________________
પાનાંની ગમત.
૧
ગજપાના પાનામાં ચાર ચારના તેર ઢગલા કરી નીચેની કવિતાના મળતા ચાર ચાર અક્ષર પ્રમાણે ગાઠવવા પછી ત્યાં ત્યાં અક્ષર મળતા આવ્યા હૈાય ત્યાં ત્યાં તે પાનાં પડી રહેશે. પછી ધારનારે જે થોકડા ધાર્યાં હોય તેનાં ચાર પાનાં કઇ કઇ હારમાં છે. તે તેને પૂછ્યું. તે કહે તે પર અક્ષરાનાં મેળ મેળવી પાનાં તેને તેનાં ચાર કાઢી દેવાં એટલે ખરૂ પડશે.
મારા નરમ નાનેરા નાથ. બાબા મેાલી રમે મેલી ખાય, દેખી ખેદે ખાખ દાઝુ ઝાઝી દાઝ
સાહે પેલા સહુ સહી સાથ, પ્રીતે લેતી પોતે પતિ હાથ.
ર
ગજીપાના પાનામાંથી ૨૪ ચોવીસ લઇ તેના ત્રણ ત્રણના આઠ થેાકડા જૂદા જૂદા ફરવા, પછી નીચેની કવિતામાં મળતા અક્ષર પ્રમાણે ગાઠવવા તે ધારનારે જે ત્રણ પાનાંના જથ્થો ધાર્યો હોય તે કઇ કઇ હાર આવ્યાં છે તે હાર માત્ર પૂછી મળતા અક્ષરે વરતી જઇ તેનાં ત્રણ પાનાં તેના હાથમાં દેવાં.
હા હું રહું ચીન,
ચા મારી તેા મામી,
સેાનું સરસ તે, તેને ચૂકે કાક.
આવીજ કવિતા,
હરિ હેતુ છે ભજ પછી જે શુભ રસ લે દલપત દે.
—પ્રાણજીવન મારજી શાહ,