SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અમારો પરિચય. ANAA રાઇસ ડેવીસ આદિ પાશ્ચાત્ય વિદ્વાનેના સંબંધમાં હું જે માનું છું તે આ પ્રમાણે છે: આ શેધકાએ હિંદ અને હિંદના ધર્મો સંબંધી શોધો કરવા જે પ્રયત્ન કર્યો છે તે અદ્ભુત છે. પરંતુ પ્રયત્નની દષ્ટિ શિવાય વસ્તુશોધિની દષ્ટિ લઈએ તો તેઓએ કરેલી શોધ અને તે પરથી તેઓએ દોરેલાં પિતાનાં અનુમાનોની સરખામણી કરતાં શોધ કરતાં પિતે દોરેલાં અનુમાન વધારે છે અને તે અનુમાનનાં ઘાટ (moulds) વિશેષે કરી પિતાની લાગણીઓ ( sentiments) પ્રમાણે પડેલાં છે. રાઈસડેવીસે એક સ્થળે શ્રી બુદ્ધભગવાનને એવા આકારે ચિન્નેલા છે કે જે સ્પષ્ટરીતે રાઈસ ડેવીસના સંસ્કારો ક્રિશ્ચીઅનપણની સર્વાગતાવાળા દેખાય. દિલગીર છું કે, આ લખતી વખતે, મને તે શબ્દો મૂળપણે સ્મૃતિમાં નથી; તેમ તે પુસ્તક મારી પાસે અત્રે નથી. અહીં મને વિષયાંતર કરતો ગણશો નહીં. મારે તમારા પ્રસ્તુત વિષયમાં જે જે સ્થળે રાઈસડેવીસ આદિ યુરોપ્ટન શોધકેના પ્રમાણે આપેલાં છે તેને જ માત્ર ઉદેશીને કહેવું જોઇએ એમ કેટલાકને લાગશે. તમોએ પ્રસ્તુત વિષયમાં એકત્ર કરી હકીકતો (facts) કયા શોધકના શેધપરથી લીધી છે એ જણાવ્યું–બહુધા જણાવ્યું નથી. એટલેપ્રસ્તુત વિષયની શાખાના સ્વામી શોધકાને ઉદ્દેશીને મારાથી કંઈ કહેવું અશકય થઈ પડે છે. મારા કથનની પુષ્ટિમાં એક concrete દાખલો આપુ તમોએ પૃષ્ટ ૪૧૦ માં પ્રોફેસર હર્મન જેકેબીએ સ્યાદ્વાદની ઉત્પત્તિના સંબંધમાં જે અનુમાન દોરેલું ટાંકયું છે તે યથાર્થ નથી. તેમજ બોદ્ધ માર્ગ પર અજ્ઞાનવાદની અસર થયેલી જણાવવામાં આવી છે તે પણ અયોગ્ય છે. જેઓ તત્ત્વજ્ઞાનની કઈ શાખાપર લેકોની અભિરૂચી સ્યાદ્વાદના ઉત્પત્તિ કાળમાં હતી તેથી અજ્ઞાત છે તેઓજ આવું અનુમાન દોરવા લલચાય. શ્રાદ્ધમાર્ગ પર અજ્ઞાનવાદની અસર માનનારાConstitution al history of Philosophy-Religions થી અણુવાકેફ હું માનું છું. દરેક ધર્મ બંધારણ કરનારને જુદા જુદા પગથીઆ (stages) ના લોકોના લાભ જોઈ ઉપદેશશેલી રાખવી પડે છે. બ્રહ્મગ્રંથોમાંથી તમે તેની અજ્ઞાનવાદની અસર દાખવવા જે વચનો ટાંકયા છે અને તે પરથી તમે અજ્ઞાનવાદની અસર સાબીત કરવા માંગે છે તે પ્રકારના બીજા આકારે કહેલાં વચને જૈન-બદ્ધ અને બીજાં બધાં શાસ્ત્રોમાં સેંકડો મળી શકશે. મને લાગે છે કે, નિષ્કારણુ બદ્ધમાર્ગને જેકેબી અન્યાય આપે છે. હવે આપણે સ્વદેશી ઇતિહાસકારો અને લેખકેના સંબંધમાં પ્રસ્તુત વિષય પરથી જે કહેવાનું મને લખે છે તે કહું છું. હિંદવા સર્વોપરી ઇતિહાસકાર તરીકે, મીરમેશ ચંદ્રદત્તનું નામ અમર છે. આવા સર્વોપરી ઇતિહાસકાર પર અથવા બંકીમબાબુ જેવા ઐતિહાસિક ટીકાકાર (Historical critic) પર આક્ષેપ કરવાનું મન કરવું એ પણ સૂર્ય સામા ધૂળ ઉડાડવા સમાન ગણશે; છતાં એક વિદ્યાર્થી તરીકે શંકાસ્પદ sceptic થવાના હક ગ્રહણ કરી કહું છું. મી. દત્તના વિચારો તમે પૃષ્ઠ ૪૧૪ ઉપર ટાંકો છો કે જેની અંદર બ્રાહ્મણો અને તેઓના શુદ્રોની સાથેના સંબંધમાં વિવેચન કરવામાં આવ્યું છે. તેમજ તમે પૃષ્ઠ ૪૦૧ ઉપર બંકીમબાબુના શબ્દો ટકે છે. આ બન્ને સમર્થ પુરૂના વચનેના સંબંધમાં મને કહેવાની ફરજ પડે છે કે વચને તેઓએ facts ના
SR No.536621
Book TitleJain Shwetambar Conference Herald 1915 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy