________________
શ્રી જૈન વે. કા. હેરલ્ડ,
इदं तिलकमंजर्याः कथासंग्रहकारणम् । क्रियते सार मस्माभि रल्पाल्पन्यस्तवर्णनम् ॥ ४ ॥ अस्मिन् दृब्धास्त एवार्थास्त एव ननु वाचकाः । गुम्फविज्ञानमात्रेण मम तुष्टयन्तु सज्जनाः || ५ |
*
આટલા શ્લોકા ઉપેદ્ઘાતરૂપે લખી પછી કથાના પ્રારંભ કરે છે. સરલ શબ્દો અને અને સ્પષ્ટ અર્થમાં કથાના સંપૂર્ણ વૃત્તાંત આપવામાં આવ્યેા છે. જેની છા કેવલ તિલકમજરીની કથાજ જોવાની હાય અને મ્હોટી કથા ન વાંચવાની હાય તેના માટે લેખકના આ પ્રયત્ન બહુ ઉપકારી છે. બીજું પણ એક કારણ છે કે, જેમ તિલકમજરીની મૂલકૃતિ બહુજ અદ્ભુત છે તેમ તેની કથા પણ બહુ રમણીય છે. તેથી તે વ્યાખ્યાનમાં પણ મુનિએ વાંચી શકે અને સામાન્ય શ્રેતાએ પણ તે આનંદદાયક કથા સાંભળી આનંદ કંળવી શકે તેટલા હેતુથી પણ લેખકે આ ઉદ્યમ કર્યો હોય તેમ જણાય છે. આ ‘સાર’ ની પ્રતિ વિશેષ જોવામાં આવતી નથી તેથી આના ઉદ્ઘાર કરવાની ખાસ આવશ્યક્તા છે.
૫૧૬
આ ‘સાર'ને અક્ષરેઅક્ષર મળતા—એવાજ એક ખીન્ને દિગંબર સપ્રદાયમાં થઇ ગયેલા ધનપાલ’ નામના પંડિતના કરેલા ‘સાર' છે. એની પણ શ્લોક સખ્યા આના જેટલીજ (૧૨૦૦) છે. એમાં પણ અનુષ્ટુપ્ છંદોજ મુખ્ય છે. વિશેષતા આમાં એટલી છે કે, આની અંદર લેખકે, કયાની સુગમતા માટે, સા સા, સવાસે સવાસે લેાકાવાળા જૂદા જૂદા નવ વિશ્રામા (પ્રકરણા) પાડી દધા છે. અને દરેકના દર્સાપ્રસાયન, મિશ્રણમાગમ' ‘ચિત્રપટ્ટર્શન' આદિ સબંધ સૂચક નામેા આપ્યાં છે. તથા કાઇ કાઇ ઠેકાણે, રસની ઉચિતતા સાચવવા ખાતર થિંચિન્ની સમય’ વર્ણન લખવાનું, લેખક પ્રસ્તાવનામાં કબૂલ કરે છે. ઉપરવાળા ‘સાર'ની માફ્ક આમાં પણ લેખકે, કથાના પ્રારંભ કરતાં પહેલાં ૫-૬ શ્લેાકા પીઠિકારૂપે લખ્યા છે. ન્યાયની ખાતર તે શ્લોકા પણ ટાંકવા પડશે.
" श्रीनाभेयः श्रियं दिश्यात् यस्यांशतटयोर्जटाः । भेजुर्मुखाम्बुजो पान्त भ्रान्त भङ्गावाले भ्रमम् | १ | जडोऽपि यत्प्रभावेन भवेन्मान्यो मनीषिणाम् । सदासेव्यपदा मह्यं सा प्रसीदतु भारती ॥ २ ॥ नमः श्रीधनपालाय येन विज्ञानगुम्फिता । कं नालङ्कुरुते कर्णस्थिता तिलकमञ्जरी ॥ ३ ॥ तस्या रहस्यमादाय मधुवत इवादरात् । मन्दवागपि संक्षेपादुद्विरामि किमप्यहम् || ४ || कथागुम्फः स एवात्र प्रायेणार्थास्त एवहि । किचनवीन मप्यस्ति रसौचित्येन वर्णनम | ५ |