________________
૫૦૪
શ્રી. જૈન કે. કે. હેરલ્ડ.
વિના કર્મનેજ કાવ્ય કહેવામાં આવે છે. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય કહે છે કે કવિવર્સ જાદ” (કાવ્યાનુશાસન) અર્થાત અલૌકિક એવું જે કવિનું કર્મ છે તેજ કાવ્ય છે. લેકોત્તર કવિ જ કાવ્ય કરી શકે છે. તેવા કવિને તે પિતાના કર્મ-ક્ષેત્રમાં વિહરવા માટે ગધ કે પદ્ય બને પથી સાધારણ જ છે. તેની પ્રતિભાને પ્રવાહ, સ્કૂલના વગર જ સર્વત્ર વહી શકે છે. તથાપિ, સૂક્ષ્મ દ્રષ્ટિવાળા સહુને પદ્યમાર્ગ કરતાં ગધ-માર્ગ કઈક કઠિન અવશ્ય જણાવે છે ! સિદ્ધસારસ્વત મહાકવિ ધનપાલ તે એટલે સુધી વદે છે કે –
अखण्डदण्डकारण्यभाजः प्रचुरवर्णकात् । '
व्याघ्रादिव भयाघ्रातो गद्याव्यावतते जनः ॥ –અખંડ એવા દંડકારણ્યનું સેવન કરનાર અને રંગ બેરંગી એવા સિંહથી ભય પામી મનુય જેમ પાછો ફરવા જાય છે તેમ લાંબા લાંબા સમારોવાળા દેડકાયુક્ત અને બહુ અક્ષરવાળા ગદ્યથી પણ જન વિમુખ થાય છે! કવીશ્વરને એ અનુભવોલ્ગાર અનુભવી રસિકોને અક્ષરશ: સત્ય જણાય છે. એ જ કારણ છે કે અપરિમિત એવા કવિ-સમૂહમાંથી અતિ અલ્પ કવિઓ જ પિતાની પ્રતિભાને એ વિષમ જણાતા માગે ચલાવી ગધ-કાવ્ય રૂપી સાહિત્યના ભવ્ય મહાલયને ભૂષિત કરવાનું કઠિન કાર્ય સ્વીકાર્યું છે. એ કવિઓના પ્રયત્નના પ્રતાપે જ સંકુચિત-વિસ્તારવાળું હોવા છતાં પણ અતિ સુંદર એવા એ રસમંદિરમાં પ્રવેશ કરી, અસખ્ય રસ-પ્રેમીએ, પરબ્રહ્મના આનંદ સહોદર એવા એ રસાસ્વાદમાં લીન થઈ કૃતકૃત્ય થાય છે.
વાચકે આગળ આજે આ પ્રસ્તુત લેખ પણ એ સુંદર -મંદિરના એક અતિ ભવ્ય ભવનનું સામાન્ય સ્વરૂપ જ્ઞાપન કરવા માટે, ઉપસ્થિત કરાય છે. આશ્ચર્ય એ છે કે એ ભવનની ભવ્યતા અતિ આકર્ષક હોવા છતાં પણ બહુ જ વિરલ રસિકેએજ એને ઉપભોગ કર્યો હશે ! ' ઘણું થોડા સહદ જ એની અંદર પ્રવેશ કરી, સિદ્ધસારસ્વત ધનપાલના મધુર વચના મૃતનું પાન કરી, અને કવીશ્વરે કલ્પેલી રમ્ય સૃષ્ટિનું દર્શન કરી ચિત્તને ચમત્કાર કરનાર એવા પરમાનંદનો અનુભવ કર્યો હશે ! અવકન તે દૂર રહ્યું પરંતુ એનું નામ પણ, વિદ્વાનોના મોટા ભાગે નહિ સાંભળ્યું હોય !!
ઉપર કહેવામાં આવ્યું છે કે ગીર્વાણુ વાણીના કાવ્ય સાહિત્યનો ગદ્ય વિભાગ ઘણાં ડાં કાવ્ય-રથી જ અલંકૃત છે. સુબંધુ કવિની વાસવદત્તા, દંડીનું દશકુમાર ચરિત, ત્રિવિક્રમભટ્ટની નલકથા, બાણની કાબરી અને હર્યાખ્યાયિકા, ધનપાલની તિલકમંજરી અને કાયસ્થ કવિ સાહલની 'ઉદયસુંદરી આદિ પુસ્તકેથીજ ગીર્વાણુવાણીના ગધનું ૌરવ છે. નામોલ્લેખિત પુસ્તકમાંથી તિલકમંજરી કથાને વાચકોને પરિચય થાય તે હેતુથી તેના સંબંધમાં કાંઈક નીચે લખવામાં આવે છે,
૧ આ કથા અત્યાર સુધી પ્રકટ થયેલી જણાતી નથી. પાટણના જેન ભંડારમાં આની એક જણે પ્રતિ વિદ્યમાન છે. બાણુના હર્ષચરિતની માફક આ કથા આઠ ઉચ્છવા સેમાં રચાયેલી છે. આના સંબંધમાં વિશેષ જાણવાની જિજ્ઞાસાવાળાએ પંચમ ગુજરાતી સાહિત્ય પરિષદુ વાસ્ત, ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલે તૈયાર કરેલ “પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય ” નામને નિબંધ વાંચે.