________________
જૈન સ ંસ્કૃત સાહિત્ય.
૪૩
હિત્યની વૃદ્ધિ કરવામાં ભારે શ્રમ લીધા હતા. તેમણે નૈષધ કાવ્ય ઉપર જિનાજી નામની ટીકા રચી ધૃતર વિદ્યાને પણ પાતાની પ્રતિભાના ચમત્કાર બતાવી આપ્યા હતા. વિક્રમના અગીયારમા શતકમાં થયેલા જિનેશ્વરસૂરિએ રચેલા જૈન નૈષધિય કાવ્યનો મહિમા ભારત વર્ષ ઉપર પ્રગટ કર્યાં હતા. તેજ સૈકામાં વદ્ધમાનસૂરિના શિષ્ય બીજા જિનરાજસૂરિ થયેલા તેમણે સંસ્કૃત સાહિત્યને મહાન્ પ્રભાવ વિસ્તાર્યો હતેા. આ સમયે માળવા દેશમાં ભોજરાત્ન રાજ્ય કરતા હતા. મહાત્મા
જિનરાજસારૈન બુદ્ધિમાગરસૂરિ નામે બીજા એક ગુરૂ ભાઇ હતા. આ બન્ને મહાત્માએએ ગુજરાતમાં જૈનધર્મના મહાન પ્રચાર કર્યાં હતા. અહિલપુર પાટણમાં ચૈત્યવાસી તિના બળને તેમણેજ તેડી પાડયુ હતુ, અને ત્યાં જૈન ધર્મનુ સામ્રાજ્ય પ્રવર્તાવ્યું હતું. તે સમયે પાટણના રાજ્ય સિંહાસન ઉપર દુર્લભસેનરાજા વિરાજિત હતા, તે રાજાના બ્રાહ્મણ પુરાતિને આ મહાત્માઓએ સાહિત્યના પ્રભાવથી માહિત કરી દીધા હતા. વિક્રમના બારમા સૈકામાં શ્રી હેમચ'સર થયા તેમણે તે જૈન સંસ્કૃત સાહિત્યની જે સેવા કરી છે, તે યાવચ્ચ‰ વાર્કર સુધી ભૂલી જવય તેમ નથી. જૈન સંસ્કૃત સાહિત્યની પરાકાષ્ટા તેમના સમયમાંજ થઈ છે. અને તેમણે જૈનસંસ્કૃત સાહિત્યને ખીજા સાહિત્યની સાથે સ્પર્ધામાં ઉતાર્યું છે, જે અમે પહેલાંજ લખી ગયા છે, તેથી જૈન સંસ્કૃત સાહિત્યના પ્રતિહાસમાં તે મહાત્માનું નામ અમર રહી ગયુ છે. આ સિવાય પૂર્વકાળમાં હરિભદ્રસૂરિ થ ગયા છે કે જેમણે ચાદસે સુવાલીસ પુસ્તકો બનાવ્યાં છે અને હાલમાં આશરે સાડા ત્રણસો વર્ષ ઉપર શ્રી યશોવિજયજી ઉપાધ્યાય થઇ ગયા છે કે જેમણે સં સ્કૃતમાં ન્યાયના અને વિધિ પ્રતિષેધના તેમજ અધ્યાત્મ રસના પેષક અનેક ગ્રંથો બનાવ્યા છે, તેમજ બીજા ગૃહસ્થ અને યતિ વર્ગમાં જૈન સંસ્કૃત સાહિત્યને ખીલવનારી ઘણી વ્યક્તિ થઇ ગઇ છે. જો આ સ્થળે તેમની સવિસ્તર હકીકત આપવામાં આવે તે આ વિષયને વિશેષ વિસ્તાર થઇ જાય, તેથી જૈન સંસ્કૃત સાહિત્યની ઉપયોગિતા વિષે સંક્ષેપથી કહેવાનું દુરસ્ત ધાર્યું છે.
જૈન સંસ્કૃત સાહિત્યની અનેક શાખાએ ચાલી છે. ધર્મ, તત્વજ્ઞાન, કવિતા, નીતિ આયાર, વિવેક, શાંતિ, વૈદક, જ્યોતિષ અને જનસ્વભાવ વિષે તેમાં પુરતું વિવેચન કરવામાં આવ્યું છે. આત્મોન્નતિ અને સદ્યાન્નતિ સિદ્ધ કરવામાં જે વસ્તુ આવશ્યક છે, તે વસ્તુને અંગેભાવના અને વિચાર તે સાહિત્યમાં ઉત્તમ પ્રકારે આપવામાં આવ્યા છે. ઉન્નતિકારક અને ઉદ્ધારક ભાવનાએ તેમાં ભરપુર છે. પ્રતિભાના પ્રસાદમાં વિલાસ કરતાં રિવરાએ ધાર્મિક વૃત્તિ જાગૃત કરવાને સ ંસ્કૃત સાહિત્યનું ઘણું મન કરેલું છે. તેમના કેટલાએક લેખામાં ભક્તિ અને શ્રદ્દાનું સ્વરૂપ જ્વલત દેખાઇ આવે છે. મહાકવિ ધનંજયની કૃતિમાં કેટલાએક એવા પદ્યેા છે કે જે ઉપરથી મનુષ્યની કર્તવ્ય ભાવના સ્પષ્ટ રીતે પ્રકાશિત થઇ શકે છે; મનુષ્ય જીવનના મુખ્ય ઉદ્દેશ માટે મહાકવિની કૃતિમાં ઉંચી જાતનાં પા આવે છે અને તે રસ, અલંકાર અને ધ્વનિથી યુક્ત છે. આ વિશ્વ વ્યવસ્થામાં કર્મ કે નિયતિએ નિયમિત કરેલી યેાજનાને અનુસારે અને વ્યવહારે સિદ્ધ કરવા જૈન સંસ્કૃત લેખકો ઘણા આગળ વધ્યા છે, અને તેમણે જનસમાજના જે કાઇ વિચાર ઉપસ્થિત થયા હોય, તે વિચારાને અધિક પુષ્ટ કરવા, ઉદિપિત કરવા કે કર્તવ્ય ભૂમિકા ઉપર ઉતારવા, તે અર્થે ઉચ્ચ લેખા સંસ્કૃત ગદ્ય અને પધમાં ચમત્કારિ રીતે નિરૂપ્યા છે. અને જમાનાનુસાર સુવિચારે દર્શાવ્યા છે.