________________
પ્ર. જૈકેબીનું વ્યાખ્યાન.
આ અંકમાં, અમો છે. જેકોબીનું ઓક્સફર્ડ ખાતેની (Congress of the History of Religions) ધાર્મિક ઐતિહાસિક પરિષમાં, વંચાયેલું વ્યાખ્યાન અક્ષરશઃ ઉદ્દધૃત કરીએ છીએ. વ્યાખ્યાતાના અભિવજનપૂર્વક ખાસ પ્રોફેસર તરફથી મળેલી વ્યાખ્યાનની પ્રતિને સાનન્દ સ્વીકાર કરતાં અમે પ્રો. કેબીને અન્તઃકરણપૂર્વક ધન્યવાદ આપ્યા વિના રહી શકતા નથી. અમારા અનુમાન પ્રમાણે પ્રો. જલેબીના સંબન્ધમાં આપણે સમાજ બહુ સારો અભિપ્રાય ધરાવે છે, અને તે જ અભિપ્રાય હમેશને માટે સચવાઈ રહે એવો પ્રયત્ન આ વ્યાખ્યાનમાં થયેલ જોઈ, કેસર માટે અમને બહુ સન્તોષ માનવાનું વાસ્તવિક કારણ મલી આવે છે. એક મનુષ્ય-મસ્થ અવસ્થાને મનુષ્ય, પછી તે ગમે તેટલે વિદ્વાન, વિચારશીલ કે પણ્ડિત હોય પણ તેનાથી અવશ્ય ભૂલ થઈ જાય છે. કિન્તુ થયેલી ભૂલને ગેપવવા માટે બીજી અનેક ગંભીર ભૂલોને અવકાશ ન આપતાં તેનું સંશોધન કરવામાંજ, વિજ્ઞ પુરૂષ પિતાની સહાયતા સમજે છે. પ્રો. જૈકેબીએ પણ પહેલાં પિતાના જૈન તત્વજ્ઞાનના સમયે, કલ્પસૂત્રમાં કેટલાએક ઉતાવળા અભિપ્રાય આપ્યા હતા, પરંતુ અમને હર્ષ થાય છે કે, ઉક્ત વ્યાખ્યાનમાં તે ભૂલોનું સંશોધન કરવાને, પ્રો. જોકેબીએ પ્રસંગ લીધે છે; અને જેઓને જૈન દર્શનને માટે, પિતાની માફક અવ્યવસ્થિતપણનો (unsystematical) શ્રમ હોય તેઓને પણ સંશોધન કરવાને ઉપદેશ કર્યો છે. વ્યાખ્યાનના અન્તિમ ભાગમાં પણ પ્રોફેસર સાહેબ પિતાને દીર્ધ કાળને અનુભવ ઘણું જ સૂચક રીતે જાહેર કરે છે કે, જનમત એક મૂલ-સ્વતઃ (original) અને સર્વ મતેથી det fetal hell 794-7 ( quite distinct and independent from all others) હાઇ પ્રાચીન આર્યાવર્તના ધાર્મિક અને તાત્વિક વિચારને અભ્યાસ કરનારાઓને અત્યંત ઉપયોગી છે. એકન્દર રીતે વ્યાખ્યાન ઉપકારક તથા ન્યાય પુર:સર છે, એમ કહેવામાં બાધ નથી. પરંતુ તે સર્વ વિગતવાર આલોચનામાં અન્ન નથી ઉતરતા.
[જેન પતાકા. ડીસેમ્બર ૧૯૦૮.]