________________
લાગ્યા તેથી તરત જ તેમના તરફથી ધન્યવાદ મળે એવી આશા તે આપણે ન જ રાખવી જોઈએ. આપણે ઈનામને માટે કામ નથી કરતા.. પૂર્વજોના લાયક પુત્ર તરીકે તેમની ભૂલને નમ્રભાવે સુધારી લેવાને માત્ર પ્રયાસ કરીએ છીએ. આપણું ધર્મબંધુઓને આપણી વાત ગળે ઉતારવાને માટે તપશ્ચય કરીએ છીએ, અંત્યજેને આજ સુધી તરછોડ્યા તેનું પ્રાતશ્ચિત્ત કરીએ છીએ.
સુધારાનું કામ સહેલું નથી. આપણે તે હમણાં જ શરૂ કર્યું છે. નાતીલાએના વિરોધ ને અંત્યજોની બેદરકારી વચ્ચે રહીને આગળ વધવાનું છે. કળ ક્યારે મળશે તે નક્કી નથી. રસ્તામાં ગાફલ રહીએ તો પગ લપસી પડવાનો ઘણો સંભવ છે. અંત્યજોને પિતાની ટેવો છોડતાં ઘણી વ્યાવહારિક અગવડો આવે છે. તેમની નાતમાં તેમની વાતો થાય છે. એવે વખતે તેઓ. આપણુ પર ચીડાય, તે પણ શાન્તિથી સહન કરવું જોઈએ. ગમે તેટલા અપૂર્વ આપણે હાઈએ તોપણ આપણને ધર્મને રસ્તો સૂઝયો છે, એટલે ઈશ્વરનો આશીર્વાદ આ પ્રવૃત્તિ પર છે જ એ વિષે મને પૂરેપૂરી ખાત્રી છે, અને તે જગસ્પિતા પાસે હું એ જ પ્રાર્થના કરું કે આ કાર્યની અંદર અમને બધાને તે સન્મતિ આપે અને દીન અંત્યજોનું દુઃખ જલદી દૂર થાય. પ્રભો ! એક દિવસ પણ વધારે તે સહ્યું જાય એમ નથી.