________________
એક સાંપ્રત મુનિના વિચારો.
ધર્મલાભાશી પૂર્વક અવગમવું કે--હમારે પત્ર તા. ૧૭ મીને લખેલો મળે. પૂર્વ લિખિત પત્રમાંથી જે વક્તવ્યનું સ્પષ્ટીકરણ કરવા લખ્યું તેના પ્રત્યુત્તરમાં જણાવ વાનું કે, જે વાક્યો લખવામાં આવ્યાં છે તે નિખાલસ દિલથી જ લખાયેલાં છે. સત્ય પ્રાપ્ત કરવાની અભિલાષાવાળા હૃદયમાંથી વક્રતા-વ્યંજક વાક્યો અલ્પ પ્રમાણમાં જ વ્યક્ત થાય, એ હમારા જેવા સત્ય—પ્રેમી જણાતા નથી અજ્ઞાત નહિં જ હોય.
- તાજા કલમમાં લખેલા ઉદ્દગારો-- ' સત્ય ' ગુંગળાવવાથી સમ્યકત્વ શુદ્ધ થવાનું નથી પરંતુ ઉલટું મલીન થશે ” ઈત્યાદિ –બહુજ આહલાદકર છે. “સત્ય” ને ગુંગળાવવાની ઈચ્છા આત્માના અસંખ્ય પ્રદેશોમાંથી એકની પણ હોય એવું વર્તમાનમાં તે અનુભવાતું નથી “સત્ય ની પર્થપાસના કરવા માટે જ જીવનને આ-ભિક્ષમાર્ગમાં પ્રવર્તાવેલું છે. અને તે જે ઇચ્છિત સ્થાને પહોંચી જાય અને દિવ્ય-વિભૂતિ-સત્યના દર્શન મેળવે તે તે દ્વારા અનુભવાતા આત્માનન્દમાં અન્ય આત્માઓને પણ બની શકે તો સહભાગી બનાવી, “gmહું નOિ P : નામનરલ્સ સ્પર્ફ' એવી દીન ભાવના– કે જે અદીન-મનસ્ક થઈ ભાવવી કહેલી છે-ને સદાને માટે વિસરી “વપુર્મમ ના” એ વિશુદ્ધ વિચારના મહાસાગરમાં નિમગ્ન થઈ પરમાત્માના સુખોને પરમાડ્વાદ –શેષશાયી શ્રી કૃષ્ણ તીર સાગરમાં નિમગ્ન થઈ સુખ ભોગવે છે તેમ--પ્રાપ્ત કરવાની ઇચ્છા છે.
સત્ય એજ સમ્યકતવ છે, અને સમ્યકતવ તેજ સત્ય છે; “ સત્ય ' ને સમ્યકત્વ ભિન્ન નથી જ્યારે એમ છે તે પછી “સત્ય” ને ગુંગળાવવાથી સમ્યકત્વ મલીન થશે એ મ નહિં પરંતુ સત્યને ગુંગળાવવાથી સમ્યકત્વજ ગુંગળાવાશે, એમ કહેવું વધારે ઉચિત છે. “ શ્રેય સંપાદન’ કરવાની ઈચ્છા વાળો ભવ્ય આત્મા તે કોઈ પણ પ્રકારે સત્યને ગુંગળાવવા, સ્વપ્નમાં પણ-પ્રયત્ન કરે જ નહિં અને જે સત્યને ગુંગળાવવા છે તે ભવ્ય હોયજ નહિં ! સત્યને સંપૂર્ણતયા સાક્ષાત્કાર કરનાર શ્રમણભગવાન શ્રી મહાવીર
જ્યારે પરમ-પ્રેમ પૂર્વક પિતાની દિવ્ય-ધ્વનિથી સમગ્ર જગતને “સત્યનું જ સેવન ” કરવા પ્રબોધે છે અને પ્રકાશે છે કે “ સત્યના ફરમાન થકીજ પ્રવર્તતા થકા બુદ્ધિમાન મનુષ્યો સંસારને પાર પામે છે ” તે પછી જે સંસારના પારને ઈચ્છતો હોય એવો આત્મા શી રીતે સત્યને ગુંગળાવવા ઈચ્છે ? હાં, એટલું અવશ્ય છે કે સંસારપાળુ આત્મા બુદ્ધિમાન હોવો જોઈએ. કારણકે તેને અધિકારી તેજ છે. બુદ્ધિહીન–અતત્વજ્ઞ જો તેવી ઈચ્છા કરે તે સંભવ છે કે તેનાથી સત્ય ગુંગળાવાય.
પરંતુ, બુદ્ધિમાન કોણ કહેવાય અને સત્ય શી વસ્તુ છે; એ સમઝવું બહુ જ મુશ્કેલ છે. એ ગહન ગાંઠે આખા જગતને ગત-ગર્વ કરી હાંખ્યું છે. એ ગાંઠને ઉકેલવા જગતને અસંખ્ય–અરે અનંતાનંત-આત્માઓ મળ્યા છે પરંતુ સફળ-પ્રયત્ન તો કોઈક વિ. રલ વ્યક્તિ જ થઈ છે. હાં, એ ગાંઠ વધારેને વધારે મજબૂત તે ઘણુકને હાથે થઈ હશે ! કારણકે પ્રત્યક્ષમાં પણ આપણે જોઈએ છીએ કે, કોઈ કોઈ વખતે સૂતર કે રેશમના તાંતણામાં જ્યારે ગાંઠ પડી જાય છે અને તેને ખોલવા માટે જેમ જેમ વધારે હાથે પ્રયત્નવાળા થાય છે ત્યારે ખુલવાને બદલે ઉલટી તે ગાંઠ વધારે ઘોળાઈ મજબુત થાય છે. એ જ દશા સત્ય અને તેના અધિકારીને નિર્ણય કરવા રૂપ ગાંઠની છે, અનેક આત્માઓએ એ ગાંહને