________________
દિવ્ય દ્વીપ
આંજી નાખે. પણ પૈસા જતાં એ મૂળ સ્થિતિમાં આવી પડે.
આ પ્રવચનમાળા અંદરથી પલટા લાવવા માટે છે. જ્યારે તમે અંદરથી પલટા કરતા થાઓ છે. પછી બહારનું પરિવર્તન એની મેળેજ સહજ રીતે જ આવતુ જાય છે.
અંદરનુ પરિવર્તન કાનાથી આવે છે ? પ્રજ્ઞાથી. પ્રજ્ઞાને વિસ્તાર જેમ જેમ થાય છે તેમ તેમ અંદરનું વ્યકિતત્વ બદલાતુ જાય છે.
એકવાર તમારુ વ્યકિતત્વ અદરથી બદલાઈ ગયું પછી તમે નવમાનવ બની ગયા, તમારા જીવન પ્રત્યેના મૂલ્યેા તમને સમજાયા. પછી તમે આ વિશ્વમાં રહેા ખરા પણ કોઇ જૂદી જ ભૂમિકાથી રહેા.
પણ તમે તે કહેશે કે અમારે આ જગતમાં રહેવાનું છે, સારા અને ખરાબને સામને કરવાને છે. અમારી સામે અનેક પ્રશ્નો છે. આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક, એ બધાના ઉકેલ કેમ કરવા?
પ્રશ્નો જરૂર તમારી સામે આવે છે પણ તમારે ભૂલવું ન જોઈએ કે દરેક પ્રશ્ન ઉત્તર લઇને જ આવે છે. દુનિયામાં એવા કેઇ પ્રશ્ન નથી જેના પેટમાં ઉત્તર ન છુપાયેા હાય.
તમે પ્રશ્ન જોઈને ગભરાઈ જાએ છે પણ ડાહ્યો માણસ તે સમજતા હોય છે કે પ્રશ્નની આસપાસ, કે પ્રશ્નમાં જ કયાંક ઉત્તર સમાયેલે છે અને મારે એને શેાધી કાઢવાને છે.
આ ઉત્તરને શેાધવા માટે શાન્ત પ્રજ્ઞાની, અને અંદર ઊભી થયેલી વ્યગ્રતાને દૂર કરનારી ધીરજની જરૂર છે.
પણ જે ઉતાવળ કરે છે, પ્રશ્ન આવતાં ગભરાઈ જાય છે તે ઉત્તર સામે હાવા છતાં પણ એને જોઈ શકતા નથી.
૪૯
તમારે લગ્નમાં જવાનુ` હાય, સમય થઇ ગયેા હાય અને એ જ વખતે કમાટની ચાવી કયાંક ગુમ થઈ જાય અને તમને પરસેવા પરસેવા થાય. મેાડું થાય છે પણ ચાવી મળતી નથી. તમે ગભરાઇ જાએ, એટલામાં તમારુ સ્વજન આવે અને પૂછે કે શું થયું? આટલા ગભરાઇ કેમ ગયા? તમે કહેા કે ચાવી જડતી નથી. ત્યારે એ હસીને શું કહે ? આ ટેબલ ઉપર શું પડ્યું છે? તમે હસીને જવાબ આપેઃ અરે, આ ચાવી અહીં પડી હતી ? મને તે। દેખાયું જ નહિ.
તમારી વ્યગ્રતા, તમારી ઉતાવળ, તમારા જલદી જવાના વિચારો આ બધુ એક ધૂમાડા બનીને તમારી બુદ્ધિને વિચાર કરતી બંધ કરે છે.
જીવનયાત્રામાં પણ આ જ સમજવાનું છે. પ્રશ્નાના ઉત્તર ક્યાંક ના કયાંક છે જ પણ એ જડે, એને શેાધીએ અને એમાંથી સમાધાન મેળવીએ એટલી ધીરજ આપણામાં નથી, બહુ ઉતાવળ છે. આપણને થાય કે હમણાં જ એના જવાબ મળવેા જોઇએ.
માથું દુ:ખે તે માથું શા માટે દુ:ખે છે એનુ` કારણ તે શેાધતા જ નથી.એનેસીન લઈને તરત માથાના દુઃખાવાને બંધ કરી દે છે. દુ:ખાવેા બે કલાક માટે બંધ થઈ ગયા એટલે પતી ગયું? પણ એ ભૂલી જાય છે કે બીજે દિવસે પા એ દુ:ખાવેા આવવાના, કારણ કે એનું કારણ શેાધ્યુ નથી.
આજે દરેક વસ્તુ માણસ તરત ઉકેલવા માગે છે પણ દરેક વસ્તુના ઉકેલ તરત હાતા નથી. એને તપાસવા, એનેા જવાબ મેળવવા અમુક સમયની, ઘેાડીક ક્ષણેાની આવશ્યકતા રહે છે.
તમારા જગતમાં મુસીમત ન હોય તે જિંદગી એક ક’ટાળેા બની જાય. મુસીબતાની વિવિધ રંગપૂર્ણી છે. માટે જ જીવન તમને જીવવા જેવુ લાગે છે.