________________
પ૪૦
શ્રી જૈન
કે. હેરલ્ડ.
પ્રસિદ્ધ જૈન સાક્ષર રા. ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ. એ. ગયા હતા, તેમણે ત્યાં વિરાજમાન પૂજ્યપાદ પ્રવર્તક મુનિ મહારાજથી કાન્તિવિજયજીની સહાયથી ઘણી પ્રતે જોઈ તપાસી તે પરથી ઉપયોગી ટાંચણ કર્યું છે કે જેને રિપોર્ટ વડેદરા રાજ્ય તરફથી બહાર પડતાં એકાદ વર્ષ લાગશે. આ તપાસણીમાં એક સં. ૧૨૯૪ ની સાલમાં લખેલી તાડપત્રની ન કલ (ઘણું કરી ત્રિષષ્ટી શલાકા પુરૂષ ચરિત્રની) હાથ લાગેલી હતી, તેમાં ઉપરોક્ત બે ચિત્રો આપેલાં હતાં તે અને તે પ્રતના એક પૃષ્ઠના ફોટા રા. ચિમનલાલે ઉક્ત રિપોર્ટમાં મૂકવા લેવરાવ્યા હતા કે જેની એક નકલ મને પ્રવર્તક શ્રી કાન્તિવિજય મહારાજ તરફથી મળી હતી. આ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રદર્શનમાં મૂકવામાં આવેલ હતી; અને હમણાં આ અંકમાં તે પ્રસિદ્ધ થાય છે. (પૃ. ૩૦૭ ).
૪ ઉપરની તાડપત્ર પરની પ્રતના પૃષ્ઠ ફેટે છે. (પૃ. ૩૦૭ )
૫. વીસમી સદીમાં દશમી સદીને કારભાર ! (પૃ. ૩૭૧.) આમાં બે સદીનાં જુદાં જુદાં ચિત્રો તેના ભાવ સાથે ખડાં કરી એકત્રિત મૂકવામાં આવ્યાં છે, કારણ કે ૨૦ મી સદી કે જેમાં રેલવે અને સ્ટીમરદ્વારા ઉદ્યોગ અને વેપાર, પ્રયોગશાળા દ્વારા વિજ્ઞાન અને પદાર્થ વિદ્યા, મોટર આદિથી કાર્યની તત્પરતા અને ચંચલતા ચાલુ થઈ રહ્યાં છે અને તે સર્વની ઉપર ન્યાય તુલા સમાન પક્ષ રાખી લટકી રહી છે અને સર્વ સ્થળે ન્યાયબુદ્ધિથી દરેક વસ્તુ, હકીકત અને શાસ્ત્રક્શનનું તેલન-પરિશીલન થાય છે પાશ્ચાત્ય સુધારાનો પ્રવાહ પ્રબલ વેગથી વહી રહ્યા છે, સમસ્ત દેશમાં તેની અસર પહોંચી ચૂકી છે. આ વખતે હૃદયમાં નિઃસીમ સાહસ તથા અનંત બળ પ્રેરી શકે એવા પ્રબળ કર્મવેગની જરૂર છે. કાયરપણું અને હીચકારાપણું, લેકભય અને કાપમાન ત્યજવાનું છે;
“ત્તિત કાવ્રત એ અભયવાણી ગામે ગામે, અને દેશ દેશે ફરીને લોકોને સંભળાવવી જે મળે તેને ઘડી વાર ઉભો રાખી કહેવાનું છે કે “ તમારામાં અનંત શૌર્ય અનંત વીર્ય અને અનંત ઉત્સાહ રહેલાં છે, તથા તમે અમૃતના–મેલના અધિકારી પણ છે. આ પ્રમાણે સર્વ પહેલાં રજોગુણની-ક્ષાત્ર તેજની ઉદ્દીપના કરવાની જરૂર છે.”
પરંતુ અફસની બીના છે કે તેમાં જે અધિકારનું જોર દસમા સૈકાનું ગણવામાં આવે તે પણ વીસમી સદીમાં પિતાને કારેબાર પૂર જેસથી ઘણે સ્થલે ચલાવી રહેલ છે. અહીં દશમા સૈકાનું નામ આપ્યું છે તે કંઈ તે સૈકામાં એવું જ હતું માટે આપવામાં આવ્યું છે એમ નથી, પરંતુ પૂર્વકાળની અને ઘણું હજારો વર્ષોથી સંક્રમિત થયેલા જે આળસ, અજ્ઞાન અને અનાચારથી દેશની દુર્દશા જોવામાં આવે છે તે બતાવવા અર્થે નામ માત્ર આપવામાં આવેલું છે. અને તે પણ હાલના સમયની સાથે સંબંધ રાખીને. વચમાં બુદ્ધિશન્ય બાદશાહને બેસાડવામાં આવેલ છે અને તેને ન્યાય એક તાજવાથી બીજું તાજવું ચડી જાય ત્યાં નમી જાય એવો અસ્થાયી છે તેથી તેના ખુશામતીઆ જૂદી જૂદી જાતના ને નાતના શેઠીઆઓ કે હજૂરીઆએ, જુદા જુદા દેશની પાઘડી પહેરી પિતાના દેશ ઓળખાવતા તે બાદશાહને માનપત્ર આપે છે– . એક વાંચે છે અને બીજા તેને સાંભળે છે, કે આપે છે. કારે તેની પ્રજાજનમાં—અં.
ધેરી નગરી ગંડુ રાજાના રાજ્યમાં શેઠીઆઓ-પટેલીઆઓ પિતાની નાતના માણસને