SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિમહારાજ શ્રી વલ્લભવિજયજી. ૩. મુનિમહારાજ શ્રી વલ્લભવિજયજી ૧૫ એ ચેામાસાં કરી મુનિમહારાજ શ્રી વલ્લભવિજયજીએ મુંબઇથી વિહાર કર્યો છે. તેમની મુંબઇમાં સ્થિતિ રહી તે દરમ્યાન મુંબઈની જૈન સમાજમાં વિચારોનું પરિવર્ત્તન શુભ દશામાં થયું છે, કેલવણી અને ધર્મ શિક્ષણ પ્રત્યે લેાકેાની અભિરૂચિ તેમના ઉપદેશ વડે મેરાઈ છે અને સંપ, એકતા, મત સહિષ્ણુતા, સરલતા અને નિરભિમાનતા એ ગુણા Àાતાઓમાં વધુ વધુ પ્રવેશ પામ્યા છે એમ સ્વીકારતાં આનંદ થાય છે. ઉક્ત મુનિ મહા રાજશ્રીએ જૈન શ્વેતાંબર સંધમાં ઉચ્ચ કેલવણીના પ્રસાર થાય તે માટે ગુરૂકુલ, Ăાલરશિપ અને ઓર્ડિંગસ્કૂલ એમ વિવિધ યેાજના સુશિક્ષિત અને અનુભવી નેતા અને પુછ્યા પાસેથી માગી તે પર દીર્ધ ચિંતનથી ઉહાપાઠ કર્યા કરાવ્યે। હતા. આખરે ગેાકળદાસ તેજપાલ એઇંગસ્કૂલ જેવી ખરા નામને યુક્ત એવી સંસ્થાના વિચાર સર્વને ઉપકારક અને ઉત્તેજન પાત્ર લાગ્યા હતા, અને તેને અંગે ભડાવીર જૈન વિદ્યાલય' એવું શ્રોમન પ્રભુ શ્રી મહાવીર ના સન્નામથી ઇન્સ્ટિટયુશન કાઢવા માટે પુખ્ત વિચારથી ધારા ધેારણુ સાથેની યાજના ધડવામાં આવી હતી અને તેના ક્રૂડ સંબધે શ્રીમ'તા એકીસાથે રકમ કાઢે તેવા વીરરત્ન ન હેાવાથી-ન લાગવાથી સામાન્ય અને મધ્યમ વર્ગપર્વ પૂર્ણ મદાર બાંધી જે કાઈ યથાશક્તિ વાર્ષિક મદદરૂપે ચાલુ આપવાને ખરા ભાવ બતાવે તેમની મદદ સ્વીકારવારૂપે ઉઘરાણું મુંબઈમાં તે માટે સ્થપાયેલી કમિટિ દ્વારા કરવામાં આવ્યું હતુ; અને તેમાં સા કાઈ સજ્જને પેાતાના તરફથી યથાશક્તિ ફાળા આપ્યા હતા; આ મુનિશ્રીના ઉપદેશનું કુલ હતું; પરંતુ જૈનનુ ભવિષ્ય ગમે તેવા પ્રયત્ન હોવા છતાં શુભદિશા તરફ્ પ્રયાણ કરવા સરાયલું નથી એમ પ્રતીત થાય છે કારણ કે જૂદા જૂદા પ્રસ ંગેા મુંબઇમાં ઉદ્ભવ્યા–પીસી અને ક્રેડિટાદિ એકાનું તૂટવું, કોલાબાના ના જથામાં ઉપરા છાપરી આગા, શેર બજારનું તદન મંદપણું, મિલેાની સંકડામણુ અને છેવટે જાદવાસ્થલીને કાપ એટલે આ બધું હવાઇ કિલ્લા સમાન થયું, હશે ! હજી પણ ભવિષ્યમાં જૈનસમાજના ગ્રહ [ડયાતા હશે તેા મહારાજશ્રીને કરેલા ઉપદેશ અને પુરૂષાર્થ તદ્દન નિષ્કલ નહિ જાય. મુનિમહારાજશ્રીમાં વિશિષ્ટ અને સ્તુત્ય ગુણુ એ હતા કે શ્રીમંત કે ગરીબ, ભણેલા કે અજ્ઞાન, સામાન્ય કે મધ્યમ દરેક તરફ્ તેમની સમષ્ટિ હતી. કાને બહુમાન કે અપમાન દેવા પ્રત્યે તેમનું ધ્યાનજ રહેતું નહિ. સા કાઈ આવે તે બેસે, અને તેમાંથી જે કંઇ પૂછે તેને વજનસર જવાબ આપતા, સ્વાધ્યાય કરવા ઈચ્છે તેને તેમ કરાવતા, ચર્ચાના ઇચ્છક સાથે ચર્ચા કરતા અને આ દરેક પ્રસંગે જૈન સમાજનું કલ્યાણુ કેમ થાય, તેનું હિત શેમાં સમાયેલું છે એ પ્રશ્ના ઉપર બહુ ઊંડું લક્ષ આપતા અને ખેંચતા. તેમનું સાધુવત્તન, ઉગ્રવિહાર અતિ ઉચ્ચ પ્રકારના હતા; અને તેમની શ્રીમદ્ વિજ યાનંદ સૂરિજી ( આત્મારામજી ) ના સહપરિચાલક તરીકેની પંજાબમાં મહાન સેવા અને વિરાધીઓ સામે મેળવેલું ‘વલ્લભ વાધ' નામનું ઉપનામ મદૂર છે. આમનું ઉદાહરણ લેખ મુનિમહારાજો પેાતાના ઉપદેશના પ્રદેશ ગૂજરાત અને કાયિાવાડને ઘેાડાં વર્ષો સુધી છોડી પંજાબ, મારવાડ, માલવા અને દક્ષિણુને બનાવે તે જૈનેાની ધટતી સંખ્યા, તેમની
SR No.536621
Book TitleJain Shwetambar Conference Herald 1915 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy