________________
તત્રીની સેંધ. કોમાં પૂજ્ય મુનિવર્ગે અતિ અલ્પ ભાગ લીધો છે તો હવેથી તે વધુ ભાગ લેશે એવી આશા રાખીશું, શ્રાવક લેખકેમાં સારા લેખક તરીકે શ્રીયુત સુશિલ, રા. મનસુખલાલ રવજીભાઈ મહેતા, રા. મનસુખલાલ કિરતચંદ મહેતા, રા ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી, રા. મેતીચંદ ગિરધર કાપડીઆ, રા. લાલન, રા. ભીમજી હરજીવન પારેખ, રા. વાડીલાલ મોતીલાલ શાહ, રા. મણિલાલ નભુભાઈ દોશી વગેરે આંગળીએ ગણાય એટલી સંખ્યામાં છે, સ્ત્રી લેખકમાં માત્ર નિર્મળા બહેન છે, અને સાધુશ્રીમાં મુનિ મહારાજશ્રી ચારિત્રવિજયજી, મુનિ મહારાજ શ્રી કર્ખરવિજયજી અને મુનિ વિદ્યાવિજયજી છે. આ સર્વના સહ વેગવડે કાર્ય કરવામાં આવે તે ઉત્તમોત્તમ માસિક બહાર પાડી શકાય તેમ છે, પરંતુ ફંડના અભાવે સ્થલ ઘણે સંકોચ રહે છે અને તેથી ઘણું ઘણું ઉત્તમ વિષયો જેવાકે ૧ દર વર્ષની જૈન સમાજ પ્રગતિ, ૨ દરેક જૈન માસિક અને વર્તમાન પત્રોની સમાલચના, ૩ દર વર્ષે બહાર પડતા જૈન ગ્રંથનું ટીકાત્મક વિવેચન-અવલોકન, ૪ કથા સા. હિત્ય, ૫ વાર્તાઓ, ૬ તીર્થ વર્ણન, ૭ પ્રભાવિક પુરૂષનાં ચરિત્ર, ૮ અર્થશાસ્ત્ર, ૯ ધર્મશિક્ષણના પાઠ-સંવાદો, ૧૦ જૈન તત્વજ્ઞાનની વૈજ્ઞાનિક દૃષ્ટિએ તપાસ, ૧૧ જૈન ઈતિહાસનાં છુટા છવાયાં પ્રકરણો, ૧૨ અંગ્રેજી લેખે, ૧૩ જૂદા જૂદા ગ્રંથ ને જુદી જુદી ભાષામાં જૈન અને જૈન ધર્મ વિષયે આવેલ લખાણો, ૧૪ જૈન સમાચાર, ૧૫ વિધવિધ ચર્ચાઓ, ૧૬ પ્રોત્તર, ૧૭ શિલાલેખ-પ્રશસ્તિઓ વગેરે સ્પષ્ટ રીતે સ્પર્શ કર્યા વગર રહી જાય છે.
માસિકનું પરિસ્પટ અને પુષ્ટ પિષણ થાય તે અનેક સત વિચારોનો પ્રસાર સુલભ કરાવી શકાય તેમ છે. આમ કરવા માટે કેાઈ શ્રીમંત ખાસ કલ્યાણાર્થે અમુક સારી રકમ દર વર્ષે ખર્ચે તે જનસમાજસેવા ઉત્તમ રીતે કરી શકે તેમ છે. આપણું જૈન માસિક અને અન્ય પત્રની સ્થિતિ વિષયને વસ્તુમાં તદ્દન કંગાલ છે અને તે સુધારવાની પૂર્ણ અગત્ય છે. બીજાં પત્રો અને અન્ય ભાષા જેવીકે બંગાલી અને મરાઠી ભાષાનાં પત્રો સાથે તુલના કરતાં આપણે કેટલાંક પત્રો કચરાની ટોપલીને સ્વાધીન કરવા યોગ્ય ગણાશે.
ગમે તેમ હો! આ પત્રે પોતાના તરફથી યથાશક્તિ સેવા બજાવી છે, અને સાહસ કરી શ્રીમન મહાવીર પ્રભુના ચરિત્ર અને ઉપદેશ અંગે ગત વર્ષે એકને બદલે બે ખાસ દળદાર અંક પર્યુષણ અને દિવાલીના માંગલિક સમયે કાઢયા છે. અને તે કેટલા લોકપ્રિય અને ઉપકારક નિવડયા છે તે આની અંદર તટસ્થ સજજનોના અભિપ્રાય મૂકેલા છે તે પરથી જણાશે અગર દરેક વાચક પિતાની બુદ્ધિથી તેને નિર્ણય કરી લેશે. તે પરથી પિતાને ઉપકારક ને યોગ્ય લાગે છે અને આ પત્ર જે ઉત્તેજનપાત્ર ઠરે તે આ પત્રના નવા ગ્રાહક તરીકે મિત્ર અને સ્નેહી વર્ગમાંથી એક કે અનેકને કરી કરાવી વાચક વર્ગ પોતાની સુજ્ઞતા વિચારશે. - અમને કહેવાને આનંદ થાય છે કે અમે જેમ બને તેમ વધુ પૃષ્ઠોવાળું સુવાંચનકોઈપણ માસિક કરતાં વધુ વચન આપતા હોવા છતાં લગભગ બસો રૂપીઆનો નફો કરી શક્યા છીએ અને તે કોન્ફરન્સ દેવીના જૂના લેણું પેટ ભરતાં હજુ રૂપીઆ લગભગ બસો તેના લેણ રહે છે અને સંપૂર્ણ આશા છે કે આ વર્ષની આખરે તે ભરપાઈ થશે. અમે તેનું સરવૈયું નીચે આપ્યું છે -