SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. જૈન શ્વે. કૈં. હેરલ્ડ. આ વખતે કુશળચંદ્રના એક સ્નેહી યતિ આવેલ હતા તે આવી અદ્દભુત શક્તિ અને પ્રતિષ્ઠા જાણી તેમના ગુણગાન કરતા હતા. પેાતાને વીર્ સાધના હોવાથી લોકો ઇચ્છે તે વસ્તુ આપી શકતા હતા તેથી તેની આસપાસ સેંકડા માસે વિંટળાઈ પડતા. આ વખતે તેઓ પુકારી કહેતા કે આ સઘળા પ્રતાપ કુશળચંદ્રજીને છે. આથી શ્રાવકા ગ ણિની વધુ ઉપાસના કરવા લાગ્યા. ૪૩૪ આવી રીતે પડિતા, રાજા અને લેાકની પ્રીતિ મેળવી કુશલચંદ્ર ઉપદેશથી તીર્થીદ્વાર કરવા માંડયા. સિ'હપુરીમાં હાલના મિદેશના લેખ પરથી જણાય છે કે સ’૦ ૧૮૬૦ માં જુદા જુદા શ્રાવકા પાસે કલ્યાણકાના જુદા જુદા ભાગ તૈયાર કરાવી તેઓની પ્રતિષ્ઠા પોતાના ગુરૂવર્યના નામથી જિનલાભસૂરિ પાસે કરાવી આ ઉપરથી તેની ગુરૂભક્તિ અને ત્યાગવૃત્તિ સમજાય છે. જુદા જુદા સ્થળેાના લેખા છે તે સ. ૧૮૫૭, ૧૮૬૦, ૧૮૯૭, ૧૮૯૯ ના છે, તેમજ પ્રતિષ્ઠામાં કરાવનાર તરીકે જુદા જુદા શ્રાવકનાં નામ છે તે પરથી તે શ્રાવકા વિદ્યમાન હતા તે સમજાય છે. કાંઇ જગ્યાએ પોતે પોતાનું નામ આપ્યું નથી. છતાં તેની ભવ્ય મૂર્તિ સંધે કાશીમાં સ્થાપેલી છે, અને તેમના સહાયક શ્રી ભૈરવની મૂર્તિ ઉપર લેખમાં તેનું નામ આ પ્રમાણે છે “ સ. ૧૮૯૭ ફાગણ શુદ ૫ શ્રી ભૈરવમૂર્તિ जिन महेंद्र सुधीश कुशलचंद्र निर्देशतः काशीस्थ श्रीसंघे. ૧૮૭૩ના કાશીના રામઘાટના પાર્શ્વનાથ મંદિરમાં ભૈરવ મૂર્તિ છે તે પરના સ લેખમાં પેાતાનુ નામ નથી. આથી જણાય છે. પ્રતિષ્ઠામાં પોતાના ગુરૂવર્યંને ખેલાવતા. આ સિવાય ભેપુરમાં મદિરને સારી સ્થિતિમાં અણાવ્યું અને ચદ્રાવતી, અયાય્યા, રત્નપુરીમાં પણ ઉપદેશથી મદિર સુધરાવ્યાં. એક કાચ્છજ્હા નામના પંડિત હતા તે વ્યર્થ વચન રખેને નીકળે માટે જીભ ઉપર લાકડાની પટી લગાડતા હતા. તેને આ ગણિત્રીને સમાગમ થયા. પછી તે ઉપરની પુરી ફક્ત તે ગણિ પાસે ગુરૂએધ મેળવવા માટે બહાર કાઢતા હતા. આમણે તે પંડિતને જૈન ધર્મ બતાવ્યેો અને પ્રતિષેાધ્યા. આ પંડિતે જૈનબિંદુ નામના ગ્રંથ લખ્યો કે જે સંસ્કૃતમાં છે અને તે કાશી રાજાના ભંડાર કે જે બનારસથી ત્રણ કાશ દૂર આવેલ રામનગરમાં રાખેલ છે ત્યાં હજુ વિદ્યમાન છે. આનું ભાષાંતર તેમના શિષ્ય પરંપરામાં થયેલ ખાલચન્દ્રે કરી આપ્યું છે સાંભળવા પ્રમાણે તેમની ઉમર ૮૦ વર્ષની હતી. તે સમયે સંવત ૧૮૯૯ માં સ્વર્ગવાસી થયા. —જૈન. આમના શિષ્યમાં ખાલચ'દ્રજી છે, તેમજ શ્રીમાન સ્વ॰ માહનલાલજી મહારાજ કે જેમણે મુખમાં રહી અનેક ઉપકાર કરેલ છે તે છે. બનારસમાં મેાહનલાલજી ગયા હતા, ત્યારપછી ઘણા વખત સુધી કોઇ સાધુ ગયા નહિ અને બધા ગણિત્રીના પુસ્તકભડાર શ્રી આલચંદ્રજી ઉપાધ્યાય પાસે આવ્યા હતા. તે ખાલચંદ્ર સ્વર્ગસ્થ થયા અને તેના શિષ્ય નૈમિ ઉપાધ્યાય હાલ કાશીમાં છે. કાશીના હાલના નરેશના પિતાશ્રી પાતે પણ જૈન ધર્મ પાળતા હતા યા તેનાપર આસ્થા ઘણીજ હતી અને ઉક્ત જૈનબિંદુથના શ્લોકના અથ શ્રી ખાલચંદ્રજી પાસે હંમેશાં સમજી તેને એ રૂપીઆ આપતા હતા. (આ હકીકત મુનિ માણેક તરફથી પ્રાપ્ત કરી છે.) —ત‘ત્રી.
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy