________________
3०४
શ્રી જેન
જે. ઠે. હેરલ્ડ.
ભાષણકારને પિતાના ભાષણની દલીલે સામે પ્રતિસ્પદ્ધિઓની આવેલી દલીલે તેડવા માટે જેટલે હક છે તેટલો હક રા. ગોકુળદાસે વ્યાજબીપણે લઈ ઉપરોક્ત લેખ તે “સાહિત્ય ને અધિપતિપર પ્રસિદ્ધ કરવા મોકલી આપ્યો હતો, કારણકે અમુક લેખ જે પત્રમાં છપાયો હોય તેજ પત્રમાં તેને રદીઆરૂપે પ્રતિલેખ પ્રથમ મોકલવાને શિષ્ટાચાર છે, અને તે પચે તે ગંભીર ભાષામાં મનનપૂર્વક દલીલે (કે જે મનગમતી હેય યા ન હોય તેપણુ) વાળો હોય તે પોતામાં પ્રસિદ્ધ કરવો જોઈએ એ પણ શિષ્ટાચાર છે; પરંતુ આ લેખ સંબધે તેમ થયું ન હોવાથી એટલે સાહિત્ય પત્રે ન છાપેલો તેથી અમારા પર પ્રસિદ્ધ કરવા અર્થે મોકલાવી આપ્યો હતો. આ લેખ ઘણો લાંબે હતું તેમજ ખંડિત થાય તે પૂરી અસર કરનાર નિવડે તેમ ન હતો તેથી તેને આવા ખાસ અંકમાં પ્રસિદ્ધ કરી શકાય તે વધારે યોગ્ય છે તેથી આટલા બધા લાંબા કાળસુધી તેને અપ્રસિદ્ધ રાખવો પડે છે તે તે માટે રા. ગેકુળભાઈ અમને સંતવ્ય ગણશે.
હવે સાહિત્યમાં આવેલ ઉપર જણાવેલો રા. બ. ને લેખ તેમાં મૂકેલી કેટલીક દલીલ અમને મનગમતી ન હોવા છતાં પણ અત્રે આપવા અમારે ઉઘુક્ત થવું જોઈએ કે જે વાંચવાથી અરસ્પર મુકાબલે થતાં એક યા બીજી દલીલની સત્યાસત્યતા જણાશે. તેથી અમે આ પછીજ તેને સ્થાન આપેલું છે.
આ લેખના સંબંધમાં અમારું કેટલુંક વક્તવ્ય છે, પરંતુ તે પર જતાં ઘણું પ્રમાણોની જરૂર હોવાથી અવકાશાભાવે ન બોલતાં તે વક્તવ્યને થોડોક ભાગ સૂચનારૂપે અત્ર નિવેદન કરીશું. (૧) ગૌતમરાસાના કર્તાનું નામ “ઉદયવન્ત’ આપ્યું છે કે જે તેમાંની એક કડી પરથી કોઇપણ માની લે તેમ છે, પરંતુ રા. પુરનચંદજીએ તે બાબત પર લક્ષ ખેંચી બીજી કડીઓ પર ખાસ લક્ષ રાખી કર્તાનું નામ વિનયે પ્રભ” (ખરતરગચ્છીય) છે એવું પ્રમાણ સહિત બતાવી આપ્યું છે. (૨) તે ઉદયવન્તને “આદિકવિ કહી તેના સં. ૧૪૧૨ના સમયને જૈન ગૂજરાતીને પ્રારંભકાળ ગણું ત્યાં સુધી તે ગૂજરાતીની પ્રાચીનતા લઈ જવામાં આવેલ છે પરંતુ તે સમયની પહેલાંનાં (જૈન) ગૂજરાતી કાવ્યો પ્રાપ્ત થયેલાં અને થતાં હોવાથી તેની અગાઉ ઘણાં વર્ષો પહેલાં થયેલા કોઈ કવિને “આદિ કવિ” કહેવું પડશે એમ અમારું માનવું છે (૩) આદ્ય શંકરાચાર્યને ત્રેવીસો વર્ષ થયાં એ માન્યતાની સામે ઘણાં પ્રમાણે છે અને હાલની શોધખોળના પરિણામે તેમને આઠમાં સિકામાં મૂકવામાં આવે છે.
વળી વિશેષમાં પંચમ સાહિત્ય પરિષદમાં આ લેખને જે વિષય છે તેજ વિયપર એક નિબંધ રા. ગોકુળભાઈએ મોકલી આપ્યું હતું. તે નબંધ ઉતાવળથી લખાયેલું હોઈ ટુંક અને અલ્પ પ્રમાણવાળે છે તેથી તે અપેક્ષાએ આ લેખ વિશેષ ઉપયોગી નિવડશે.
-તંત્રી.