________________ 43 કૉન્ફરન્સ મિશન. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બેડના એજને સૂચના આ બેંડ તરફથી “શ્રી જેન વેતાંબર કૅન્ફરન્સ ધાર્મિક હરીફાઈની પરીક્ષા " તથા “બાઈ રતનબાઈ–શા ઉત્તમચંદ કેશરીચંદના પત્નિ-સ્ત્રી જેન ધાર્મિક હરીફાઈની પરીક્ષા તા. 31-12-1816 રવીવારે બપોરના 1 થી 4 વાગ્યા સુધીના ટાઈમે મુકરર કરેલા સ્થાએ મુકરર કરેલા એજટેની દેખરેખ નીચે લેવાની છે. તે માટે બહાર ગામથી આવ“નાર વિદ્યાર્થીઓને બધી જાતન સગવડ કરી આપવા મહેરબાની કરવી. આ બધા ઉમેદવારો માટે શાહીના ખડીઆ, હેડર, એસઈઝ બુક વિગેરે બેડના ખર્ચે પૂરા પાડવા અને તેનું બીલ મેકલી આપવા મહેરબાની કરવી. મોતીચંદ ગીરધરલાલ કાપડીઆ, મેહનલાલ દલીચંદ દેસાઇ. આનરરી સેક્રેટરીઓ. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ 4 ઉપદેશક પ્રવાસ, ( આવેલા પત્રને ટુંક સાર) ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ. મેઊ–ગામની તમામ કોમ એક ડ સે કરી જુદા જુદા વિષય ઉપર ભાષણ આપતાં સારી અસર થઈ હતી. આશરે 300 માણસો ભાષણને લાભ લેતા હતા. જીવ દયાના વિષયધી રજપૂત તરફ એવી અસર થઈ હતી કે સભા સમક્ષ જૈન સંઘ રૂબરૂ જીવહિંસા ન કરવી, માંસ ભક્ષણ ન કરવું તેમ દારૂ નહીં પીવો તેવી આશરે 30-40 જણે સોગન સાથે પ્રતિજ્ઞા કરી છે. નામની નોંધ અહીંના શ્રી સંઘે વીધી છે. બપોરે ઉપાશ્રયમાં અને રાત્રે જાહેર રસ્તા ઉપર સભા કરી તમામ કામ સમક્ષ ભાષણ આપ્યાં હતાં.