________________
કુશલચંદ્રગણિ.
૪૩૩
કાશીક્ષેત્રમાં આગમન–અત્યારથી સો વર્ષ પહેલાં કાશીક્ષેત્રની શી સ્થિતિ હતી તે જોઈએ. બનારસમાં સુપાર્શ્વનાથ તથા પાર્શ્વનાથ પ્રભુનાં કલ્યાણક છે ( કારણ કે બંનેનાં જન્મસ્થાન વરાણસી નગરી છે, અને બંનેની જ્ઞાન નગરી પણ તેજ છે.) અને બનારસ પાસે આવેલ સિંહપુરી તે શ્રી શ્રેયાંસનાથનું જન્મ તથા જ્ઞાન કલ્યાણક છે, અને ચંદ્રપુરી તે શ્રી ચંદ્રપ્રભ પ્રભુનું જન્મ તથા જ્ઞાન કલ્યાણક છે. આમ છતાં અહીં રમણીય મંદિર ન હતાં, તેમજ પૂર્વ મંદિરનું નામ નિશાન ન હતું. કાશીમાં બ્રાહ્મણોનું જોર ઘણું હોવાથી અને જેને પ્રત્યે બહુ દૈષ અને શત્રુવટ હેવાથી જૈનેને મંદિરે કે ફૂપાશ્રય બાંધવા દેવામાં નહોતો આવતે, અને શ્રાવકો પણ નામના હતા. આ વખતે જિનલાભ સૂરીશ્વર અહીં આવ્યા અને તેમણે કુશલચંદ્ર ગણિને યોગ્ય જાણી પછી કાશી મોકલ્યા. આ ગણિ મહાશયે જૈન ધર્મની પ્રભાવના બહુ દુષ્કર જાણું તે માટે પ્રબલ પરિશ્રમ સે. ઉતરવાનુ ધર્મ સ્થાન ન મળે, તેમજ કોઈ ગુણ શોધક ગૃહસ્થ નહિ કે ઉતારો આપે એટલે તેમણે ગમે તેવો વેશ પહેરી ગમે ત્યાં ગોચરી લઈ કાળ નિર્વાહ કર્યો. સાંભળવા પ્રમાણે અન્યદર્શની સમાગમમાં આવે એ આશયથી કમંડળ, લંગટી આદિ સંન્યાસીને વેશ ધારણ કરી અન્યદર્શનીના મહાત્મા તરીકે તેમના સમાગમમાં આવ્યા.
એક વખત વિદ્વાનોની સભા થઈ તેમાં પાંડિત્ય વિનોદ ચાલ્યો. આ વખતે આ ગણિશ્રીએ કાવ્ય વિનોદ કરવા સૂચવ્યું અને તે એવી રીતે કાવ્ય બનાવી કરે છે તેમાં ઓષ્ઠસ્થાની ૫ વર્ગ (પ, ફ, બ, ભ, મ ) માંને એક અક્ષર ન આવે; આની કસોટી તરીકે કઈ વખતે ભૂલથી બોલી જાય અને તે કદાચ ન પકડાય તે તે માટે દરેકે પિતાના ઉપરના હોઠપર સિદર લગાવવો કે જેથી તે અક્ષર બોલતાં નીચલા હોઠને સ્પર્શ થતાં તેને લાગી જશે અને ખબર પડી આવશે. આમાં બધા ઉપર કુલચંદ્રગણિ દેહ પામ્યા અને વિદ્વાનોને સમજાયું કે આ કેઈ સરસ્વતી કંઠાભરણ મહાન પંડિત છે; આથી તેઓ તેમને બહુ માન આપવા સાથે પૂજ્ય પુરૂષ ગણવા લાગ્યા. આ વાદનાં પાનાં હજુ અસ્તિત્વ ધરાવે છે.
એકદા નેપાળ નરેશે વાંચી ન શકાય તેવાં બે તાડપત્રો કાશીના પંડિતની પરીક્ષા માટે કાશીના રાજાપર મોકલ્યાં. કાશીના રાજાએ પંડિતની સભા મેળવી બધા પાસે તેમાં શું લખેલ છે તે જણાવવા કહ્યું, પણ કઈ અક્ષર ઓળખી શકયો નહિ એટલે અર્થ તો ક્યાંથી જ કરી શકે? કુશલચંદ્રગણિ ત્યાગી હતા એટલે રાજસભામાં તે જાય નહિ, પરંતુ વિદ્વાને તેમને પરિચય હોવાથી તેમણે તેમને સભામાં આવી તામ્રપટ વાંચી આપવાની કુપા કરવા વિનવ્યું. ગણિએ આવી તે તામ્રપત્રોને સાફ કરી ઉધા અક્ષર જાણી તેને વાંચવા માટે સહીથી છાપી લીધાં અને પાછાં મોકલાવી આપ્યાં. પછી તેનો અર્થ પંડિતેને પૂછે ત્યારે કેઈએ જવાબ ન આપ્યો. પોતે તેને ભાવાર્થ કહી બતાવ્યું કે તેમાં નેપાળ નરેશના વંશને ઇતિહાસ હતા. કાશીના રાજાએ તે હકીકત જણાવતાં નેપાળ નરેશ સંતુષ્ટ થયો. આથી કાશીનો રાજા બહુ પ્રસન્ન થયો અને બક્ષીસ માગવા કહ્યું. ગણિ નિઃસ્પૃહિ એટલે એટલું જ જણાવ્યું કે, રાજાઓની ભક્તિ સાધુઓ પર રહે એજ ઈચ્છીએ છીએ ” ત્યારે રાજાનો બહુ આગ્રહ થયે એટલે જૈન તીર્થ માટે જગ્યા લેવાની આ સરસ તક છે એમ જાણી બ્રાહ્મણોના મુખ્ય ભાગમાં રામઘાટના કિનારે જગ્યા માંગી અને તે રાજાએ આપી. અહીં મંદિર બંધાવવું એ શ્રાવકેનું કાર્ય છે તેથી તેમને શ્રદ્ધાવાન કરવા પ્રયાસ કરવા માંડ્યો. ( આ જગ્યાએ હાલ પાર્શ્વનાથનું મોટું મંદિર છે ). આથી રાજા આમને ગુરૂ તરીકે ગણવા લાગ્યો.