________________
૪૧૨
શ્રી જૈન ક. કે. હેરલ્ડ.
આચાર્ય પિતાનું છ માસનું આયુષ્ય જાણી સંધ સાક્ષીએ આરાધના કરીને સંઘને કહ્યું-હારા સંસ્કાર વખતે વાયુ ઘણે ચાલશે-વાદળાં થઈને મેઘ આવશે. પછી યોગી ગગનથી નીચે આવશે. મહારા મસ્તક મણિને લેવાને આક્રમણ કરશે માટે મ્હારી કોડ ફેડવી. જો તેમ નહિં કરવામાં આવે તો આ દુષ્ટ જૈન શાસનને અજેય થશે. એ પ્રમાણે શિક્ષા આપી ગુરૂ સં. ૧૩૦૮ માં સ્વર્ગે પધાર્યા
विक्रमानन्द विश्वा भ्र चंद प्रमितवत्सरे ।
शुचौ शुक्ल चतुर्दश्यां स्वर्गेऽगान्मुनिपुंगवः ॥ १ ॥ સંસ્કાર સમયે શ્રાવકો જહેવા કેડને કેડે છે, હેજ ગગન ધ્વનિમાંથી ટી આ વ્યો. તે દેખીને હૃદય ફેડીને જટી મરી ગયો અને ગચ્છને અધિષ્ઠાયક છે. આચાર્યની હું, મર્યો મારીશ’ એ પ્રતિજ્ઞા પૂરી થઈ, - શ્રીયશોભદ્રસૂરિના સંબંધમાં આજ સુધીમાં બહુજ કમ એટલે નહીં એવું લખાયું છે. અને તેટલાજ માટે આટલું વિવેચનપૂર્વક, સં. ૧૫૮૨ માં બનેલા લાવણ્યસમયકૃત રાસ, ૧૬૮૩ માં લખાએલ સંસ્કૃત ચરિત્ર અને ઇશ્વરસૂરિલિખિત સં. ૧૫૫૭ને નાડલાઇન એક શિલાલેખ ઉપરથી આ ચરિત્ર લખવામાં આવ્યું છે. આ સિવાય ઈશ્વરસૂરિકૃતરાસ છે, પરંતુ તે હજુ સુધી મળ્યો નથી. માત્ર તે રાસમાંનું વચમાંથી એક પાનું (૮ મું પાનું) પ્રાપ્ત થયું છે.
યશોભદ્રસૂરિનો જન્મ ૯૫૭ માં, આચાર્યપદવી ૯૬૮ માં સાંડેરાવ અને મુડારામાં પ્રતિષ્ઠા ૮૬૮ માં અને ચેરાસીવાદ સં. ૧૦૧૦ માં કર્યાનું દીપવિજયકૃત સોહમકુલ પટ્ટાવલી રાસમાં જણાવવામાં આવ્યું છે. નાડલાઈના શિલાલેખ ઉપરથી એમ પણ જણાવે છે કે-નાડલાઈનું મોટું મંદિર યશોભદ્રસૂરિ અન્યત્રથી લાવ્યા છે. હેવીજ રીતે સહમકુલરત્ન પાવલી રાસમાં પણ વલ્લભીથી મંદિર લાવ્યાનું લખ્યું છે. પરંતુ જે સંસ્કૃતચરિત્ર અને રાસ ઉપરથી આ વૃત્તાન્ત લખવામાં આવ્યું છે, હેની અંદર લાવ્યા સંબંધી ઉલ્લેખ નથી. સોહમકુલરત્ન પટ્ટાવલીમાં આવેલું યશોભદ્રસૂરિનું તે વૃત્તાન્ત અને નાડલાઈને ૧૫૫૭ ને શિલાલેખ બને આ લેખની અંતમાં પરિશિષ્ટ “ક” અને “ઘ' તરીકે આપવામાં આવેલ છે.
ગોલવાડમાં અને વિશેષે કરી નાડલાઇમાં અત્યારે પણ જસિયા-કેશિયાની કેટલીક દંતકથાઓ ચાલે છે. તે દંતકથાઓ ઉપરના ચમકારોને લગભગ મળતા આવે છે. લોકે જસિયાથી યશોભદ્રનું અને કેશિયાથી કેશવ નામના યોગીનું ગ્રહણ કરે છે, પરંતુ વાસ્તવમાં તેમ નથી. યશોભદ્રસૂરિને હેની સાથે સ્પર્ધા થઈ હતી, તે યોગી બીજો છે, હારે કેશવસૂરિ નામના હેમના એક પ્રભાવિક શિષ્ય થયા છે. કેશવસૂરિનું વાસુદેવાચાર્ય પણ નામ હતું. આ કેશવસૂરિ તેજ છે કે જેઓ હસ્તિકુંડી ગચ્છના ઉત્પાદક હતા, અને હસ્તિકંડીના શિલાલેખમાં હેમનું નામ પણ આપવામાં આવ્યું છે.
૧ સંસ્કૃત ચરિત્રમાં આચાર્યને નિર્વાણ સંવત ૧૦૩૯ બતાવ્યું છે જ્યારે લાવણ સમયકૃત રાસમાં ૧૦૨૯ બતાવવામાં આવેલ છે યથા–
'विक्रम संवच्छर परमाण दस उगण त्रीसइ निरवाण'