માટે એકલા પડવુ પડે છે. આર જ્યારે એકલે પડયા ત્યારે એને ધીમે ધીમે અધું દેખાવા લાગ્યું. નૈસર્ગિક વાતાવરણુ, બાળકાના કિલકિલાટ, બધું મનને ભરવા લાગ્યું. એની માનસિક પરિસ્થિતિ બદલાઇ અને બધું જોવા લાગ્યા.
SR No.536826
Book TitleDivyadeep 1970 Varsh 07 Ank 04
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherChandulal T Shah
Publication Year1970
Total Pages16
LanguageGujarati
ClassificationMagazine, India_Divyadeep, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy