________________
શ્રી જૈન ક. કે. હેરલ્ડ.
આવી હતી. તે સમયેજ મ્હારા મનમાં એવી ભાવના આવી હતી કે સાહિત્ય-પ્રદર્શન જેવા મેળાવડાઓમાં આ ચીજો મૂકવામાં આવે તો તજજ્ઞોના જ્ઞાનમાં વિશેષ વધારો થાય તેમ છે. એક ભંડારમાં કપડાના પાના ઉપર લખેલ એક ગ્રથ જોવામાં આવતાં બહુજ ગમેદાશ્ચર્ય થયું હતું. ગાયકવાડી કેળવણી ખાતાના ઉપરી મસાણી સાહેબ પાટણ આવેલા હારે મહે હેમને તે પુસ્તક દેખાડયું તેઓ પણ જે બહુ ખુશ થયા હતા. મતલબ કે, આવી અનેક વસ્તુઓ છે કે જે સાહિત્યજ્ઞ અને ઇતિહાસની દ્રષ્ટિમાં બહ મહત્ત્વવાળે ગણિ શકાય.
હેરલ્ડના ખાસ અંક માટે કોઈ લેખ મોકલવા સુચના કરી તે તરફ લેય તે છે. પરંતુ તે વિષયમાં સફળ પ્રયત્ન થવું તે, તદ તદ વિષયનાં અપેક્ષિત અન્ય બીજા સાધનોના ભાવ ઉપર આધાર રાખે છે. સાહિત્ય કે ઇતિહાસના સંબંધમાં કોઈ પણ લેખ યા નેંધ લખવા માટે કેટલાં સાધનની જરૂર રહે છે એ હમારા જેવા સાહિત્ય-રસિક વિદ્રવાનને “મહાવીર' ના વિષયમાં લખતાં જે અનુભવ મળ્યો હશે તે કાંઈ ન્યુન નહિ હોય !
મહારી પાસે કેટલીક ગ્રંથ પ્રશસ્તિઓ છે. કે જે મેં પાટણના પુસ્તકો ઉપરથી ઉતારી લીધી છે અને કેટલીક ઉપયોગી પણ છે પરંતુ તે બધી અન્ય સ્થળે હોવાથી તેમજ જલ્દી મળી શકે તેવી સ્થિતિમાં પણ ન હોવાથી ઉપાયથન્ય છું. હારા મનમાં એક વખતે વિચાર આવ્યો હતો કે તે બધી પ્રશસ્તિઓ હમને મોકલી આપું કે જેથી કોઈ ઉપયોગમાં આવે પરંતુ પાછળથી આળસમાં એમનું એમ વિસ્મરણ થઇ ગયું. જે બની શકશે તે આગત ચાતુર્માસમાં તે વિષયમાં લય રાખીશ.
વખતે વખત હમારા આવા સુપ્રયત્ન માટે બહુ અનુમોદન થાય છે. પરંતુ જૈન પ્રજા આગળ પ્રગતિના પિકાર કરવા તે અરણ્યરૂદન જેવું હોવાથી, એજ દિશામાં આગળ પગ ઉચકવા માટે ચિત્ત બહુ ઉત્સાહ નથી દાખવતું. સાચું સત્ય સાંભળવા માટે સર્વાના પુત્રો અણગમો દાખવે એ આ કવિનો જ મહિમા છે. ' ઉપદેશમાળાના કર્તા કોણ?' એવી રા..........ની શંકાએ તેમના સમ્યકાવને કેટલું બધું સાડી મૂક્યુ* છે એ તેમનું જ મન જાણે !
આ પ્રવૃત્તિમાં પ્રવર્તતાં રખે આવું કાંઈ પરિણામ નિપજી આવે તો ? કારણકે મિથ્યાવીઓના પ્રવર્તાવેલા ઐતિહ્યતવે સમગ્ર પારાણીક મંડળમાં એવા જ પ્રકારની હીલચા મચાવેલી જોવામાં આવે છે !
અતુ. વિશેષ પરિચય વગર પણ હમારી સત્યપ્રિયતા---કે જે લેખાદિમાં જોવામાં આવે છે–એ, આમ હૃદયપદને વિકસ્વર થવા દીધું છે તે આનંદાશ્ચર્ય જનક છે.
અંતે, હમારી કરેલી સૂચના લક્ષ્યમાં છે અને અનુકુળ સંગે મળશે તે યથા શકિત પ્રયત્ન કરવા મન:પ્રેરણું છે એટલું જણાવી વિરમું છું. મ7 vમ,
'पुरिमा ! सच्चमेव समभिजाणाहि; सञ्चस्साणाए उवडिओस मेहावा मारं તતા સંધિમમાણ રેલ્વે મgvatત . ( હે પુરૂષ! તું સત્યનું જ સેવન કર, કેમકે સત્યના ફરમાનથી જ પ્રવર્તતાં થકા બુદ્ધિમાન મનુષ્યો સંસારને પાર પામે છે, અને ધર્મ પ્રાપ્ત કરી શ્રેય સંપાદન કરે છે. ) ' શ્રમ માવાન--
--શ્રીમરાવીરા * કારણ કે સર્વને કહેલું છે કે “સિંચાઇ રબત્ત નાહૂતિ ' II.