________________
૩૦૮
શ્રી જે.
. કે. હેરડ,
સર્વત્ર પ્રસર્યો હતો એ મુખ્ય વાતે ઇતિહાસ તપાસતાં ખરી ઠરતી નથી. ઉગ્રસેન અને શ્રી કૃષ્ણ સુમારે ૫૦૦૦ વર્ષ ઉપર દ્વારકામાં રાજ્ય કર્યું હતું, અને યદુ કૂળના ક્ષત્રિઓની સંખ્યા ઘણી મોટી હતી. એ પછી મૌર્ય વંશને અમલ ઇ. પૂ. ૩૧૪ માં એટલે જૈન ધર્મ સ્થાપનાર શ્રી વર્ધમાન સ્વામી સંવતની પૂર્વે ૪૭૦ વર્ષ પર થયા (જલાલ શાસ્ત્રીની કહેવા પ્રમાણે) તે પછી થોડી મુદતે ગુજરાતમાં થયું હતું. તે પછી ગ્રીક લોકોને અને ક્ષત્રપોને અમલ થયો તે સન ૩૦૮ સુધી ચાલ્યો. તે પછી ગુપ્ત રાજાઓને અમલ સન ૪૭૦ સુધી, વલ્લભિવંશ ૭૬ સુધી, ચાવડા વંશ ૪૬૧ સુધી, સોલંકી વંશ ૧૨૪રે અને વાઘેલા વંશ ૧૯૦૪ સુધી ચાલ્યો હતો. આ સિવાય ગુજરાતમાં ત્રાટક, ચાલુક્ય, રાષ્ટ્રટ અને બીજા ગુર્જર રાજાઓ પણ થઈ ગયા હતા. આ રાજાઓ ઘણે ભાગે ક્ષત્રિઓ હતા, અને તેઓ કેવળ જંગલી લોકો ઉપરજ રાજ કરતા હતા એમ નહોતું.
ચીનનો જ પ્રખ્યાત સાધુ હ્યુએનસાંગ સાતમાં સૈકામાં યાત્રા માટે હિંદુસ્તાન આવે, તેણે તે વખતને વલ્લભ રાજા બધ ધર્મને છે, તે પણ પાખંડ (અન્ય) મતનાં દેવળ આ. દેશમાં ઘણાં છે એમ જણાવ્યું છે. ગુપ્ત રાજાઓના શિકામાં તેમનું બિરૂદ પરમ ભાગવત લખ્યું છે, તથા તેમના શિલા લેખના મંગળાચરણમાં વામનજીની સ્તુતિ કરી છે, તે ઉપરથી જણાય છે કે તેઓ વિષ્ણુભક્ત હતા. વાભિ રાજાઓનાં તામ્રપટ ઉપરથી જણાય છે કે તેઓ શિવ ધર્મ પાળતા (માત્ર શિલાદિત્યે જૈન ધર્મ સ્વીકારેલો એ વાત ખરી છે) બોધ ધર્મ ઉપરથી ખશી લોકોનું મન સાતમા સેંકડા પહેલાં જુદા જુદા ધર્મો તરફ ભટકવા માંડ્યું હતું. અણહિલવાડ રાજ્યના વખતમાં જૈન અને શિવ એ બંને ધર્મને રાજા તરફથી આશ્રય મળ્યાં કરતે. રાજાઓ જૂદા જૂદા મતના આચાર્યો વચ્ચે વાદવિવાદ કરાવતા, અને જે સારો માલમ પડે તેને ઉત્તેજન આપતા. તે સમયે વૈદિક તેમ જૈન બંને ધર્મ પળાતા. વિષ્ણુ, શિવ, શક્તિ ને તેની સાથેજ જિન એમ તેની પૂજા થતી. કોઈએ એકજ ધર્મમાં આસક્ત થઈ જઈ બીજા ધર્મવાળાને પડ્યા હોય એવો રાજ થયા નથી. કુમારપાળ જેણે હિંસા માત્ર અટકાવી દીધી ને ઘણે અંશે જૈન ધર્મને સ્વીકાર કર્યો, તે પણ શિવ, શક્તિ આદિને ન માનતો એમ નથી. બધા રાજાઓ બંને ધર્મને ઉત્તેજન આપતા એમ લાગે છે, અને લેકે પણ તેજ રીતે વર્તતા સમજાય છે.”
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત, કાઠીઆવાડ કોઈ કાળે પણ જેનમય થયાં નથી, અને જેનનું સામ્રાજ્ય પણ થયું નથી. રા. ગોકળદાસે વલ્લભાચાર્ય વગેરેના દાખલા આપી વૈષ્ણવો વગેરેનું જણાવ્યું છે તે તે મુકાબલે આધુનિક સમયની વાત છે, પરંતુ રીવ અને વૈષ્ણવ ધર્મ તે ઘણું પ્રાચીન છે. શ્રી કૃષ્ણ પોતે સોમનાથ અને ગિરનારની જાત્રાએ બે વખત ગયા હતા. સોમનાથ મહાદેવ બાર જ્યોતિલિંગમાંના એક પ્રાચીન દેવ છે. એમને માટે નવું દેવાલય બંધાવવાની સૂચના શ્રી હેમચંદ્રસુરીએ પિતે સિદ્ધરાજને કરી હતી. ગિરનાર ઉપર જેમ જૈન દેવાલ છે, તેમ તેની ઉપરની ટ્રેક પર અંબાજી ને કાલિકાનાં દેવાલય છે. આબુરાજ ઉપર જેમ જૈન દેવાલયો છે, તેમ શિવનાં ને દેવીઓનાં દેવાલય જૂના વખતમાં પણ હતાં, અને ચંદ્રાવતીના રાજાઓ તેના ઉપાસક હતા. ચીનના હ્યુએનસાંગ સાધુએ પોતાના પ્રવાસના પુસ્તકમાં વાભિપુર (ઇ. સ. ૬૪૦) વિષે લખ્યું છે, કે “તેને
*ગુજરાતને પ્રાચીન ઇતિહાસ,