SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ શ્રી. જૈન વે. ૐા. હેરલ્ડ. જૈનમય થયાં નથી, અને જૈનનું સામ્રાજ્ય પણ થયું નથી. રા. ગાકળદાસે વલ્લભાચા વગેરેના દાખલા આપી વૈષ્ણુવા વગેરેનુ જાખ્યું છે તે તેા મુકાબલે આધુનિક સમયની વાત છે, શૈવ અને વૈશ્નવધર્મ તા ધણા પ્રાચીન છે. ” આ કથનમાં તેા રા. ખા. હરગાવિદાસભાઇનું વલણ ભાષાની પ્રાચીનતાથી ધર્મની પ્રાચીનતા તરફ્ સપક્ષ ખેંચાયું જણાય છે. સત્યવાતની સિદ્ધિ કરનારા તાણુખેંચ રહિત અને અપક્ષપાતી હાવા જોઇએ. ભલે વલ્રભાચાર્યના પુષ્ટિસપ્રદાય તથા શ્રી સ્વામીનારાયણુ મહારાજના ઉદ્દવસ'પ્રદાય નવીન ભત્ત તરીકે રહ્યા પરંતુ તેમાં જે જે વ્યાપારી વર્ગ પ્રતીત થાય છે તે તેની અમુક પેઢીના વડવામા તા જૈનજ હતા અને જે સાધારણ વર્ગ પૈકી કાળી, કાઠી, ખાજા, મેહાણા કણબી, વાધરી, ઢેડ, ચમાર, માચી વગેરે જાતા સ્વામીનારાયણ, વગેરે ધર્મ પાળે છે તે તે જાતા તેા સૈકા પહેલાં સાહિત્ય ખેડનાર તરીકેની ગણનામાંજ નહતા અને હજી પણ ભાગ્યેજ છે. એ હલકાવ જેવી જાતા તે! “રામ” નુ ભજન કરતી હતી કે જે રામ સાહિત્યક્ષેત્રમાં ખેડકરનાર વીતરાગ જૈતાને અને પરમતત્ત્વ, વેદાંતીને માનનીય છે. ામ” નામક પવિત્ર શબ્દમાં વિવાદ ન હતા પરંતુ વિવાદ ! સંપ્રદાયી વાડા બાંધવાવાળાએ ઉભા કરેલા છે. એમ વેદવિદ્ શ્રીમાન, ધ્યાનંદ સરસ્વતિનું પણ માનવું છે. એ વાડાવાળાએ રામનુ પરમે ત્કૃષ્ટ–પ્રેમથી ભજન કરતા નથી અને તેમની મહત્તા કાંઇક ઘટાડવાના હેતુથી મર્યાદા પુરૂ ષોત્તમ તે દાશરથી રામ અને પૂર્ણ-પુરૂષોત્તમ તે વૃંદાવનવાસી કૃષ્ણ વગેરે ભેદ દાખવે છે એવું પુષ્ટિપથના પુસ્તકો વાંચવાથી નિષ્પક્ષપાતી જનોને પ્રતીત થાય છે. વિના સમયે આ નાના અને આ માટા એવું જે કહેવું તેજ તકરારનું મૂળ છે. જ્યાં અભેદતા છે ત્યાં તકરાર શી!!! અને જ્યાં ભેદતા છે ત્યાં સંપની આશા શા!!! આધુનિક સમયમાં બ્રાહ્મણ સિવાયની ઘણીખરી કામેા પૈકી જે જે વ્યાપારી વર્ગ સ્વામીનારાયણુ, પુષ્ટિપથ, ખીજડાપ'થ, વગેરે પાળે છે તે તે તપાસ કરતાં પ્રાચીનકાળમાં જૈતા હતા. દાખલા તરીકે ટાદમાં દાશીવાણી હાલમાં સ્વામીનારાયણના પંથમાં છે તે તથા સારડ વગેરે સ્થળે કેટલાક વાણીઆએ જામનગર એટલે નૃતનપુરીમાંથી શ્રીમાન મહેરાત ઠાકારે તથા શ્રીમાન દેવચંદ્રજીએ અઢીસે વર્ષ પહેલાં ચલાવેલા ખીજડાપથ એટલે નિજાનંદ સ ́પ્રદાય પાળે છે તેમના વડવાએ જૈનધમ પાળતા હતા. હાલમાં વલ્લભી સપ્રદાયમાં કેટલાક મેઢજ્ઞાતિના વાણીઆએ ચુસ્ત વૈષ્ણવ તરીકે પ્રતીત થાય છે તેમનામાં પણ કેટલેક સ્થળે તપાસ કરતાં, તેમના વડવાઓ પણ પ્રાચીન કાળમાં જૈનધર્મ પાળતા હતા એમ નિર્ણય થાય છે. ગત વર્ષના શ્રીજૈન શ્વેતાંબર કાનરન્સ હેરલ્ડના પર્પૂણુ અંકમાં એક ઐતિહાસિક પ્રશસ્તિ નામક લેખ છપાએલ છે તેની નોટમાં લખ્યું છે કે હાલમાં મેઢ વાણીઆ ઘણે ભાગે વૈષ્ણવે જોવામાં આવે છે, પણ ૩૦૦, ૪૦૦ વર્ષ પહેલાં ઘણા ભાગ એ જાતિના જૈનજ હતા એમ પ્રાચીન લેખાપરથી માલુમ પડે છે. હારે। જીન પ્રતિમાએ ભરાવેલી આજે વિદ્યમાન છે, માટા મેાટા પ્રતિષ્ઠા મહાત્સા તથા મહાન્ મંદિશ બનાવ્યાના લેખા ઘણે ઠેકાણેથી મળી આવે છે. વળી કળિકાળ સર્વજ્ઞ બધારક કુમારપાળરાજન પ્રતિખેાધક શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય પણ મેઢ જ્ઞાતિ કલાત્પન્નજ હતા. ગચ્છપ્રભાવક સામસુંદર સુરિના સદુપદેશથી ખભાત નિવાસી પર્યંત નામના મેઢ વાણી કે જે ચુસ્ત જૈનધમ પાળતા હતા તેણે પોતાના કલ્યાણ માટે શ્રી મહાવીર પ્રભુ પ્રણીત તપ:
SR No.536627
Book TitleJain Shwetambar Conference Herald 1915 07 08 09 Pustak 11 Ank 07 08 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages394
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy