________________
૪૮૨
શ્રી જૈન
. કે. હેરલ્ડ.
જોવામાં આવશે. આ બધાં કરતાં આ ગામની નજીકમાં આવેલી વેશ્યાની વાવ હજુ સુધી પિતાની પ્રાચીન હાલત સાચવી રહી છે, જો કે હેનો કોઠારને ભાગ કચરા માટીથી પુરાઈ જઈ હેની ઉપર ઘાસ તથા જંગલી છોડવા ઉગી નીકળ્યા છે, તેમ છતાં હેને બાકીનો ભાગ હજુ જેમને તેમ સચવાઈ રહ્યા છે. આ વાવમાં પેસતાં એક ઘુમટ હતે તે હજુ પડી ગયેલી હાલતમાં દીઠામાં આવે છે. તેના પત્થર એટલા તે મોટા છે, કે હેને ઘડીને શી રીતે ગોઠવ્યા હશે તે સહેલથી સમજી શકાય તેમ નથી. આ ઘુમટના કેટલાક પથરા નજીકમાં આવેલા સુલતાનપુરાના રાઠેડ રજપૂત લઈ જઈ પિતાની ઈમારતો બંધાવવાના કામમાં લીધાનું સાંભળ્યું છે.
આ વેશ્યાની વાતમાં કોઈ જગોએ ધન દાટેલું કહેવાય છે. તેને માટે વાવ બંધાવનાર ' વેશ્યાએ વાવમાં એક શિલાલેખ છેતરાવી એવું લખાવેલું કહેવાય છે કે, જે વેશ્યાને છોકરો હશે તે આ વેશ્યાની વાવનું ધન લેશે. વેશ્યાને છોકરો કોઈ થાય નહિ, ને આ ધન લે નહિ, તેવી મતલબથી આવું લખાવેલું કહેવાય છે. આવી રીતે દેખીતી ગાળ છતાં કેટલાક ધનલેભી માણસોએ, આ ધન માટે કેટલીકવાર પ્રયત્ન કરી જોયાનું સાંભળવામાં આવ્યું છે. ઘરડા માણસો કહે છે કે આ પ્રાચીન નગરને લીંબોદરા ગામ આગળ વેશ્યાવા ડે હતો, ને તેથી હજુ પણ તે ગામની હલકા કુળની સ્ત્રીઓને સ્વભાવ કંઇક વેશ્યાને મળતો આવે છે !
વેશ્યાની વાવની પશ્ચિમ દિશાએ એક લાંબો ને ઉંચે કરે હાલ પણ જોવામાં આવે છે. આ ટેકરામાંથી લોઢાના કાટના હોટ મ્હોટા કડક જડે છે, ને તે એટલા બધા જણાય છે, કે આ આખો ટેકો લેટાના કાટના કડકાઓનોજ બનેલ હશે એમ જણાય છે. કાટના આવા કડકા સિવાય હેમાંથી કોયેલા ને હૈનો ભૂકો પણ જોવામાં આવે છે. તેથી આ તરફના લોકો કહે છે, કે આ જગાએ જથાબથ સેંકડો લુહાર લેકનાં ઘર હતાં ને તે બધા પ્રાચીનકાળમાં સારાં હથિયારો બનાવતા હતા. ઝઘડિયેથી પગરસ્તે લીંબોદરે જતાં રસ્તામાં ઠામઠામ આ કાટના કડકા એટલા તે નજરે પડે છે, કે તેથી આ હકીકતને ટેકે મળે છે.
વૃદ્ધ પુરૂષોના ઢેથી સાંભળ્યું છે, કે આ લીંબોદરા ગામ અને હેની આસપાસના ભાગ ઉપર પૂર્વકાળમાં મણિપુર નામનું એક ભવ્ય નગર હતું, ને ઝઘડીઆ, સુલતાનપુરા, રાણીપુરા, ખારીયા, વઢેવાલ, વાઘપુરા ને કરાડ, એ ગામો તે વખતના શહેરના જુદા જુદા ભાગો હતા. મતલબ કે, તે શહેરને ઘેરાવો, હાલનાં ઉપર જણાવેલાં ગામો સુધી હતો, એટલે કે આ બધા ગામની જમીન મણિપુરની અંદર આવી ગઈ હતી. એક વૃદ્ધ રજપુત કહે છે, કે આ શહેરમાં મહાભારતની જગ વિખ્યાત લેઢાના પ્રખ્યાત યોદ્ધા બલવાહનનું અહિં રાજ્ય હતું. જો કે, આ વિષે તામ્રપટ, શિલાલેખ, કે બીજો કોઈ તે સબળ પુરા જોવામાં આવતો નથી, તેપણ ઉપર બતાવેલી નિશાનીઓ જોતાં એટલું તે સ્પષ્ટ માલમ પડી આવે છે, કે કઈ કાળે આ જગોએ એક હેટું શહેર હોવું જોઈએ.
ઉપર પ્રમાણે આ નાશ પામેલા શહેરને વિસ્તાર બતાવવામાં આવે છે ખરો, પણ તપાસ કરતાં રાણીપુરા, લીંબોદરા ને કરાડ ગામ આગળ પ્રાચીનકાળના શહેરની જેટલી નિશાનીઓ હાલ જેવામાં આવે છે, તેટલી નિશાનીઓ તે ગામ સિવાય બાકીના ગામોમાં બહુ જોવામાં આવતી નથી. ઝઘડિયાની દક્ષિણ દિશાએ રાઠેડોના તળાવ ઉપર એક પા