SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. શ્રી ભગુભાઈ ફ કારભારી, જે સાહસવાળી યોજના પૂર્ણ રીતે ફતેહમંદ કરવા માટે આવશ્યક અંગો છે તે બીજાને વિશ્વાસે સંપતાં તેમાં તેમને સુયશ પ્રાપ્ત ન થયો તેથી અનેક આર્થિક મુશ્કેલીઓ આવી હતી, છતાં તેનાથી ન મુંઝાઈ “ જ્યાં સુધી મારા પ્રાણ છે ત્યાં સુધી મારા “જૈન” પત્રને હું ચલાવીશ, નભાવીશ અને મારું સર્વસ્વ તેને અર્પણ કરીશ' એવી ભીષ્મ પ્રતિજ્ઞા તેમણે પિતાની જીંદગીપર્યત અખંડપણે પાળી છે. કટોકટના પ્રસંગે તેમને મદદ કરનાર એકાદ બે વિરલ સજજને જ હતા. જૈન સમાજમાં વિચાર સંકુચિતતા, નૈતિક વૈર્યને અભાવ, સ્વતંત્રતા૫ર અસહનશીલતા, વિરોધી તત્ત્વોની જમાવટ, ૫રૂષતા, નિર્બળતા, ક્રોધ, ઠેષબુદ્ધિ વગેરે અવગુણોએ ઘર કર્યું છે. આની સામે નૈતિક બળ, ધાર્મિક બળ, અને આત્મિક બળ વાળા પુરૂષાર્થસેવી પુરૂષ બહાર નહિ પડે તે આવીને આવી સ્થિતિ ચાલુ રહેવાની, અને પરિણામે જૈનોની વસ્તી દરવર્ષે ઘટતી જાય છે તે ધ્યાનમાં લેતાં એક શતક વર્ષને અંતે જનપ્રજા નિ:સત્વ અને નિષ્ક્રિય અવસ્થામાં ઘસડાતી: જઈ લુપ્ત થવાની-જૈનનું નામ નિશાન રહેવાનું નથી. ભગુભાઈએ જૈનપ્રજાની આવી માનસિક અવસ્થા સામે વારંવાર પોકાર ઉઠાવ્યો છે, જૈનપ્રજાના બે મોટા વગવાળા અંગે સામે ટકકર લીધી છે, સત્ય વચન કડવા સહ તરીકે પાયાં છે, અને કારાગ્રહવાસ, સંઘબહારનો પ્રચંડ દંડ ભોગવ્યો છે; છતાં પણ ભગુ તે ભગુજ રહ્યા છે, પિતાની માનીતી સ્વતંત્રતા અવિચલિત રાખી છે, કેઈની શહેમાં દબાયો નથી, શત્રુની ધમકી કે બીકમાં લેવા નથી–તે ભગુભાઈને તે તરીકે અનેક ધન્યવાદ ઘટે છે. કોન્ફરંસ દેવીને સહાય આપવા ઘણી વખત તેણે પિતાથી બનતુ કર્યું છે; અને જ્યારે જ્યારે તેણે તેની સામે ટીકાઓ કરી હતી ત્યારે ત્યારે તે વસ્તુ સ્થિતિના અજ્ઞાનપણે કરી હોય તે બાદ કરતાં તે કરવામાં તેમને શુદ્ધ મનભાવ તો અવશ્ય પ્રતિબિંબિત થતા હતા. તેમની ઘણી વખત માનસિક અસ્વસ્થતા રહેતી, તેથી એક અખંડ સમાજપ્રશ્ન પર લાબ કાલ અતિ સૂક્ષ્મ ચિંતનને અવકાશ ન રહેતા અને એક કાર્યપર પણ અખંડ ધ્યાન ન અપાતું. ઘણી વખત એકજ પ્રશ્ન પર તેના જુદા જુદા વિરોધી વિચારે એકજ અંકમાં આવતા અગર એક અંકમાં એક તે બીજા અંકમાં જૂદું એમ થતું, ઘણી વખત વિશ્વાસના અતિભેગા થયા હતા, ઘણી વખત પિતાના અતિ સ્નેહી અને સહાયક વર્ગ તરફથી દબાણ કરવામાં આવતાં તેમને શરમથી “ના” કહી શકતા નહિ (“મોઢાના મોળા' હતા)-આથી તેમને કેટલીક રીતે ખમવું પડયું છે છતાં તે સરલ, નિરભિમાની, નિડર, નિર્લોભ વૃત્તિની આત્મભોગી ઉત્સાહી નર હતા. - પિતાના શ્રીમંત અને હાલ પાથરનારા પિતાશ્રીના પોતે એકના એક પુત્ર હોઈ તેમની પાસે રહેવાનું પ્રેમમય આમંત્રણ વખતોવખતનું હોવા છતાં ભગુભાઈ પિતાના વ્યવસાય નિમિતે દૂર જ રહ્યા છે, ગૃહલક્ષ્મી જેવી પ્રેમાળ પત્ની સાથે શાંત કુટુંબમય જીવન જાહેરજીવન અંગેની અનેક ઉપાધિઓમાં ગાળી શક્યા નથી અને દુર્ભાગ્યે તે સુશીલ પત્નીથી પણ તેમને સદાને માટે વિરહ થયો, અને અનેક વિચિત્ર દુઃખી પ્રસંગે ભોગવ્યા પછી છેવટે કંઈ શાંતિ લેવા શરીર સુધારવા લંડન-પારિસની મુસાફરીએ નીકળ્યા;
SR No.536621
Book TitleJain Shwetambar Conference Herald 1915 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages60
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy