________________
જાની ગુજરાતી અને જૈન સાહિત્ય.
૩૦૭
જાની ગુજરાતી અને જૈન સાહિત્ય.
જૂની ગુજરાતી કેવી હતી, જ્યારે ઉત્પન્ન થઈ અને ક્યારથી બંધ પડી, એ પ્રશ્નો વાદગ્રસ્ત હોવાથી તે વિષે વિદ્વાનોમાં મતભેદ પડે એમાં નવાઈ નથી. શાસ્ત્રી વૃજલાલ કાળીદાસે ગુજરાતી ભાષાને ઇતિહાસ લખ્યો, ત્યારથી જૂની ગુજરાતીને અરિતત્વ તરફ પંડિતાનું લક્ષ ગયું. શાસ્ત્રી વૃજલાલ જાની ગુજરાતી સંવત ૧૧૦૦ થી ૧૫૦૦ ના અંત લગી ચાલતી હતી એમ જણાવ્યું છે, અને જે ઉદાહરણ આપ્યાં છે તે સંવત ૧૪૦૦ધા શરૂ થાય છે, તે સંવત ૧૧૦૦ થી ૧૪૦૦ સુધી જૂની ગુજરાતીની સ્થિતિ કેવી હતી તે જાણવાને સાધન મળતાં નથી. જૈન ગ્રંથની જે યાદી છપાઈ પ્રકટ થઈ છે તે જોતાં વહેલામાં વહેલો ગ્રંથ સં. ૧૪૧૨ માં લખાયાનું માલુમ પડે છે. રા. ગોકળદાસ નાનજીભાઇ ગાંધીએ ગુજરાત શાળાપત્રના જુનથી ઓગસ્ટના અંકમાં પ્રાચીન ગુજરાતી અને જૈન નામક લેખ આપ્યા છે, તેમાં સંવત ૧૩૧૫, ૧૩૨૭ અને ૧૩૬૧ માં લખાયેલા રાસા અને - પ્રબંધ ચિંતામણુને ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેમની ભાષામાં આપેલાં ઉદાહરણ ઉપરથી જે ઘેર દેખાય છે, તે વડે આપેલી સાલો વિષે શકો રહે છે, છતાં માનીએ કે સાલે ખરી છે, તે પછી ૧૧૦૦ અને ૧૨૦૦ એવાં બસે વર્ષો જૂની ગુજરાતી હયાત હતી તેના પુરાવા બાકી રહે છે. એ ભાષા સંવત ૧૫૦૦ ની આખર સુધી ટકી રહી નહોતી એવું મારું માનવું છે, અને તેના પુરાવા માટે આગળ ઉદાહરણ આપવામાં આવશે.
જૈન બંધુઓએ ગુર્જર સાહિત્યમાં બહોળે ભાગ લીધો છે, અને તેમના જૂના ગ્રંથો ટકી રહ્યા છે, તેને માટે તેમને ધન્યવાદ ધટે છે. દિલગીરી એટલી છે કે તેમણે પિતાના ગ્રંથો પ્રકાશમાં આણવાનો પ્રયત્ન સવેળા ન કર્યો, તેમ બીજા લોકોએ તે જોવાની પણ કાળજી ન રાખી. વૈદિક કેમોએ તે તરફ અભાવ રાખ્યો તે ધર્મના કારણે તથા ભાષા ન સમજવાથી દેવો જોઇએ. જૈન બંધુઓ હાલ એમ કહે છે, કે “પ્રાચીન ગુજરાતી ભાષાનું સાહિત્ય તે જેની પાસે જ છે અને ગુજરાતી ભાષાના મૂળ ઉત્પાદકે જેનેજ છે.” આ વાતમાં કેટલું સત્ય છે તેને નિર્ણય થવાની જરૂર છે. રા. ગોકળદાસ જણાવે છે કે “ગુજરાત અને કાઠીઆવાડમાં વિક્રમની દશમીથી ચૌદમી સદીની આસપાસ ઘણે ભાગે જેનોની સર્વોપરી સત્તા હતી. ” વળી છેવટમાં તે લખે છે કે “જેનોએ ગુજરાત તથા કાઠીઆવાડને સંપૂર્ણ આશ્રય લીધો ત્યારે તેમાં ભીલ, કાકી, કાળી વગેરે જંગલી જાતે વસતી હતી, તે જેનોની શેમાં દબાઈ ગઈ, જ્યાં જુઓ ત્યાં જૈન વેપારી, જૈન ધનાઢય, જૈન રાજા, જેન કાર્યભારીએ, જૈન ધર્મ એમ સર્વત્ર જૈનોનું સામ્રાજ્ય થતાં જૈનોની બે હજાર ઉપરાંત વર્ષની પ્રાકૃત ભાષા કે જે જેને બોલતા હતા તે દેશ ભાષા ( ગુજરાતી ભાષા ) તરીકે રૂઢ થઈ ગઈ. પાછલા સમયમાં વલ્લભાચાર્ય, રામાનુજ, સહજાનંદ સ્વામી વગેરેના આગમનથી જેન વર્ગમાંથી કેટલાક વૈષ્ણ, કેટલાક સ્વામી નારાયણી, શ્રી વૈષ્ણવ વગેરે થઈ ગયા, પરંતુ ભાષા તે મૂળનીજ રહી ગઈ તે અદ્યાપિ પર્યત બેલાય છે. ”
આ કથનની સત્યતા માટે અતિહાસિક સબળ પુરાવો જોઈએ. જૈનોએ સંપૂર્ણ આશ્રય લીધે, ત્યારે ગુજરાત, કાઠીયાવાડમાં જંગલી લોકો વસતા હતા, અને જૈન ધર્મ